કોરોના સીધો હુમલો આપણા ફેફસા પર જ કરે છે. જો તમે સમય રહેતા તમારા ફેફસાની કાળજી ન લીધી તો પાછળથી સમય આપણા હાથમાંથી જતો રહેશે. તમને જણાવી દઈએ કે આ વાયરસ પહેલા કરતાં હવે વધારે મજબૂત થઈ ગયો છે અને મહત્વપૂર્ણ અંગો પર હુમલો કરવા લાગ્યો છે. ભારત અને વિદેશોમાં જોવા મળતા તારણો અનુસાર કોવિડ-19 ના લક્ષણો દર્દીમાં દેખાવાના શરૂ થાય છે, તે પહેલા જ તેના ફેફસા 25 % ડેમેજ થઈ ગયા હોય છે.
એટલા માટે કોરોના જેવા વાયરસથી બચવા માટે આપણા ફેફસાને મજબૂત રાખવા ખુબ જ જરૂરી છે, કેમ કે જો તે આપણા ફેફસા પર હુમલો કરે, તો તમે તેની સામે નીડરતાથી ઊભા રહી શકો. જો તમે નથી ચાહતા કે વાયરસ તમારા લંગ્સને ખરાબ કરે તો તમે તમારી ડાયટને બદલો અને કેટલીક વસ્તુનું સેવન કરવાનું પૂરી રીતે બંધ કરી દો. તો આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવશું જે તમારા ફેફસાને નુકશાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ કંઈ છે એ વસ્તુઓ.સોફ્ટ ડ્રિંક : જો તમે કોલ્ડડ્રિંક પીવાના શોખીન છો, તો તમે પહેલા જાણી લો કે તેમાં ફક્ત ખાંડ અને કેલેરી સિવાય બીજું કશું પણ હોતું નથી. કોલ્ડડ્રિંક. પીવાથી વજન વધે છે અને પેટમાં બ્લોટિંગ થાય છે. કાર્બોનેટેડ પીણા જેવા કે સોડા, બીયર, સ્પાર્કલિંગ વાઇન અથવા સ્પાર્કલિંગ સાઇડર ડિહાઈડ્રેશનમાં ફાળો આપે છે, તેથી જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે પાણી પીવો.
તળેલું ભોજન : તળેલી વસ્તુઓ પેટમાં બ્લોટિંગ પેદા કરે છે. આથી શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થઈ શકે છે. તળેલો ખોરાક વજન વધારવાનું કારણ બની શકે છે, જેનાથી ફેફસામાં દબાણ થઈ શકે છે. તળેલો પદાર્થ અનહદ સુધી ફેટથી ભરેલો હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને અને હૃદય રોગના જોખમને વધારે છે.આ શાકભાજીથી દુર રહો : ગેસ અને પેટનું ફૂલવું એ ફેફસાના રોગીઓ વાળા લોકો માટે શ્વાસ લેવાનું મુશ્કેલ કરી શકે છે. કોબી, બ્રોકોલી, મૂળો અને કોબીજ જેવી પોષકતત્વોથી અને ફાઈબરથી ભરેલા હોય છે, પરંતુ જો તેને ખાવાથી તમને ગેસ થાય છે, તો તેને સીમિત માત્રામાં લેવાનો પ્રયાસ કરો.
ડેરી પ્રોડક્ટ : ફેફસાની બીમારીવાળા લોકોની માટે, ડેરી ઉત્પાદન સારા માનવામાં આવ્યા નથી. કારણ કે આ પ્રોડક્ટ બીમારીના લક્ષણોને વધારી દે છે. આપણે સૌ જાણીએ જ છીએ કે દૂધ પૌષ્ટિક હોય છે અને કેલ્શિયમથી ભરેલું હોય છે. તેમાં કેસોમોર્ફિન હોય છે, જે આંતરડામાં લાળ વધારવાનું કામ કરે છે. બીમારી વધવાના કારણે લોકોને હંમેશા લાળ વધવાનો અનુભવ થાય છે.મીઠાનું સેવન : જમવામાં ઓછું મીઠું હોવાથી તમારા મોઢાનો સ્વાદ કદાચ બગડી જશે, પરંતુ વધારે મીઠું ખાવાથી તમારા ફેફસાને નુકશાન પહોંચી શકે છે. મીઠાથી વોટર રિટેકશનની સમસ્યા થઈ શકે છે, જે શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરી શકે છે. મીઠાની જગ્યાએ તેના વિકલ્પને શોધવાનો પ્રયત્ન કરો. ભોજનનો સ્વાદ વધારવા માટે જડીબુટ્ટી અને મસાલાઓનો ઉપયોગ કરો.
ખાટી વસ્તુઓથી દૂર રહો : જો તમને અઠવાડિયામાં બે વાર એસીડીટીની સમસ્યા રહે છે તો સમજી જાવ કે તમને એસીડીટીની બીમારી થઈ ગઈ છે. એસિડ રિફ્લક્સ ફેફસાના રોગને વધારે છે. આંબલી અને પીણાં(સાઇટ્રસ, ફળોનો રસ, ટમેટાનો સોસ, કૉફી અને મસાલાવાળા ખાદ્ય પદાર્થો) ને સીમિત માત્રામાં લો, જેથી એસિફ રિફ્લક્સનું લક્ષણ ઓછું થઈ શકે.
દરેક લોકો ખાવા-પીવામાં સારી વસ્તુ ખાવાનું પસંદ કરે છે, પરંતુ ફેફસાની બીમારીથી બચવા માટે સ્વસ્થ ભોજન કરવું તે ખુબ જ મહત્વપૂર્ણ છે. તમારા આહારને બદલતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી