આ છે પાચનતંત્રને મશીન બનાવવાના ઘરેલું ઉપચાર. પેટ, પાચનની અનેક સમસ્યા દુર કરી કબજિયાતથી આપશે છુટકારો… પછી કોઈ પણ વસ્તુ ખાવ પચી જશે ફટાફટ…

આજના સમયમાં પેટને લગતી અનેક સમસ્યાઓ થાય છે. જમ્યા બાદ પેટ ભારે ભારે લાગવું, પેટ હમેશા ફુલેલું હોવાનો અહેસાસ થવો, જો આવું કંઈ લાગતું હોય તેનો મતલબ એવો કે પાચન તંત્ર નબળું છે, જેના કારણે ભોજન સારી રીતે પચી નથી શકતું. સામાન્ય લાગતી આ આપચાની સમસ્યાને અવગણવી તમને મોંઘી પડી શકે છે, કારણ કે તેનાથી તમને પેટમાં કળતર, ગેસ, ઉબકા અને ગરમી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પાચન સંબંધિત સમસ્યાઓ એવા લોકોમાં વધુ જોવા મળે છે જેઓ ખાવા પીવા પર વધારે ધ્યાન નથી આપતા કે બેઠાડું અને સુસ્ત જીવનશૈલી જીવે છે. પાચનતંત્રથી જોડાયેલી સૌથી સામાન્ય સમસ્યાઓ ઝાડા, કબજિયાત, ઇરિટેબલ બાઉલ સિંડ્રોમ, ઈમ્પ્લેમેટરી બાઉલ સિંડ્રોમ, પેટમાં કળતર, ગેસ, ઉબકા અને ગરમી છે.

એવું કહેવાય છે કે, ખરાબ પોષણ, ખાવાથી એલર્જી, કેટલીક દવાઓ ત્યાં સુધી કે કોઈ સંક્રમણ પણ પાચનતંત્રને અસર કરી શકે છે, તેના માટે મેડિકલમાં અનેક ઈલાજો છે, પરંતુ કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા પણ પાચનતંત્રને સારું બનાવવામાં મદદ મળી શકે છે. આજે આપણે આ લેખના માધ્યમથી પાચનતંત્રને શ્રેષ્ઠ બનાવવાના ઉપાય વિશે જાણીશું.

1) ભોજનને સારી રીતે ચાવવું : સારા પાચન માટે ખાવાનું સારી રીતે ચાવવું જરૂરી છે. જ્યારે તમે તમારા ભોજનને સારી રીતે ચાવો છો, તો આ તમારા પાચનતંત્રનું કામ સરળ બનાવે છે. પોતાનું ભોજન કરવા માટે સમય કાઢવો. આપણા ભોજનને વ્યવસ્થિત રીતે ધીમે ધીમે ચાવવો. ખાવાનું ખાધા બાદ ઉતાવળ ન કરવી કારણ કે તેનાથી અપચાની સમસ્યા થઈ શકે છે.

2) ફાઇબર વાળી વસ્તુઓનું વધુ સેવન કરવું : ફાઇબર પાચનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે બંને પ્રકારના ફાઇબર દ્રવ્ય શીલ ફાઇબર અને અદ્રવ્ય શીલ ફાઇબરનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. કારણ કે આ બંને અલગ અલગ પ્રકારે તમારા પાચનતંત્રને મદદ કરે છે. ફાઇબરના સારા સ્ત્રોતમાં ફળ, શાકભાજી, ઘઉંની થૂલી, આખા અનાજ, ઓટની થૂલી, બદામ, બીજ, મેથીના દાણા અને કઠોળનો સમાવેશ થાય છે. પ્રોસેસ્ડ અથવા જંક ફૂડ ખાવાનું ટાળો.

3) હાઇડ્રેટ રહો : વધારે પાણી પીવું તમારા પાચન સ્વાસ્થ્ય માટે ખુબ સારું હોય છે. સંપૂર્ણ દિવસ દરમિયાન તમારે પોતાને પાણી, તાજા ફળોનો રસ, લીંબુ પાણી કે નાળિયેર પાણી જેવા પ્રવાહી પદાર્થોથી હાઇડ્રેટ રાખવું.

4) ફિઝિકલ એક્ટિવિટી : તમારા શરીરને ચાલવા માટે બનાવવામાં આવ્યું છે, શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે શારીરિક વ્યાયામ અત્યંત જરૂરી છે. તમે શેર સપાટો કરી શકો છો, દોડી શકો છો, કરી શકો છો, યોગ કરી શકો છો, નિયમિત રૂપે શારીરિક ગતિવિધિ તમારા પાચનતંત્રના માધ્યમથી ભોજનને સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે, જેનાથી પાચન સંબંધિત સમસ્યાઓની સંભાવના ઓછી રહે છે.

5) હેલ્દી ફેટ : ફેટ તમારા પાચનતંત્ર દ્વારા ભોજનને સારી રીતે કાઢે છે. તમારા આહારમાં સ્વસ્થ ચરબી જેમ કે પનીર, જૈતુનનું તેલ, આખું ઈંડુ, એવોકાડો, બદામ અને ચરબીયુક્ત માછલી સામેલ કરવી. એક વધારે લાભના રૂપમાં ઓમેગા 3 ફૈટી એસિડ સોજાને ઘટાડે છે, જે આગળ ચાલીને સોજો આંતરિક રોગોને રોકી શકે છે તેથી તમારા આહારમાં સૅલ્મોન, ટુના, ચિયા બીજ, શણના બીજ અને કોળાના બીજનો સમાવેશ કરો.

6) તણાવ : સામાન્ય રીતે તણાવ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તણાવ પેટના અલ્સર, ઝાડા, કબજિયાત અને આઈબીએસ જેવા અનેક પાચન વિકારો સાથે જોડાયેલું હોય છે. જો કે તણાવ સામાન્ય છે પરંતુ શ્વાસ લેવાના કેટલાક વ્યાયામ ધ્યાન, યોગની સાથે તણાવ લેવાથી બચવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment