વેસેલીનનો ઉપયોગ રફ સ્કીન સિવાય અન્ય પાંચ જગ્યાએ પણ કરો, નાની વસ્તુ કરશે મોટું કામ…

વેસેલીનનો ઉપયોગ ઘરોમાં થાય છે. સામાન્ય રીતે લોકો તેને ફાટેલા હોઠ પર અથવા પગની એડિયોને મુલાયમ બનાવવા માટે મોટાભાગે વેસેલીન જ લગાવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, વેસેલીનનો એક જ નહિ પણ અનેક જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. તેને તમે મેકઅપ રીમુવરની રીતે અથવા દરવાજામાં આવી રહેલા અવાજને દુર કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.

આપણે બધા જ જાણીએ છીએ કે, વેસેલીન એક પેટ્રોલિયમ જેલી પદાર્થ છે. જેને સ્કીન પર લગાવવાથી આપણી સ્કીનમાં રફનેસને દુર કરે છે, તેમજ આપણી ડ્રાય સ્કીનને સોફ્ટ અને મુલાયામ બનાવે છે. તો આ સિવાય પણ વેસેલીનના 5 એવા ઉપયોગ વિશે જણાવશું જેના વિશે મોટાભાગના લોકો નહિ જાણતા હોય. તો ચાલો જાણીએ ક્યાં છે એ પાંચ વેસેલીનના ઉપયોગ.

1 ) તમારા શરીર પર કોઈ ઘા કે ઝખમ હોય તો તેને નરમ રાખવા માટે વેસેલીન ખુબ જ મદદરૂપ થાય છે. તેનાથી ઘા પર જલ્દી રૂઝ આવે છે અને સારા થઈ જાય છે. તે ઈજાના નિશાન અને ખંજવાળને દુર કરવામાં પણ મદદ કરે છે. જો ઘા મામુલી હોય તો તેને ગરમ પાણીથી સાફ કરો, અને પછી વેસેલીન લગાવો.2 ) વેસેલીનને તમે મેકઅપ રીમુવરની રીતે ઉપયોગ કરી શકો છો. તમારો મેકઅપ સાફ કરવા માટે વેસેલીન લગાવીને રૂથી સાફ કરી લો અને ચહેરાને ધોઈ લો. તેનાથી સ્કીન સૉફ્ટ થઈ જશે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે, મેકઅપ રીમુવ કર્યા બાદ સ્કીન ખરબચડી થઈ જતી હોય છે. પરંતુ જો વેસેલીનથી સાફ કરવામાં આવે તો સ્કીન એકદમ સોફ્ટ બની જાય છે.

3 ) જો નખના ક્યૂટીકલ્સ નીકળી જાય છે તો રાત્રે સુતા પહેલા નખ અને તેની આસપાસ સારી રીતે વેસેલીન લગાવીને મસાજ કરી લો. પછી મોજા પહેરીને સુઈ જાઓ. તેનાથી તમારી સમસ્યા દુર થઈ જશે.4 ) ઘણા લોકોને પોતાના હાથના નખ લાંબા રાખવાનો શોખ હોય છે, પરંતુ જેમ જેમ નખ લાંબા થતા જાય એમ તેની તૂટવાની સંભાવના પણ વધતી જાય છે. પરંતુ જો તમે વેસેલીનને રોજ તમારા નખ પર થોડું થોડું લગાવો તો નખનો ગ્રોથ પણ વધે છે અને મજબૂતી પણ વધે. માટે જો નખ લાંબા કરવા હોય નખ પર વેસેલીન જરૂર લગાવો.

5 ) દરવાજાઓ અને કબાટને ખોલાવ અથવા બંદ કરતા સમયે અવાજ આવતો હોય છે. તેનું કારણ એવું હોય છે કે, તેના મીઝાગરામાં કાટ થવા લાગ્યો હોય, અને અંદરથી કોરું પડી ગયું હોય અને ઘસાવાને કારણે અવાજ આવતો હોય છે. તેના માટે તમે વેસેલીન લગાવી દો તો એકદમ સ્મૂથ થઈ જશે અને એકદમ અવાજ આવતો બંધ થઈ જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment