કાનની આ માહિતી તમે નહિ જાણતા હોય, એક વાર જાણો એટલે કાન ક્યારેય ખરાબ નહિ થાય.

મિત્રો કાન વગર તમે કંઈ પણ સાંભળી નથી શકતા. આપણા જીવનમાં ઘણી સામાન્ય વસ્તુઓ આપણને નુકશાન કરતી હશે. જેની તમને ખબર પણ નથી હોતી જેમ કે તમારા કાનમાં કોઈ વસ્તુ નાખીને તેને ખંજવાળો તો તે કાનને નુકશાન પહોંચાડી શકે છે. કાન એક એવું અંગ છે. જેની ખાસ કાળજી લેવી પડે છે.મિત્રો તમે જાણતા જ હશો કે તમારો કાન માત્ર છ હાડકાઓથી બનેલો છે. તેને તમે દિવસ દરમિયાન ઘનું નુકશાન પહોંચાડો છો. જેમ કે કાનમાં સળી કે કોઈક ધારદાર વસ્તુ જેમ કે સેપ્ટીપીન, ઈયરબોક્સથી તમે સાફ કરતા હોય છે. વધારે અવાજથી ટી. વી. સંભાળવું, ગીતો સંભાળવા, આંગળીથી ખંજવાળવું એ બધી વસ્તુ કાનને નુકશાન પહોંચાડે છે.

મિત્રો કાનમાં ખંજવાળ આવતી હોય કે કાનમાં મેલ જમા થઇ ગયો હોય અને તેને સાફ કરવા માટે ઈયરકેન્ડલનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ જે આપણા કાનને ખુબ જ નુકશાન પહોંચાડે છે.  ન્યુયોર્કમાં એક શોધ કરવામાં આવી કે જો કોઈ પણવસ્તુ દ્વારા કાનની સફાઈ કરવામાં આવે તો પણ ગંભીર સમસ્યાઓ થાય છે. આવા પ્રયોગોથી કાનમાં બળતરા પણ થઇ શકે છે અને જો કાનમાંથી પૂરે પૂરો મેલ નીકળી જાય તો કાન સુકાઈ જાય છે. જેનાથી તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થઇ શકે છે.ઈયરફોનથી તેજ અવાજમાં સંગીત સાંભળવાની લગભગ યુવાનોને ટેવ હોય છે. શું મિત્રો તમે જાણો છો કે આવી રીતે સંગીત સાંભળવાથી તમે બહેરા પણ થઇ શકો છે. મિત્રો અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીફેન્સની માન્યતા અનુસાર અમેરિકામાં 20 વર્ષની ઉમરમાં 15% લોકો બહેરાપણાના શિકાર થઇ જાય છે. તેનું કારણ છે તેજ અવાજમાં ઈયરફોનથી સંગીત સાંભળવું.મિત્રો ભારતીય પત્રિકા ઓક્ટોલોજીમાં છપાયેલું છે કે બહેરાપણા માટે સૌથી મોટું જવાબદાર કારણ હોય તો ઈયરફોન અને મોબાઈલ છે. અને અત્યારના સમયમાં મોટા હોય કે નાના બધા જ લોકો મોબાઈલ ઈયરફોનનો ઉપયોગ ખુબ જ વધારે પ્રમાણમાં કરે છે.મિત્રો તમને જ્યારે પણ કાનમાં ખંજવાળ આવે ત્યારે તમે આંગળી કાનમાં નાખીને ખંજવાળતા હોવ છો. તેનાથી ભલે રાહત મળતી હોય પણ એ તમારા કાનને નુકશાન પહોંચાડે છે. આપણી આંગળીના નખમાં બેક્ટેરિયા હોય છે એ તમારા કાનમાં પહોંચે છે. જો કોઈપણ વ્યક્તિને ડાયાબીટીસ છે અને તે આંગળીથી કાનમાં ખંજવાળતા હોવ તો તેને વધારે નુકશાન થવાની સંભાવના રહે છે.

મિત્રો  કાનમાં દુઃખાવો રહેતો હોય તો આપણે મોટા ભાગે ઘરેલું ઉપચાર અપનાવતા હોઈએ છીએ. જેમ કે તમને કોઈ મોટા વ્યક્તિ તમને કહે કે લસણનો રસ નાખવથી કાનનો દુઃખાવો મટી શકે છે. તો મિત્રો આપણે આવા ઉપચારોથી આપણા કાનને વધારે નુકશાન પહોંચાડીએ છીએ. આવા ઘરેલું ઉપચાર ન કરવા જોઈએ અને સીધા ડોક્ટર પાસે જ જવું જોઈએ. ઘરેલું ઉપચાર કાન માટે ખતરનાક પણ સાબિત થઇ શકે છે. વધારે સમયથી દુઃખાવો થતો હોય તો કાનની સાંભળવાની ક્ષમતા પણ ઘટી જાય છે. ગળામાં કે મોઢામાં દુઃખાવો થતો હોય તો પણ કાનમાં દુઃખાવો થઇ શકે છે આ કોઈપણ પ્રકારની ગંભીર બીમારી પણ હોય શકે છે.

મિત્રો ઘણા લોકોની આદત હોય છે કે કાનમાં ગમે તે વસ્તુઓ નાખવી જેમ કે બોલપેન, પેન્સિલ, સેપ્ટીપીન જેવી પાતળી અને નક્કર વસ્તુઓ કાનમાં નાખીને ખંજવાળવાની ટેવ હોય છે. અને આ વસ્તુઓ નાખવાથી કાન ઘાયલ પણ થઇ શકે છે. જે ખુબ જ ખતરનાક છે. કાનના ચિકિત્સક પણ કાનમાં કોઈપણ વસ્તુ નાખવાની ના પડતા હોય છે અને દુઃખાવો થાય તો સહન કરવો જોઈએ. જો દુઃખાવો સહન ન થઈ શકે તેમ હોય તો તરત જ ડોક્ટર પાસે ચેકપ કરાવવા માટે જવું જોઈએ. પરંતુ કોઈ પણ આડીઅવળી વસ્તુને કાનમાં ન નાખવી જોઈએ. ઘણા લોકોને કાનમાં કઈક થાય છે તો તે દરેક વસ્તુ માટે લસણનું તેલ કે લીમડાનું તેલ નાખતા હોય છે. હા, એક વસ્તુ સાચી કે અમુક વસ્તુ માટે તે તેલ સારું પણ કાનમાં થતી દરેક વસ્તુ માટે આ કામ નથી આપતું ક્યારેક તમને આ વસ્તુ નુકશાન પણ પહોચાડી દે છે. કાનને યોગ્ય રીતે સાચવવા હોય તો પ્રદુષણ વાળી જગ્યાએથી દુર રહેવું, ઉપરાંત આજકાલ લોકો બાઈક કે બસમાં જતા હોય તો એમ જ કાનની કોઈ સેફટી વગર જ જતા હોય છે, પણ એમ ના કરો બાઈક પર જાવ ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરો કેમ કે તેનાથી કાનમાં હવા જતી નથી અને બસ કે એવ કોઈ વાહનમાં બેસો ત્યારે તમે કાન પર રૂમાલ કે સ્કાર્ફ જેવી વસ્તુઓ બાંધી લો જેથી તે કાનમાં હવા ના ઘુસવા દે. ઉપરથી જયારે તમે રોડ પર જતા હોય ત્યારે હોર્ન પણ જરૂર હોય ત્યારે જ મારવા. કેમ કે તેનાથી પણ કાનના પડદા અને સંભાળવાની શક્તિને નુકશાન પહોચે છે.

રાત્રે સુવો ત્યારે થોડી વાર શાંતિ વાળી જગ્યા હોય ત્યાં ધ્યાન ધરવું કેમ કે તેનાથી કાનને ઘણો ફાયદાઓ થાય છે. ઉપરથી કાનની સંભાળવાની ક્ષમતા પણ ઘણી વધી જશે. મિત્રો આ હતો આજનો જરૂરી વિષય કે કાનની  કેવી રીતે કાળજી રાખવી અને સાળસંભાળ લેવી..

Leave a Comment