બે કળીને દુધમાં ઉકાળી કરો સેવન, કબજિયાત, કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા દુર કરી, મટાડી દેશે માઈગ્રેન અપચાની સમસ્યા…

દૂધ નું સેવન બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક માટે અત્યંત જરૂરી આહાર માનવામાં આવે છે. તેવી જ રીતે લસણ પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ બંનેનું સેવન દરેક અલગ અલગ રીતે કરે છે. પરંતુ શું તમે આનુ સેવન એક સાથે કર્યું છે? જો નહીં કર્યુ હોય તો આના ફાયદા જાણીને જરૂરથી કરશો. દૂધ અને લસણનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે. એક્સપર્ટનું કહેવું છે કે દૂધ અને લસણનું એકસાથે સેવન કરવાથી કબજીયાત થી લઈને બવાસીરની સમસ્યાને દૂર કરી શકાય છે. એટલું જ નહીં આ પુરુષો માટે પણ અત્યંત લાભદાયક છે. આના સેવનથી શરીરની અન્ય સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. આવો વિસ્તારપૂર્વક જાણીએ.

દૂધ અને લસણ ના ફાયદા:- આયુર્વેદ પ્રમાણે અનેક એક્સપર્ટ સલાહ આપે છે કે દૂધ અને લસણનું સેવન કરવાથી ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. નિયમિત રૂપે દૂધ અને લસણનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. સાથે જ આનાથી તમારી ઇમ્યુનીટી પણ બૂસ્ટ થાય છે તેના સિવાય દૂધ અને લસણ નું સેવન સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ દૂર કરે છે જેમકે – 1) કબજીયાતથી છુટકારો:- આયુર્વેદમાં કબજિયાતની સમસ્યા થવા પર લસણ વાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. દૂધ અને લસણનું મિશ્રણ તમારા મળ ને કોમળ કરે છે. જેનાથી મળ ત્યાગવામાં સરળતા રહે છે. એવામાં કબજિયાત અને બવાસીર ની સમસ્યાથી પણ આ તમારા માટે ફાયદાકારક બની શકે છે. 

2) કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે:- દૂધ અને લસણનું મિશ્રણ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં તમારી મદદ કરે છે. આ મિશ્રણ શરીરમાં જામેલા કોલેસ્ટરોલને દૂર કરે છે જેનાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા દુર કરી શકાય છે.તેના સિવાય આ મિશ્રણ હૃદય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે.

3) અપચા થી રાહત:- દૂધ અને  લસણનું સેવન કરવાથી જેમકે ગેસ, પેટ ફૂલવું,અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે. વિશેષરૂપે જો તમે રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ લસણ વાળું દૂધ પીવો છો તો આ તમારા પેટથી જોડાયેલી દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.

4) ઈમ્યુનિટી બૂસ્ટ કરે:-દૂધ અને લસણનું સેવન કરવાથી રોગ પ્રતિકારકશક્તિ વધે છે. વિશેષરૂપે જો તમે આમાં થોડી હળદર મિક્સ કરી લો છો તો આ તમારા માટે વધુ ફાયદાકારક બની શકે છે. દૂધ અને લસણ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે શારીરિક ક્ષમતામાં વધારો કરવામાં લાભદાયક છે. 

5) સાંધાના દુખાવામાં રાહત:- દૂધમાં દુખાવાને અવશોષિત કરવાનો ગુણ હોય છે. અને લસણ એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને દર્દ નિવારક ગુણોથી ભરપૂર હોય છે. આ બંનેનું મિશ્રણ નિયમિત રૂપે પીવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.6) માઈગ્રેનનો દુખાવો:- માઈગ્રેનમાં અચાનકથી માથામાં એકદમ તેજ દુખાવો થવા લાગે છે. આ દુખાવો અસહ્ય હોય છે. આ દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે લસણ અને દૂધનું સેવન કરી શકો છો. આ માઈગ્રેનના દુખાવાને  ઝડપથી દૂર કરે છે. 

લસણ વાળું દૂધ બનાવવાની રીત અને સામગ્રી :- 1 કપ દૂધ, 4 લસણની કળી, બે ચમચી સાકર, 1 ચપટી હળદર.

રીત :- સૌથી પહેલા લસણને છોલી ને તેના નાના નાના ટુકડા માં કાપી લો. હવે દૂધને ઉકાળો ત્યારબાદ તેમાં કાપેલા લસણ ના ટુકડા નાખી દો, થોડી વાર પછી તેમાં હળદર નાખો, ત્યારબાદ સાકર નાખીને ઉકાળો. જ્યારે દૂધ સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ તેને ઠંડું કરીને પીલો. તેનાથી તમારા શરીરને ઘણો જ લાભ થશે.

દૂધ અને લસણનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે જો તમે પહેલાથી કોઈ સમસ્યાથી પરેશાન હોવ એ તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો ડોક્ટર કે ડાયટિશિયન ની સલાહ લીધા બાદ જ આનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment