સામાન્ય લગતા આ દાણા છે પ્રોટીનનું પાવર હાઉસ, પાચન, આયર્નની કમી દૂર કરી શરીર બનાવી દેશે ખુબજ સ્ટ્રોંગ | પાવરફૂલ.

મિત્રો તમે અડદની દાળ લગભગ લોકોએ ખાધી જ હશે. તેનાથી આપણા શરીરને ગજબ ફાયદા પણ થાય છે. જો કે પોતાના ખોરાકમાં અલગ અલગ વાનગીઓને શામિલ કરવી જોઈએ. તેનાથી આપણને જરૂરી વિટામિન, પોષક તત્વો તેમજ તંદુરસ્તી સારી બની રહે છે. તેથી જો તમે પણ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માંગો છો તો દરેક ખોરાકનો યોગ્ય પ્રમાણમાં સમાવેશ કરવો જોઈએ. ચાલો તો આજે આપણે અડદની દાળના અદભુત ફાયદા અંગે જાણી લઈએ.

મિત્રો દાળને પ્રોટીનનો પાવર હાઉસ માનવામાં આવે છે. જે લોકો વેજીટેરીયન હોય છે, તે લોકોએ પોતાના શરીરમાં પ્રોટીનની કમી પૂરી કરવા માટે વધુ પ્રમાણમાં દાળનું સેવન કરવું જોઈએ છે. દાળ ઘણા પ્રકારની હોય છે. જેમાં મગની દાળથી લઈને અડદની દાળ પણ સામેલ છે. તમે પણ ઘણા પ્રકારની દાળનો ઉપયોગ કરતા હશો. પણ શું તમે જાણો છો કે દાળમાં પ્રોટીન સિવાય બીજા ઘણા પોષક તત્વ રહેલા છે.

અડદની દાળ સ્પિલટ બ્લેક ગ્રામના નામે પણ ઓળખવામાં આવે છે. એશિયાના દક્ષિણી ભાગમાં ઉપયોગમાં લેવાતી મશહુર દાળમાં અડદની દાળ છે, જેના સેવનથી તમને પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડેડ સહીત વિટામિન બી, આર્યન, ફોલિક એસીડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, અને પોટેશિયમ જેવા પોષક તત્વ મળે છે. ગર્ભવતી મહિલાઓ માટે અડદની દાળને ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

પાચનમાં મદદ કરે છે : અડદની દાળમાં ઘુલનશીલ અને અઘુલનશીલ બંને ગુણ રહેલા છે. જે પાચનમાં સુધાર લાવે છે. અડદની દાળમાં સામેલ ડાઈટરી ફાઈબર પેરિસ્ટાલ્તટક ગતિને ઉત્તેજિત કરે છે. જો તમે લુજ મોશન, કબ્જ, એથન અને સોજાથી પીડિત છો તો આ બધી પરેશાનીથી છુટકારો મેળવવા માટે પોતાની ડાયટમાં અડદની દાળને સામેલ કરો. આ સિવાય અડદની દાળ પાઈલ્સમાં પણ મદદ કરે છે.

નર્વસ સિસ્ટમને મજબુત કરે છે : અડદની દાળ તંત્રિકા તંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને મજબુત કરે છે અને મસ્તીષ્કને સ્વસ્થ બનાવે છે. તેના ઉપયોગથી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે તંત્રિકા સંબંધી દુર્બળતા, આંશિક પક્ષઘાત અથવા પેરાલીસીસ, મોઢાનો પક્ષઘાત અને અન્ય વિકારોને ઠીક કરવા માટે વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.

એનર્જીને કરે છે બુસ્ટ : અડદની દાળમાં આર્યન વધુ પ્રમાણમાં  હોય છે. જેના કારણે શરીરમાં એનર્જી લેવલને વધારીને લોકોને વધુ એક્ટીવ બનાવવામાં મદદ કરે છે. આર્યન લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે. જે શરીરના દરેક અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે જવાબદાર હોય છે. તે ગર્ભવતી મહિલાઓ માટે પણ ખુબ ફાયદાકારક છે. જેના શરીરમાં આર્યનની કમી હોય.

હાડકાઓને મજબુત બનાવે છે : હાડકાઓને મજબુત બનાવવા માટે અડદની દાળનું સેવન કરવું જોઈએ. અડદની દાળમાં મેગ્નેશિયમ, આર્યન, ફોસ્ફરસ, અને કેલ્શિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજ રહેલા છે. જે બોન મિનરલ ડેસીટીને સારી બનાવવામાં મદદ કરે છે.

હૃદયને સ્વસ્થ રાખે છે : અડદની દાળ ફાઈબર જેવા પોષક તત્વથી ભરપુર છે. તે શરીમાં રહેલ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે બ્લડ ફ્લોને સુધારે છે. હૃદયની બીમારીથી છુટકારો આપે છે. તેમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment