મિત્રો સ્નાન કરવું એ દરેક વ્યક્તિનો રોજિંદુ કામ છે. સવારે બ્રશ, આદિ કર્યા પછી સ્નાન કરવું એ એક સ્વાભાવિક વાત છે. અને સ્નાન કર્યા પછી પૂજા કે ભગવાન ને નમન કરવું એ પણ સામાન્ય વાત છે. પણ ઘણી વખત મિત્રો ઘણા લોકો એવી ભૂલો કરે છે જે તેમણે સ્નાન કર્યા પછી ન કરવી જોઈએ. જો કે આવી ભૂલો અજાણતા જ થતી હોય છે. પણ જો તમને આ ભૂલો વિશે કશું ખ્યાલ ન હોય તો આજે જ તેના વિશે જાણીને આ ભૂલો સુધારી લો.
શું તમને ક્યારેય એ વાતનો ખ્યાલ નથી આવતો કે ઘણા લોકો લાંબી ઉંમર સુધી સદા જવાન જ દેખાઈ છે. જયારે ઘણા લોકો ઉંમર પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે. જો કે વૃદ્ધ દેખાવામાં અને તમારી ઉંમર સાથે કોઈ સંબંધ નથી. ઘણા લોકો સારી આદતો અપનાવે છે, અને તેઓ લાંબા સમય સુધી પોતાની જવાની જાળવી રાખે છે. વ્યક્તિ વૃદ્ધ છે કે નહિ, તેનો ખ્યાલ તેની સ્કીન અને વાળના આધારે નક્કી થઈ શકે છે. જો તમે પોતાની સ્કીન અને વાળની દેખભાળ નહિ કરો તો સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગશો.
દરરોજ સ્નાન કર્યા પછી ઘણા લોકો એવી ભૂલો કરે છે કે જેની અસર તેની ત્વચા અને વાળ બંને પર પડે છે. આ ભૂલોને કારણે તેઓ સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે. જયારે ઘણા લોકો 40-45 વર્ષની ઉંમરે વૃદ્ધ દેખાવા લાગે છે. આ સામાન્ય આદતો છે, જેને બદલી શકાય છે. આથી આજે અમે તમને જણાવીશું એવી ઘણી ખાસ આદતો, જેને બદલીને લાંબા સમય સુધી તમે જવાન દેખાઈ શકો છો.
સાબુ :
જો તમે સ્નાન કરતી વખતે પોતાના ચહેરા અને વાળમાં સાબુ લગાવો છો, તો તેનાથી તમારા વાળ અને ચહેરા પર ખરાબ પ્રભાવ પડે છે. સામાન્ય સાબી ખુબ જ સાધારણ હોય છે, અને ચહેરાની ત્વચા ખુબ જ સંવેદનશીલ હોય છે. આથી સ્નાન કરતી વખતે તમારે અન્ય અંગો પર તો સાબુ લગાડવાનો છે, પણ ચહેરા અને વાળ પર સાબુ નથી લગાવવાનો.
ચહેરાને ધોવા માટે ફેસવોશ છે, જેને ખાસ ચહેરાની ત્વચા માટે બનાવવામાં આવ્યું છે. અને વાળનને ધોવા માટે શેમ્પુ છે. જયારે કેટલાક વિશેષ મોઈશ્ચારાઈઝ વાળા સાબુ છે જે લાઈટ અને ક્રીમી છે. તેને તમે ચહેરા પર લગાવી શકો છો. પણ બીજા સામાન્ય સાબુ ચહેરા પર લગાવવાથી ત્વચા ડ્રાઈ થાય છે. અને ચહેરા પર કરચલીઓ પડે છે.
ટુવાલ:
ચહેરા ને વાળને સાફ કરવા માટે તમે જુના ટુવાલ નો ઉપયોગ કરો છો તો તેનાથી સ્કીન ડેમેજ થાય છે. તમારી આ ભૂલ લાંબા સમય પછી ખુબ ખરાબ અસર કરી શકે છે. ચહેરા પરની સેસેવીટી અને નાજુક ત્વચા પર પાણીથી સાફ કર્યા પછી હંમેશા સોફ્ટ ટુવાલ નો ઉપયોગ કરવો જોઈએ. જો તમારો ટુવાલ ખરાબ થઈ ગયો છે તો સારું રહેશે કે તમે નવો ટુવાલ લઇ લો. આવી રીતે વાળને પણ સખ્ત ટુવાલ થી સાફ ન કરવા જોઈએ. આમ કરવાથી વાળ અને ચહેરા ની સ્કીન ને નુકસાન થાય છે.
મોઈશ્રારાઈજર:
જેમ કે પહેલ કહ્યું તેમ સાબુ તમારી સ્કીન માટે સારો નથી. પણ શરીરની સફાઈ માટે તેનાથી સ્નાન કરવું પણ જરૂરી છે. એવા જો સ્નાન કર્યા પહચી તરત પોતાના આખા શરીર પર બોડી લોશન લગાડવું ન જોઈએ. તેનાથી તમારી ત્વચા ડ્રાઈ થઈ જશે. તેમાં સફેદ તિરાડ દેખાવા લાગશે. જો તમે દરરોજ ત્વચાની આવી હાલત કરશો તો ત્વચા ઢીલી થઈ જશે. અને તમે વૃદ્ધ દેખાવા લાગશો. સ્નાન કર્યા પછી પાણી સુકાયા બાદ પછી લોશનનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ લોશનનો પ્રયોગ રાત્રે સૂતા પહેલા કરવો જોઈએ.
વાળમાં તેલ :
એક એવી ભૂલ જે અક્સર લોકો કરે છે. વાળ ભલે નિર્જીવ હોય પણ તે શરીરનું એક અંગ છે. અને તેને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહાર ની જરૂર છે. જો તમે વાળમાં હેયર જેલ, હેયર ક્રીમ લગાવો છો પણ ક્યારેય તેલ નથી નાખતા તો તમારા વાળ જલ્દી જ ડેમેજ થઈ જાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછુ એક થી બે વખત તેલ નાખીને મસાજ કરવી જોઈએ. આ માટે કેમિકલ યુક્ત હેયર ઓઈલ ની જગ્યાએ નેચરલ હેયર ઓઈલ, કોકોનટ ઓઈલ, બદામ ઓઈલ, તલનું તેલ, એરંડિયું, વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી વાળને પોષણ મળશે.
ભીના વાળને કંધી કરવી :
વાળને તમને જવાન દેખાવમાં ઘણી મદદ કરે છે. જો તમારા વાળ જલ્દી ખરાબ થઈ જાય તો તમને જલ્દી વૃદ્ધ દેખાવા લાગશો. ઘણી વખત આપણને નાનપણ થી ખોટી આદતો શીખવાડવામાં આવે છે. જેના કારણે આપણે મોટા થતા વાળને ઘણું નુકસાન કરીએ છીએ. એક ભૂલ એ છે કે ઘણી વખત લોકો વાળને ઝટકો આપીને સૂકવે છે. અને થોડા ભીના વાળમાં દાંતિયો ફેરવે છે. આ આદતો વાળને ખરાબ કરે છે. અને વાળ જલ્દી ખરવા લાગે છે. આથી તમારે વાળને હંમેશા સારી રીતે સુકવીને દાંતિયો ફેરવવો જોઈએ.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી