આ લેખ અન્ય ગૃહિણીઓ ને પણ શેર કરો જેથી એ પણ જાણી શકે અને શુદ્ધ ઘી ની પહેચાન કેમ કરી શકાય… આ લેખ કેટલાય લોકો નું સ્વાસ્થ્ય સારું રાખી શકે છે માટે બને એટલો વધુ શેર કરો..પૂરો વાંચો આ લેખ ખુબ મહત્વનો છે આ લેખ, આ લેખ થી કઈ કેટલાય લોકોના જીવન બચી શકે છે નકલી વસ્તુને ઓળખીને..
ઘી એ ગામડાના લોકોનો મહત્વનો આહાર છે અને હજુ પણ અમુક ગામડાના લોકોને ઘીનો આહાર વધારે માફક આવે છે. તેથી તે વધુ તંદુરસ્ત પણ હોય છે. ગામડાના લોકો શુદ્ધ અને તાજુ ઘી ખાતા હોય છે. પરંતુ શહેરમાં મળતું ઘી એ તાજુ કે શુદ્ધ હોતું નથી. જે આપણા શરીરને નુકશાન કરે છે. પરંતુ તેની ઓળખ કરવા માટે અલગ અલગ રીતો હોય છે જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.આમ તો ઘી પૌષ્ટિક આહાર છે. પરંતુ આજના યુગમાં દરેક લોકો ચીઝ તરફ દોરાઈ રહ્યા છે. આજથી થોડા સમય પહેલા ચીઝ એ માત્ર વિદેશી કંપનીઓ બનાવતી હતી. પરંતુ આ વિદેશી કંપનીઓ ભારતમાં ચીઝનું વેચાણ કરવા માટે તેઓ એ ઘીને ચીઝ કરતા પણ વધુ ફેટવાળું જાહેર કર્યું. આમ કરવાથી તેમનું ચીઝ વધુ વેચાવા લાગ્યું અને ઘીનું મહત્વ ખુબ ઘટી ગયું છે. આમ જોવા જઈએ તો ચીઝ કરતા ઘી વધુ પૌષ્ટિક હોય છે તેમજ તેમાં ચીઝ કરતા ફેટનું પ્રમાણ પણ ઓછું હોય છે. તો હવે તમે જ વિચારો કે ઘીનું સેવન ફાયદાકારક કે પછી ચીઝનું ?
અશુદ્ધ કે ભેળસેળયુક્ત ઘી એ આપણા શરીરને અને પૈસાનું નુકશાન કરે છે. બજારમાં અત્યારે એવા કેમિકલ્સ અને તત્વ આવ્યા છે કે જેને કોઈ સામાન્ય તેલમાં અથવા તો વેજીટેબલ ઘીમાં નાખીને પણ શુદ્ધ ઘી જેવો જ સ્વાદ અને સુગંધ આપી શકે છે. એવામાં આપણે શુદ્ધ ઘીની ઓળખ કરી શકતા નથી. આજે અમે તમને જણાવીએ કે શુદ્ધ ઘીની ઓળખ કેવી રીતે કરવી ?આમ તો ઘી ગાયના દૂધ અને ભેંસના દૂધમાંથી બને છે પરંતુ બજારમાં મળતું મોટાભાગનું વનસ્પતિ ઘી જોવા મળે છે તેને ઓળખવા માટે નીચેની રીતો છે જે તમને ખુબ ઉપયોગી થશે
૧. થોડું ઘી હાથમાં લઈ તેને હાથ પર ઘસી નાખો અને તેની સુગંધ લો થોડીવાર પછી જો તમારા હાથ પર આ સુગંધ ન આવે તો સમજી લેવું કે આ ઘીમાં કંઈક ભેળસેળ કરેલ છે
૨. એક ચમચી ઘીમાં આયોડિના ચાર-પાંચ ડ્રોપ દાખલ કરો. જો તેનો રંગ વાદળી બને છે, તો સમજવું કે બાફેલ બટેટા તેમાં મિશ્રિત થાયેલ છે.
૩.એક બાઉલમાં ઘી, હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાંડની ચમચી ઉમેરો. જો ઘીનો રંગ લાલ લાગે છે, તો તે સમજી શકાય છે કે તે વનસ્પતિ ઘી છે.૪. ૧૦૦ મીલી. ઘી માં ફ્યુફોરીયલ (Fufoureal), હાઇડ્રોક્લોરિક એસિડ અને આલ્કોહલ પણ ઉમેરો. દસ મિનિટ બાદ જો તેનો રંગ લાાલ થાય તો તે ઘીમાં પામ ઓઇલ ઉમેરેલ છે.
૫.એક ચમચી ઘીમાં 5 મિલી. હાઇડ્રોક્લોરિક એસિડ (એચસીએલ) દાખલ કરો. જો ઘી લાલ બની જાય, તો તે સમજી લેવું જોઈએ કે ઘેરો રંગ ઘીમાં મિશ્રિત થયેલ છે.
૬. થોડું ઘી લઈ તેને ગરમ કરો અને પછી કોઈ ઠંડા વાસણમાં કાઢી નાખો અને ઠંડુ થવા દો થોડીવાર પછી જો ઘીનો રંગ બદલાઈ જાય અથવા તો તેનો સ્વાદ બદલાઈ જાય તો સમજવું કે તે વનસ્પતિ ઘી છે. જો શુદ્ધ ઘી હશે તો તેની સુગંધ પહેલા જેવી જ સુગંધીદાર હશે અને સ્વાદમાં પણ સારું હશે.
આ લેખ અન્ય ગૃહિણીઓ ને પણ શેર કરો જેથી એ પણ જાણી શકે અને શુદ્ધ ઘી ની પહેચાન કેમ કરી શકાય… આ લેખ કેટલાય લોકો નું સ્વાસ્થ્ય સારું રાખી શકે છે માટે બને એટલો વધુ શેર કરો..આમ આ રીતે દ્વારા જાણી શકાશે કે શુદ્ધ ઘી ક્યુ છે અને અશુદ્ધ ઘી ક્યું છે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
halp full
helpfull
BB Very good for the public
ખૂબ જ સરળ અને ઉપયોગી માહિતી. ભેળસેળ ના જમાનામાં શુદ્ધતા પારખવી અઘરી છે પરંતુ આ સરળ રીત કામ લાગશે
Very very important information for the public