આંખોને વારંવાર ચોળવાથી આગળ જતા થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ.. આજેજ જાણીલો નહીં તો મોડું થઈ જશે

ઘણા લોકોને વારંવાર આંખ ઘસવાની આદત હોય છે. પણ શું તમે જાણો છો કે, આંખને વારંવાર ઘસવાથી આંખને નુકશાન થાય છે ? આંખોમાં જો કંઈક પડ્યું હોય તો આંખોમાં પાણીના છાંટા નાખો પરંતુ આંખોને વારંવાર ઘસો નહિ. જો કોઈ જીવાત અથવા તો કઈ પણ આંખમાં પડ્યું હોય તે નીકળી જાય છે તો પણ લોકો આંખને ઘસવા લાગે છે. આવું કરવું ઘણીવાર જોખમી થઈ શકે છે. ચાલો તો જાણીએ કે આંખોને વારંવાર ઘસવાથી શું નુકશાન થાય છે.

જ્યારે પણ આપણી આંખમાં કંઈક જાય છે ત્યારે આપણે બેચેની અનુભવીએ છીએ. તણખલા જેવી વસ્તુ પણ આપણામાં અશાંતિ ફેલાવી દે છે. જ્યાં સુધી તે તણખલાને આપણે આંખમાંથી કાઢતા નથી ત્યાં સુધી ચેન પડતો નથી અને તેથી આપણે હાથ વડે આંખને ઘસવા લાગીએ છીએ. વારંવાર આંખ ઘસવાથી આંખ લાલ થઈ જાય છે પણ જ્યાં સુધી પડેલું તણખલું બહાર નીકળતું નથી ત્યાં સુધી ઘસ્યા જ કરીએ છીએ અને આરામથી બેસતા નથી. એટલું જ નહિ પણ જ્યારે આપણે કંટાળીએ છીએ ત્યારે પણ આંખને ઘસીએ છીએ અથવા તો ઘણીવાર ફ્રેશ થવા માટે પણ આંખને ઘસીએ છીએ. આવું કરવાથી આપણું ધ્યાન બીજી તરફ જાય છે અને તણાવની સાથે હાર્ટ રેટ પણ ધીમું થાય છે. પણ આ ટેકનીક ત્યારે જ કામ કરે છે કે જ્યારે આપણે આંખને હળવા હાથેથી દબાણ કરીએ. જો આ દબાણ જડપી અને ભારે થઈ જાય છે તો પછી આપણી આંખને તેના ખરાબ પરિણામ ભોગવવા પડે છે.આપણે આંખની સાથે ખુબ જ નિર્દયતા વર્તીએ છીએ, જ્યારે આપણી આંખ આપણા શરીરમાં સૌથી વધુ તાણ અને દબાણ સહન કરે છે. 24 કલાક માંથી 16 કલાક આપણી આંખ જાગીને કામ કરે છે. પછી ભલેને આપણા પગ, હાથ આરામની સ્થિતિમાં હોય પરંતુ આંખનું કામ હંમેશા શરૂ જ હોય છે. અને તેવામાં જ આપણે આપણી આંખ તરફ ધ્યાન દેતા નથી અને વારંવાર રગડ્યા જ કરીએ છીએ.

કેટલાક લોકોને તો તેની આદત જ પડી ગઈ હોય છે. આંખમાં જો કંઈ ચાલ્યું જાય તો પાણીના છાંટા નાખવાની બદલે તેને ઘસવા લાગીએ છીએ. આવું કરવાથી આપણે આપણી આંખોને અજાણતામાં ખુબ જ નુકશાન પહોંચાડીએ છીએ. જો આંખને ઘસવાનું બંધ ન કરવામાં આવ્યું તો આગળ જતાં કેટલીક સમસ્યા થઈ શકે છે. સાથે જ અંધ પણ થઈ જવાય છે. આંખને વારંવાર ઘસવું એ ભારે પડી શકે છે. તો ચાલો જાણીએ હવે તેના નુકશાન વિશે.જીવાણુનું સ્થાનાંતર(Transfer of Germs) : દિવસભર આપણે કેટલીક વસ્તુઓનો સ્પર્શ કરતા હોઈએ છીએ. કેટલીક વસ્તુ પર જીવાણું હોય છે તેની ખબર હોતી નથી. આજકાલ કોરોના યુગમાં તો કોઈ પણ વસ્તુને સ્પર્શ કર્યા પછી આંખોને ભૂલથી પણ ન સ્પર્શવી જોઈએ. હાથ ધોયા વગર કોઈ પણ ચેપગ્રસ્ત વસ્તુને જો અડવામાં આવે તો આંખમાં બળતરા થાય છે અને તેથી આપણે આંખને ઘસવા લાગી છીએ. જેના કારણે હાથોમાં રહેલા બધા જંતુઓ આંખમાં સ્થાનાંતરિત થઈ જાય છે. આ કિસ્સામાં આંખમાં એલર્જીક પ્રતિક્રિયા અને ફંગલ ઇન્ફેકશન ફેલાવવાનું જોખમ વધે છે.

કોર્નેલ ભંગાણ(Corneal Abrasion) : આંખને વારંવાર ઘસવાથી આંખમાં રહેલા કોર્નેલ ભાંગી શકે છે. કોર્નેલ એ આંખનો મહત્વનો ભાગ છે. જ્યારે પણ આપણે આપણી આંખને ખુબ જ બળપૂર્વક ઘસીએ છીએ ત્યારે આંખમાં રહેલી સતહ અથવા તો કોર્નેલ પર ઘા પડી શકે છે. આ ઘા કોર્નેલ પર ખંજવાળ પેદા કરે છે અને આંખમાં દુઃખાવો કરે છે. તેના કારણે અસ્પષ્ટ દ્રષ્ટિ પણ થઈ શકે છે. આંખને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે. કેટલાક કિસ્સામાં કોર્નિયા ફાટવાથી આંખમાં સોજો પણ જોવા મળે છે.આંખોમાં રક્તસ્ત્રાવ : બ્લડ વેસલ્સ(Blood Vessels) : આપણી આંખમાં હાજર હોય છે. જે ખુબ જ મુલાયમ અને નાજુક હોય છે. આ બ્લડ વેસલ્સનું કામ લોહીને પરિભ્રમણ કરવાનું છે. જ્યારે આપણે આંખને જોરથી ઘસવા લાગીએ છીએ, ત્યારે આ નાજુક વેસલ્સ તૂટવા લાગે છે. આ સ્થિતિમાં આંખનો સફેદ પડ કંજેન્ક્ટીવ(Conjunctive)  કહેવામાં આવે છે તે બગડવાનું શરૂ થાય છે. વૈજ્ઞાનિક ભાષામાં સબ્કોંજેકટીવલ હેંરેજીસ(Subconjunctival hemorrhage)  આંખ પર લોહીના આંચકાઓ એકઠા કરવા માટેનું કારણ બને છે જો કે આ થોડા દિવસોમાં સારું થઈ જાય છે.

ડાર્ક સર્કલ(Dark circle) : ડાર્ક સર્કલ(Dark circle) થી ઘણા લોકો ચિંતાતુર રહે છે. ડાર્ક સર્કલથી છૂટકારો મેળવવા માટે લોકો કેટલાક ઉપાયો કરે છે. તે જ ઉપાયો આપણી આદતોના કારણે વ્યર્થ થઈ જાય છે. આંખને વારંવાર ઘસવાથી ધમનીઓ ન પ્રવાહ તૂટવા લાગે છે અને લોહીના પ્રવાહમાં લિકેઝ થાય છે. આ કારણે લોહી અહી-તહી વહેવા લાગે છે. પરિણામે આંખની નીચેની ત્વચા નાજુક અને ઢીલી પડી જાય છે. તેના કારણે જ આંખોની નીચે કાળા ડાઘ પડી જાય છે.ગ્લુકોમાવાળા દર્દીઓમાં અંધત્વ(Loss of Vision in Glaucoma Patients) : ગ્લુકોમાવાળા દર્દીઓને ઓછું દેખાય છે. આ વધારે 60 વર્ષની ઉંમર પછી જોવા મળે છે. ગ્લુકોમામાં આંખ પર દબાણ થાય છે, જે મગજમાં રહેલ ઓક્તિનર્વ(Optic Nerve) ને પ્રભાવિત કરે છે. આ દરમિયાન જો આંખોને ઘસવામાં આવે તો આ દબાણ ઓક્તિનર્વ(Optic Nerve)ને ખરાબ રીતે નુકશાન પહોંચાડે છે. જેનું પરિણામ દર્દીને અંધ બનાવી શકે છે. આ અવસ્થામાં અંધ થવું એ જ એક ખરાબ પરિણામ છે.

આંખો એ શરીરનો એક સંવેદનશીલ ભાગ છે જો તેમાં કોઈ સમસ્યા હોય તો આખા શરીર પર તે અસર કરે છે. એટલા માટે આપણી આંખોને વારંવાર ઘસવાથી બચો.

આવીજ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment