આ ચાર બીમારી વાળા લોકોની સમસ્યામાં વધારો કરે છે તરબૂચ, થાય આ નુકશાન.

મિત્રો હાલ તો શિયાળો શરૂ છે અને છેલ્લા ઘણા દિવસોથી ખુબ જ ઠંડી પડી રહી છે. પણ હવે ટૂંક સમયમાં જ શિયાળાના દિવસો પુરા થઈ જશે અને ઉનાળાનું આગમન થઈ જશે. એટલે કે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડી વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કરી દેશે. આથી ગરમીના દિવસોમાં લોકો તરબૂચ અને શેરડીનો રસ પીવાનું વધુ પસંદ કરે છે. આથી હવે ટૂંક સમયમાં તરબુચની સિઝન શરૂ થઈ જશે. પણ ઘણા લોકો એવા છે જેમને અમુક હોય બીમારી હોય તો તરબુચનું સેવન ન કરવું જોઈએ. ચાલો તો આ અંગે વિસ્તારથી જાણી લઈએ.

દરેક મોસમી ફળોની મજા જ કંઈક અલગ જ હોય છે. ગરમીના દિવસોમાં તરબુચની સુગંધ મનને મોહી લે છે. તરબુચની અંદર ફાઈબર અને મિનરલ્સ હોવાથી તેના સેવનથી શરીરમાં પાણી કમી પૂરી થઈ જાય છે. ગરમીમાં હંમેશા આ ફળથી તાજગી અનુભવાય છે. તરબુચના સેવાના ઘણા ફાયદા છે તેમ તેના ઘણા નુકસાન પણ છે.

હાર્ટ પ્રોબ્લેમ વાળા વ્યક્તિએ તરબુચના સેવનથી બચવું જોઈએ : જે લોકોને હાર્ટની તકલીફ છે તેમણે તરબૂચથી બચવું જોઈએ. કારણ કે તરબૂચમાં અધિક માત્રામાં પોટેશિયમ હોય છે, જેના કારણે તેનું સેવન હાર્ટની પરેશાની વધારી શકે છે.

શુગરના દર્દીએ તરબૂચ ન ખાવું : તરબૂચ સ્વાદમાં મીઠું અને પાણીથી ભરપુર હોય છે. પણ તેનું સેવન જો વધુ પ્રમાણમાં કરવામાં આવે તો તે શુગરના દર્દી માટે ઠીક નથી. કારણ કે તરબુચમાં શુગર પ્રાકૃતિક રૂપે રહેલ હોય છે. જેને કારણે બ્લડ શુગર વધવાનો ખતરો વધી જાય છે. જો તમે શુગરના દર્દી હો તો તરબુચનું સેવન ઓછું કરવું જોઈએ.

અસ્થમાના દર્દીએ ધ્યાન રાખવું : અસ્થમા એ એક ખુબ મોટી અને ખતરનાક બીમારી છે. આથી અસ્થમાના દર્દીએ એ ધ્યાન રાખવું જોઈએ કે, તેઓ તરબૂચ ઓછા પ્રમાણમાં ખાય. વાસ્તવમાં તરબુચમાં એમીનો એસીડ હોય છે જે અસ્થમા માટે હાનિકારક છે.

કિડનીના દર્દી : આજના સમયમાં મોટાભાગના લોકોને કિડનીની તકલીફ જોવા મળે છે. તરબુચમાં મિનરલ્સ વધુ પ્રમાણમાં હોય છે. આથી કિડનીના દર્દીએ વધુ પ્રમાણમાં તરબૂચનું સેવન ન કરવું જોઈએ. જો તમે વધુ સેવન કરશો તો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, ઉપર જણાવેલ માહિતીની યોગ્યતા માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment