આવા લોકોએ ભૂલથી પણ ન ખાવું ફ્લાવર, નહિ તો નાની તકલીફો થઈ જશે મોટી અને ગંભીર, શરીરમાં બની જશે ઝેર સમાન..

ફૂલાવરનું શાક લગભગ મોટાભાગના લોકોના મનપસંદ શાકભાજીના લીસ્ટમાં જરૂર હોય જ. આ સિવાય તેનું શાક બનાવવાથી લઈને પરાઠા અને પકોડા બનાવવા સુધી તેનો ઉપયોગ થાય છે. આ સિવાય પણ ઘણા એવા વ્યંજન છે જેમાં ફૂલાવરનું સ્થાન વિશેષ રહેલું છે. ફૂલાવરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને લોહ તત્વ સિવાય વિટામીન એ, બી, સી, આયોડીન અને પોટેશિયમ તેમજ થોડા પ્રમાણમાં તાંબુ પણ રહેલું છે.

ફૂલાવરમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ રહેલ છે. જે શરીર માટે લાભકારી છે. ફૂલાવરમાં કેલ્શિયમની માત્રા પણ સારી એવી રહેલી છે. પણ ઘણા લોકોને ફૂલાવરનું સેવન કરવાથી બચવું જોઈએ. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે કેવા લોકોએ ફુલાવરનું સેવન ન કરવું જોઈએ. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.થાઈરોઈડ : જો તમને થાઈરોઈડની બીમારી છે તો તમારે ફૂલાવરનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. જો તમે તેનું સેવન કરો છો તો તમારું T3, T4 હાર્મોનના પ્રમાણમાં વધારો થઈ શકે છે.

કિડનીની પથરી :

ફૂલાવરનું સેવન એ લોકો માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે જેને કિડનીની પથરીની સમસ્યા છે. ફૂલાવરથી આ સમસ્યા વધી શકે છે. કારણ કે ફૂલાવરમાં કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય છે. આ સાથે જ તમારું યુરિક એસિડ વધેલું છે તો ફૂલાવરનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે તમારું યુરિક એસિડ ખુબ જ વધી શકે છે. તેનું કારણ એ છે કે, ફૂલાવરમાં પ્યુરીન વધુ હોય છે.ગેસની સમસ્યા : ફૂલાવરમાં કાબ્ર્સ વધુ પ્રમાણમાં હોય છે. જે સરળતાથી નથી તુટતા, આથી ફુલાવરના વધુ પડતા સેવનથી ગેસની સમસ્યા વધી શકે છે.

લોહીના ગઠ્ઠાની સમસ્યા : વિટામીન કે લોહીના ગઠ્ઠાને જામવામાં મદદ કરે છે. જ્યારે ફૂલાવરમાં વિટામીન કે વિપુલ પ્રમાણમાં રહેલ છે. આથી જો તમે લોહીને જાડું થવાની દવા લઈ રહ્યા છો તો તેમણે ડોક્ટરની સલાહ અનુસાર જ ફૂલાવરનું સેવન કરવું જોઈએ.

સ્તનપાન કરાવતી મહિલા : જે મહિલાઓ પોતાના બાળકને સ્તનપાન કરાવે છે, જો તે ફૂલાવરનું સેવન કરે છે તો તેને ગેસની સમસ્યા થઈ શકે છે. આથી સ્તનપાન કરાવતી મહિલાએ ગેસ કરતી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.આ વસ્તુઓ માટે ફુલાવર ફાયદાકારક : જો તમને પેટની સમસ્યા છે તો ફુલાવરનો એક ભાગ કાપીને તેને ચોખાના પાણીમાં 10 મિનીટ માટે ચડવા દો, જે તે થોડું ચડી જાય એટલે તેને કાળા મીઠા સાથે સેવન કરો.

ગઠીયા : જો તમે ગઠીયાના રોગથી પીડિત છો અથવા તમને હાડકાઓનો દુઃખાવો રહે છે તો તમે ફુલાવર ગાજરનો રસ બનાવીને બરાબર માત્રામાં મિક્સ કરી લો. આમ બે મહિના સુધી સેવન કરવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.વજન : આ સિવાય ફુલાવરનું સેવન વજન ઓછું કરવા માટે પણ લાભદાયક છે. તેનું સેવન કરવાથી તમારું વજન ઓછું થઈ શકે છે. ફૂલાવરમાં વિટામીન સી ભરપુર માત્રામાં રહેલ છે. જે ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. આમ તમે ફૂલાવરનું સેવન અમુક બીમારીમાં નથી કરી શકતા પણ અમુક બીમારીમાં સુધારો કરવા માટે તમે ફૂલાવરનું સેવન જરૂર કરી શકો છો.

આથી જો તમે ઉપર જણાવેલ કોઈ પણ બીમારીથી પરેશાન છો તો ફૂલાવરનું સેવન કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂર લો. જેથી કરીને તમને કોઈ પરેશાની ન થાય. આમ થાઈરોઈડની બીમારી, ગેસની બીમારી તેમજ સ્તનપાન કરાવતી મહિલાએ ફૂલાવરનું સેવન બને ત્યાં સુધી ન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment