દહીં સાથે ભૂલથી પણ ન ખાતા આ 3 વસ્તુ, નહિ તો થઈ શકે આવા ગંભીર રોગો… જાણી નહિ આવે વિશ્વાસ…

મિત્રો દહીં એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેવાની સાથે તમે અનેક બીમારી સામે પણ રક્ષણ મેળવી શકો છો. પરંતુ આપણે ઘણી વખત અમુક વસ્તુઓ સાથે ન ખાવાની વસ્તુ ખાઈએ છીએ તો તમારું સ્વાસ્થ્ય સુધરવાને બદલે વધારે બગડી શકે છે. આવું જ દહીંની સાથે થાય છે. આથી તમારે દહીંની સાથી કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

ઉનાળાની ઋતુમાં દહીં ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં વિટામીન, કેલ્શિયમ, અને પ્રોટીનની માત્રા ભરપુર માત્રામાં રહેલી છે. આ બધું મળીને શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે, નિયમિત રૂપે દહીં ખાવાથી ડાઈજેશન સીસ્ટમ સારી બને છે.દહીંનો ઉપયોગ વાળ અને ત્વચા માટે પણ કરવામાં આવે છે. તેનાથી ઘણા પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. તેમજ કોઈપણ ગ્રેવીનો સ્વાદ અને દેખાવ માટે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે દહીં ખાવું આમ તો તમારા સ્વાસ્થ્ય માટે સારું છે, પણ દહીને અમુક વસ્તુઓ સાથે ખાવાથી નુકશાન પણ થઇ શકે છે. ઘણી વસ્તુઓ એવી હોય છે, જેને દહીંની સાથે ખાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે. ચાલો તો આ વસ્તુઓ વિશે જાણી લઈએ.

 દહીં અને ડુંગળી:- ઉનાળામાં આપણા વડીલો ડુંગળી ખાવાની સલાહ આપે છે. ઉનાળામાં ડુંગળી ખાવાથી લૂ થી બચી શકાય છે. જયારે ઘણા લોકો ડુંગળી અને દહીનું સેવન એક સાથે કરે છે. જો તમે પણ એ લોકો માંથી એક છો તો તમારે તરત જ તમારી આદતને બદલી નાખવી જોઈએ. વાસ્તવમાં દહીં શરીરને ઠંડક પહોચાડે છે, અને ડુંગળીની તાસીર ગરમ હોય છે. એવામાં ડુંગળી અને દહીંનું સેવન એકસાથે કરવામાં આવે તો આપણા શરીરને નુકશાન થઇ શકે છે.

દહીં અને માછલી:- એવું કહેવામાં આવે છે કે માછલી ખાવાથી આંખને લગતી સમસ્યાઓ દુર થાય છે. જો કોઈ વ્યક્તિ દહીંની સાથે માછલી ખાય  છે તો તે તેના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. દહીં અને માછલીનું સેવન એકસાથે ક્યારેય ન કરવું જોઈએ. જો તમે માછલી ખાવ છો તો તોત એ સમયે ભૂલથી પણ દહીં ન ખાવ. દહીં અને માછલી ને એકસાથે ખાવાથી પેટ ને લગતી સમસ્યાઓ થઇ શકે છે.દહીં અને કેરી:- કેરી એ ઉનાળામાં આવતું એક મૌસમી ફળ છે. જેને લગભગ દરેક લોકો પસંદ કરે છે. કેરીને દહીંની સાથે ક્યારેય ન ખાવું જોઈએ. કારણ કે દહીં અને કેરીની તાસીર એકબીજા કરતા ઘણી જુદી હોય છે.

આ કારણે તે અપચો અને પેટ સંબંધિત રોગોને જન્મ આપે છે. દહીં અને કેરીને એકસાથે ખાવાથી ત્વચાને લગતા રોગો પણ ઉત્પન્ન થઇ શકે છે. આમ જો તમે દહીં અન એકેરીને એકસાથે ખાવ છો તો તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. આથી ક્યારેય પણ વિરુદ્ધ તાસીર ધરાવતી વસ્તુ એકસાથે ન ખાવી જોઈએ. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment