ચોખાના લોટમાં આ એક વસ્તુ ઉમેરી લગાવી દો તમારા ચહેરા પર. મફતમાં જ ખીલ, ડાઘ, નિશાન, કરચલી દુર કરી ત્વચાને બનાવી દેશે સુંદર અને સુઘડ…

જો તમે એક ચમકદાર ત્વચા કરવા માંગતા હોવ તો આ ઉપાય તમારી ખુબ જ મદદ કરી શકે છે. આપણે જોઈએ છીએ કે તડકો, ધૂળ અને માટીને કારણે ચહેરા પર અનેક કીટાણું આવી જતા હોય છે. આ સિવાય આપણા ખરાબ કે ખોટા ખાનપાનને કારણે પણ ચહેરા પર ખીલ નીકળે છે. જેના કારણે લોકો ત્વચાના ટોકસીન પદાર્થોને દુર કાઢવા માટે સ્કીન કેર રૂટીનમાં ઘણા ઉપાયો અપનાવે છે. 

લેખમાં અમે તમારા માટે એક એવો ઉપાય બતાવી રહ્યા છે, જેની મદદથી તમે ત્વચામાં જામેલી ગંદકીથી છુટકારો મેળવી શકશો. તેના માટે તમારે ચોખાના લોટનો ઉપયોગ કરવો પડશે

સ્કીન માટે ચોખાનો લોટ કેમ ફાયદાકારક છે : સ્કીન એક્સપર્ટના કહેવા અનુસાર ચોખાના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ, વિટામીન અને ફોલિક એસિડ હોય છે. તે કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. તે તમારી ત્વચાના પોર્સને બંધ કરવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ ત્વચાના એક્સેસ ઓઈલને દુર કરવા માટે કરી શકો છો. તેનો ઉપયોગ ડાઘ અને ખીલને ઓછા કરવા માટે કરી શકાય છે. તો ચાલો જાણીએ ચોખાના લોટનું માસ્ક કેવી રીતે બનાવવું જોઈએ.

ચોખાના લોટનુ માસ્ક બનાવવાની સામગ્રી : સૌથી પહેલા 2 ચમચી ચોખાનો લોટ લો. હવે 1 ચમચી લીમડાની પેસ્ટ લો. આના પછી 1 ચમચી એલોવેરાની પેસ્ટ લો. હવે એક ચપટી હળદર લેવાની છે.

રીત : સૌથી પહેલા એક બાઉલમાં બધી વસ્તુઓને મીક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને ઓછામાં ઓછી 5 મિનીટ માટે મસાજ કરો. પછી 15 થી 20 મિનીટ સુધી માસ્કને સુકાવા દો પછી હળવા ગરમ પાણીથી ચહેરો ધોઈ લો

ડલ સ્કીન માટે માસ્ક બનાવવાની સામગ્રી : સૌથી પહેલા 2 ચમચી ચોખાનો લોટ લો. હવે 2 ચમચી ટમેટાનો રસ લો. આના પછી તમારે 2 ચમચી એલોવેરાની જેલ લેવાનું છે.

રીત : સૌથી પહેલા ટમેટાને ધોઈને તેને સમારીને મીક્ષ્યરમાં નાખીને તેની પેસ્ટ બનાવી લો. પછી એક વાસણમાં બધી વસ્તુઓને કાઢીને મીક્સ કરી લો અને એક પેસ્ટ તૈયાર કરી લો. ત્યાર પછી આ પેસ્ટને તમારા ચહેરા તથા ગરદન પર લગાડો. આ પેસ્ટને 20 મિનીટ માટે લગાવીને રાખો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો. ક્રીમ લગાવો.

એંટી એજીંગ માસ્ક બનાવવાની સામગ્રી : 2 ચમચી ચોખાનો લોટ. 1 ચમચી નાળીયેર પાણી. 1 ચમચી ક્રશ કરેલા કેળા.

રીત : સૌથી પહેલા બધી વસ્તુઓને એક વાસણમાં નાખો અને સારી રીતે મીક્સ કરી લો. હવે આ ફેસ માસ્કને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. ઓછામાં ઓછી 5 મિનીટ માટે મસાજ કરો અને સુકાઈ ગયા પછી 20 મિનીટ સુધી લગાવેલું રહેવા દો. ત્યાર બાદ ગરમ પાણીથી ધોઈ લો. આમ તમે ચોખાના લોટનો ઉપયોગ કરીને પોતાની સ્કીનની સંભાળ લઈ શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment