વાળ ની દરેક સમસ્યાનો કાળ છે આ બે વસ્તુનો રસ… જાણીલો ઉપયોગ કરવાની રીત.. વાળ થશે જલ્દી લાંબા અને કાળા

મિત્રો દરેક સ્ત્રી ઈચ્છે છે કે, તેના વાળ મુલાયમ, રેશમી, મજબુત અને લાંબા બને. આ માટે આપણે અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. પણ આજના સમયમાં વાળને લગતી પરેશાનીઓ ખુબ વધી ગઈ છે. જ્યારે તેની સામે આપણો ખોરાક પણ ખુબ અનહેલ્દી થઈ ગયો છે. પણ જો તમે પોતાના વાળ રેશમી બનાવવા માંગો છો તો અંહિયા આપેલ આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી જુઓ અને જુઓ તેનો કમાલ.

શું તમે ઝડપથી વાળ લાંબા કરવા માંગો છો તો અમે તમારા માટે આદુથી બનેલા હેર માસ્કની વિધિ લઈને આવ્યા છીએ. જે તમારા વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે અને એને કાળા અને જાડા બનાવે છે.

આદુથી બનેલા આ લિક્વિડ હેર માસ્ક બિલકુલ પણ બોરિંગ નથી. અમે એવું એટલા માટે કહીએ છીએ કે સામાન્ય રીતે જે ઘરેલું ઉપાય તમને જણાવવામાં આવે છે, તેને તૈયાર કરવામાં વધુ સમય લાગે છે. આ કારણથી એક સમયે તમે બોર થઈને એને ટ્રાય કરવાનું બંધ કરી દો છો. અથવા સમયની કમીને લીધે તમે તે અપ્લાય નથી કરી શકતા. જો કે આદુ લિક્વિડ હેર માસ્ક સાથે આવું બિલકુલ પણ નથી થતું.આદુનું આ લિક્વિડ હેર માસ્ક 2 મિનિટમાં રેડી થઈ જાય છે. સાથે તેને લગાવ્યા પછી શાવર કેપ પણ નથી પહેરવું પડતું. કારણ કે આ ટપકી-ટપકીને તમારા ચહેરા પર નહી આવે.

લિક્વિડ હેર માસ્ક બનવાની વિધિ : આદુનું લિક્વિડ હેર માસ્ક બનાવા માટે તમારે માત્ર આ 3 વસ્તુ જોઈએ, જેમાં 1 ચમચી – આદુનો રસ, 2 ચમચી – નાળિયેર તેલ, 2 ચમચી – એરંડિયું અથવા કેસ્ટર ઓઈલ.

બનાવવાની રીત : સૌથી પહેલા તમે આદુને પીસીને તેનો રસ તૈયાર કરી લો. એક વખતમાં તમારે 1 ચમચી આદુનો રસ જોઈશે. જ્યારે તમે એક વાટકીમાં નાળિયેર તેલ લો અને આ તેલને બહુ ધીમા તાપે હલકું ગરમ કરવું. જ્યાં સુધી આ તેલ ગરમ થાય ત્યાં સુધી તમે બીજી વાટકીમાં 2 ચમચી એરંડિયું અથવા કેસ્ટર તેલ લઈને એને આદુના રસમાં મિક્સ કરી લો. હવે ગરમ થયેલા નાળિયેર તેલને આદું અને કેસ્ટર ઓઈલના મિશ્રણમાં મિક્સ કરી દો.


આ રીતે બનાવવું વધુ ઉપયોગી છે : ધ્યાન રાખો, જે સમયે તમે નાળિયેર તેલને આદુના અને કેસ્ટર ઓઈલમાં મિક્સ કરો તે સમયે નાળિયેર તેલ વધુ ગરમ ન હોવું જોઈએ. એટલા માટે તેલને ગરમ નથી કરવાનું પરંતુ હલકું ગરમ કરવું. કારણ કે ગરમ નાળિયેર તેલમાં આદુનો રસ નથી નાખવાનો.

એવું એટલા માટે કે ગરમ કર્યા પછી જેવી રીતે વસ્તુમાં નેચરલ પ્રોપર્ટીમાં પરિવર્તન થાય છે, તેમ એવી રીતે પહેલા અને પછી બીજી વસ્તુમાં લિક્વિડ મિક્સ કરવાથી પણ અલગ પ્રભાવ થાય છે. આ હેર માસ્ક માટે આપણે આદુના રસને ગરમ ન કરવું જોઈએ.

અઠવાડિયામાં બે વખત લગાવું : તૈયાર લિક્વિડ હેર માસ્કને તમે તમારા વાળના જડ સુધી અને વાળમાં પણ સારી રીતે લગાવવું, જો તમારા વાળ વધારે લાંબા હોય તો અને આ માપ પ્રમાણે તૈયાર કરવામાં આવેલું માસ્ક તમને ઓછું પડશે તો તમે આ પ્રમાણે ધ્યાનમાં રાખીને એનું પ્રમાણ વધારી શકો છો. વાળમાં લગાવતી વખતે તેને એકદમ હળવા હાથે વાળની જડ સુધી માલિશ કરવું. કારણ કે આમ તે વાળની જડ સુધી પહોંચી શકે.સારા પ્રભાવ માટે જરૂરી છે કે, આ માસ્કને ઓછામાં ઓછા 1 કલાક સુધી લગાવી રાખવું. જલ્દી અને સારું રિઝલ્ટ માટે 2 કલાક સુધી લગાવી રાખવું. અઠવાડિયામાં બે વખત આ હેર માસ્કનો ઉપયોગ તમારા વાળને લાંબા, કાળા  અને જાડા બનવા માટે ઉચિત છે.

વાળ પર આદુનો રસ : આદુમાં એન્ટી-બેક્ટિરિયલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે. એટલા માટે આ માથાની ત્વચાની દરેક સમસ્યા માટે ખુબ ઉપયોગી છે. એનાથી વાળ ખરતા બંધ થાય છે અને વાળ સ્વસ્થ બને છે આદુઓ રસ ખુબ ઉપયોગી છે. જે દરેક પ્રકારની સમસ્યામાં ઉપયોગી બને છે એમાં ખાસ કરીને વાળની સમસ્યામાં આદુનો રસ ખુબ ફાયદાકારક સાબિત થાય છે.વાળના ગ્રોથમાં મદદ કરે છે : આ લિક્વિડ હેર માસ્ક તમારા વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. સાથે જ તમારા વાળને ખરતા બચાવે છે. નાળિયેર તેલમાં ફેટી એસિડ હોય છે. જેમાં લોરિક, કેપ્રિક, અને કેપેટેલીક એસીડ સામેલ છે. આ બધા ફેટી એસિડ તમારા વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. આ સાથે ઓલીવ ઓઈલ વાળની જડને મજબુત બનાવે છે. માથાની ત્વચાને નમી પ્રદાન કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment