આ શાકભાજીને ફ્રિજમાં મુકવાની ભૂલ ક્યારેય ન કરવી જોઇએ, નહિ તો ફાયદાને બદલે શરીરને થશે નુકશાન… આ 2 વસ્તુ 99% મહિલાઓ રોજ મુકે છે…

આપણી ટેવ એવી છે કે આપણે ફ્રીજની અંદર બધી જ શાકભાજી મુકીએ છીએ. પણ તમને ખબર છે કે અમુક શાકભાજીને ફ્રીજ માં મુકવાથી તમને નુકશાન થઇ શકે છે. તમારૂ સ્વાસ્થ્ય બગડી શકે છે. જો કે ફ્રીજમાં શાકભાજી મુકવાથી શાકભાજી સારી રહે છે. પણ અમુક શાકભાજી મુકવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થાય છે. આથી તમારે પોતાની તંદુરસ્તી સારી રાખવા માટે થોડી સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. 

શાકભાજી અથવા ફળોને ફ્રેશ રાખવા માટે સામાન્ય રીતે લોકો ફ્રિજનો ઉપયોગ કરે છે. જે લોકો પાસે દરરોજ શાકભાજી-ફળ લાવવાનો સમય રહેતો નથી તે લોકો ફ્રીજમાં લાવીને તેને સ્ટોર કરી લે છે. ફ્રીજમાં આ વસ્તુઓ લાંબા સમય સુધી ફ્રેશ રહી શકે છે. પરંતુ એક્સપર્ટનું એ પણ કહેવું છે કે, અમુક ફળ અને શાકભાજીને ફ્રીજમાં રાખવાથી બચવું જોઈએ. જો તેને ફ્રીજમાં રાખવામા આવે તો, તે ફૂડ પોઇઝનિંગનું કારણ પણ બની શકે છે. તો આવો તે શાકભાજી વિષે જાણી લો, જેને ફ્રીજમાં ન રાખવા જોઈએ.

1 ) કાકડી :- તમે કાકડીનું સેવન કરતા હશો તેમજ તેમાંથી પોષક તત્વો પણ તમને મળે છે. કાકડીને સામાન્ય રીતે શાકભાજી ગણવામાં આવે છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્ડ એનવાયર્નમેંટલ સાયંસિસ મુજબ, જો કાકડીને 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ત્રણ દિવસથી વધારે સમય સુધી રાખવામા આવે છે તો તે ઝડપથી સડવા લાગે છે. માટે કાકડીને ફ્રીજમાં રાખવાથી બચવું જોઈએ. ફ્રીજમાં રાખવાને બદલે તેને તડકાથી દૂર નોર્મલ જગ્યાએ રાખવી. 

વિશેષજ્ઞના મત મુજબ, કાકડીને એવોકાડો, ટામેટાં અથવા ખરબુજા જેવા ફળો પાસે પણ ન રાખવી જોઈએ. એવું એ માટે છે કારણ કે એવા ફળ પાકે ત્યારે એથલીન ગેસ છોડે છે અને કાકડી આ ગેસના સંપર્કમાં આવવાથી જલ્દી પીળી પડી શકે છે. જોકે આ ગેસ હાનિકારક હોતો નથી પરંતુ ફળ કે શાકભાજીને ઝડપથી પકવે છે.

2 ) ટમેટાં :- ટમેટા પાસે પણ કાકડીને ક્યારેય રાખવી ન જોઈએ. તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. વિશેષજ્ઞના મત મુજબ, ટમેટાંને પણ હંમેશા રૂમના તાપમાને જ સ્ટોર કરવા જોઈએ. ફ્રિજમાં રાખવાથ ટમેટાંનો સ્વાદ, બનાવટ અને સુગંધ અસરકારક થાય છે માટે ટમેટાંને ઠંડી અને અંધારી જગ્યાએ સૂર્યના તાપથી દૂર રાખવા જોઈએ. બારીમાંથી આવતી ગરમ કિરણો ટમેટાંને પકવવાની પ્રોસેસ ઝડપી બનાવે છે. ફ્રીજમાં રાખેલ ટમેટાંની તુલનાએ ફ્રિજની બહાર રાખેલ ટામેટાં એક અઠવાડિયાથી વધુ સારા રહેવાની સંભાવના હોય છે. 

3 ) ડુંગળી :- નેશનલ પ્યાઝ આસોશિએશનના મત મુજબ, ડુંગળીને ઠંડા, સૂકા, અંધારા અને સરખા હવાદાર રૂમમાં રાખવી જોઈએ. એવું એ માટે કારણ કે ડુંગળી સરળતાથી ભેજ અવશોષિત કરે છે. જો તાપમાન કે આદ્રતા ખૂબ વધારે હોય તો, ડુંગળી અંકુરિત થવાનું કે સડવાનું શરૂ કરી દે છે. જો ડુંગળીને ઠંડા રૂમના તાપમાને રાખવામા આવે તો ડુંગળી 2 મહિનાથી પણ વધુ સારી રહી શકે છે.4 ) બટેટા :- કાચા બટેટાને ખૂલામાં એક ટોપલીમાં રાખવા સૌથી સારું ગણવામાં આવે છે. તેને ફ્રીજમાં રાખવાથી બચવું. ઠંડુ તાપમાન કાચા બટેટામાં જોવા મળતા સ્ટાર્ચયુક્ત કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેડને બદલી નાખે છે અને રસોઈ બનાવતી વખતે તેનો સ્વાદ મીઠો થઈ જાય છે. માટે તેને ફ્રીજમાં રાખવાથી બચવું. હા શાક બનાવ્યા પછી તમે ચાહો તો તેને ફ્રીજમાં રાખી શકો છો. 

5 ) લસણ :- લસણને પણ ફ્રિજમાં ન રાખવું જોઈએ. કારણ કે તે પણ ખૂબ જલ્દી મોઈશ્ચર ઓબ્ઝર્વ કરે છે. માટે તેને પણ ડુંગળીની જેમ ઠંડી, શુષ્ક જગ્યાએ રાખવું જોઈએ. સાથે જ તેને હવાની જરૂર હોય છે માટે લસણને ક્યારેય થેલીમાં બંધ કરીને ન રાખવું. આમ બધી વસ્તુઓને ક્યારેય ફ્રીજમાં ન રાખવી જોઈએ. નહિ તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment