જાણો ઈયરફોન વાપરવાથી કેટલા સમયમાં થઇ શકો છો તમે બહેરા, આ લેખ તમામ યુવાનો સુધી પહોચાડો..

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🎧 ઈયરફોન તથા હેડફોનના વધારે પડતા ઉપયોગથી થઇ શકે છે સમસ્યાઓ…… 🎧

 Image Source :

🎧 મિત્રો તમારી આસપાસ તમે તેવા યુવાનો તો જોયા જ હશે જે સતત કાનમાં ઈયરફોન લગાવીને ફરતા હોય છે. કદાચ તમે પણ એવું ક્યારેક કરતા હશો.

પરંતુ શું તમે જાણો છો, કે કાનમાં ઈયરફોન લગાવી વધારે વોલ્યુમ કરી ગીતો સંભાળવાથી થઇ શકે છે તમને નુંકશાન. આજે દરેક યુવાનોની આવશ્યકતા છે ઈયરફોન. દરેકના હાથના ઈયરફોન તો દેખાશે જ એટલું નહિ ઈયરફોનની દીવાનગી એટલી હદે વધી જાય છે. કે યુવા વર્ગ ચાલતા, બેસતા, તેમજ સુતી વખતે પણ ઈયરફોન સાથે જ  રાખતા હોય છે.

 Image Source :

🎧 પરંતુ તે લોકો આ વાતથી અજાણ છે. વધારે પડતો ઈયરફોનનો ઉપયોગ બનાવી શકે છે તેમને બહેરા. એટલું જ નહિ પણ અન્ય કાન સંબંધી સમસ્યાઓને પણ આમંત્રણ આપી શકે છે. માટે વધુ પડતા ઈયરફોનના ઉપયોગ પહેલા તેના નુંકશાન વિશે અવશ્ય જાણકારી મેળવી લેવી. જેથી સમસ્યાથી બચવા માટે સાવચેતી વર્તી શકાય.

 Image Source :

🎧 ઈયરફોનથી કાન ખરાબ થવાની સમસ્યાઓ થાય છે. અને રસ્તા પર ઈયરફોનના ઉપયોગથી થનારી દુર્ઘટના વિશે તો તમે સાંભળ્યું જ હશે. ઈયરફોનના સતત ઉપયોગથી તમારી શ્રવણ ક્ષમતા ૪૦ થી ૫૦ ડેસીમલ સુધી ઘટી જાય છે.

🎧 સામાન્ય રીતે કાનની સહન શક્તિ ૬૫ ડેસીમલની જ હોય છે. પરંતુ ઈયરફોન પર જો ૯૦ ડેસીમલની ધ્વની જો ૪૦ કલાકથી વધારે સંભાળવામાં આવે તો કાનની નસ સંપૂર્ણ રીતે ડેડ થઇ શકે છે.

 Image Source :
🎧 ડોકટરના કહ્યા પ્રમાણે ઈયરફોનના વધારે ઉપયોગથી અનેક પ્રકારની સમસ્યા થઇ શકે છે. જેના કાનમાં અવાજ સંભળાવો, ચક્કર આવવા, ઊંઘ ન આવવી, માથા તથા કાનમાં દુઃખાવો થવો વગેરે. તો આ લેખ દ્વારા જાણો લાંબો સમય ઈયરફોન તથા હેડફોનનો ઉપયોગ કરવાથી ક્યાં ક્યાં નુંકશાન થાય છે.

 Image Source :
🎧 થઇ શકે છે શ્રવણશક્તિ સમાપ્ત. લગભગ દરેક ઈયરફોનમાં હોય છે કે તેમાં ઉચ્ચ ડેસીમલ સાઉન્ડ વેવ્સ હોય છે. જેમાં ઉપયોગથી તમે તમારી શ્રવણ શક્તિ હંમેશને માટે ખોઈ બેસો તેવી પરિસ્થિતિ પણ સર્જાય શકે છે. જો તમે ૯૦ ડેસીમલ કે તેથી વધારે અવાજમાં ગીતો સાંભળો છો તો તમારા કાનને ગંભીર નુંકશાન થઇ શકે છે. માટે ગીતો વધારે ન સાંભળવા. ઈયરફોન મારફતે અને જો સાંભળો તો થોડા થોડા અંતરે બ્રેક લેતા રહેવું. આ સાથે અવાજ પણ મીડીયમ રાખવો.

 Image Source :
🎧 થઇ શકે છે મુશ્કેલી હવા પસાર થવાની. આજકાલ એવી ઉંચી ગુણવત્તા વાળા હેડફોન આવી ગયા છે. જેનો ઉપયોગ તેમને તમારા કાનની ખુબ જ નજીક રહેલા ઈયર ડ્રમની નજીક રાખે છે. તેનાથી ભલે તમને મ્યુઝીક સંભાળવાનો એક અદ્દ્ભુદ અનુભવ અને ખુશી મળે પરંતુ તેના લાંબા સમયના ઉપયોગથી તમારા કાનમાં હવાનો પ્રવાહ નથી થઇ શકતો. જેનાથી કાનમાં સંક્રમણ તો થાય જ છે. પરંતુ તે સાથે શ્રાવણ શક્તિથી પણ હાથ ધોઈ બેસો છો.

 Image Source :
🎧 કાનમાં થઇ શકે છે ઇન્ફેકશન. વધારે પડતો સમય  ઈયરફોનના ઉપયોગથી તમારા કાનનું ઇન્ફેકશન બીજા લોકોમાં ફેલાય છે. તેવી જ રીતે તમારા કાનમાં પણ એક જ ઈયરફોનનો ઉપયોગ જ્યારે ઘરના અલગ અલગ સભ્યો કરતા હોય ત્યારે કાનનું ઇન્ફેકશન ફેલાય છે. માટે જો તમે કોઈ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ઈયરફોન ઉપયોગ કરો છો ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં લેવી. તેને ઉપયોગમાં લેતા પહેલા તેને સેનીટાઈઝરથી સાફ કરી લો ત્યાર બાદ જ તેનો ઉપયોગ કરવો.

 Image Source :
🎧 ઈયરફોનમાં ઉચ્ચ માત્રામાં સંગીત સાંભળવાથી કાનમાં દુઃખાવો થવાની સંભાવના રહે છે. તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી માત્ર કાનમાં જ નહિ પરંતુ તેની આસપાસના ભાગ પર પણ દુઃખાવો અનુભવાય છે.

🎧 કાન સુન્ન થઇ જાય છે. લાંબા સમય સુધી કાનમાં ઈયરફોનનો ઉપયોગ કરવાથી તમારા કાન સુન્ન થવાની સંભાવના પણ છે. ત્યાર બાદ ધીમે ધીમે સંભાળવાની શક્તિ પણ તમારા કાન ગુમાવતા જાય છે.

 Image Source :
🎧 મગજ પર પડે છે ખરાબ અસર. તમારું મગજ પણ ઈયરફોન અને હેડફોનથી  ખુબ જ પ્રભાવિત થાય છે. તમારા હેડફોનમાંથી નીકળવી વિદ્યુત ચુંબકીય તરંગો તમારા મગજને ગંભીર નુંકશાન પહોંચાડે છે. કારણ કે ઈયરફોન તમારા કાનના અંદરના ભાગના સંપર્કમાં આવે છે જે તમારા મગજને નુંકશાન પહોંચાડી શકે છે. તેનાથી પેદા થઇ શકે છે માનસિક સમસ્યાઓ.

 Image Source :
🎧 ઈયરફોનના વધારે પડતા યુઝ્થી ઘણા પ્રકારના ગંભીર પરિણામોનો સામનો કરવો પડે છે. તમે પૂરી દુનિયાથી ડીસકનેક્ટ થઇ જાઓ છો. જ્યારે તેમે તેનો ઉપયોગ કરી રહ્યા હોય. આજકાલ રસ્તા પર ઘણી દુર્ઘટના પાછળનું એક કારણ ઈયરફોનનો ઉપયોગ પણ છે. તેથી ખાસ કરીને બહાર જતા સમયે રસ્તા પર કે તેની આસપાસ ઈયરફોનનો ઉપયોગ ટાળવો.

 Image Source :
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

4 thoughts on “જાણો ઈયરફોન વાપરવાથી કેટલા સમયમાં થઇ શકો છો તમે બહેરા, આ લેખ તમામ યુવાનો સુધી પહોચાડો..”

Leave a Comment