ધોનીની જગ્યાએ કાર્તિક ? આ છે શક્યતાઓ

૧૮ માર્ચ ૨૦૧૮ના રોજ શ્રીલંકા ખાતે રમાયેલ ત્રિકોણીય જંગમાં ઇન્ડિયા વિજેતા બન્યું હતું. આ વિજયની સાથે જ જો કોઈ નામ આખા ઇન્ડિયામાં ગુંજી રહ્યું હોય તો એ છે દિનેશ કાર્તિકનું.

ફાઈનલ મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા ૧૬૬-૮ નો સ્કોર નોંધાવ્યો. બાંગ્લાદેશ તરફથી સબીબ રહેમાને સૌથી વધુ ૭૭ રન બનાવ્યા, ઇન્ડિયા તરફથી યજુવેન્દ્ર ચાહલે ૩ અને ઉનડકટે ૨ વિકેટ ઝડપી હતી. ઇન્ડિયા જયારે બેટિંગમાં આવી ત્યારે રોહિત શર્માની ધમાકેદાર ઝડપી બેટિંગ જોતા એવું લાગતું હતું કે ઇન્ડિયા આસાનથી જીતી જશે પણ રોહિતની વિકેટ પડ્યા બાદ અંતિમ ઓવેરોમાં ઇન્ડિયા તરફથી  મનિષ પાંડે અને વિજય શંકર ધીમી બેટીંગ કરતા હતા ત્યારે ઇન્ડિયા પર હારનું વાદળ મંડરાઈ રહ્યું હતું.

ત્યાર બાદ ૧૯મી ઓવરના પ્રથમ બોલ પર દીનેશ કાર્તિકની બેટીંગની શરૂઆત થઈ ત્યારે ઇન્ડિયાને ૧૨ બોલમાં ૩૫ રન જેવો અશક્ય લાગતો પહાડ ચડવાનો હતો પણ દિનેશ કાર્તિકે તોફાની બેટિંગ કરી ૧૯મી ઓવરમાં ૨૨ રન અને ૨૦મી ઓવરમાં ૭ રન કરી ભારત માટે  ૯૯.૯૯% અશક્ય લાગતું કામ કરી બતાવ્યું. ભારત તરફથી દિનેશ કાર્તિક પહેલો ખેલાડી બન્યો કે જેને ટી-૨૦ માં છેલ્લા બોલ પર સિક્સ મારી મેચ જીતાવી હોય.

દિનેશ કાર્તિક ની આ તોફાની બેટિંગ ની ચર્ચા અખબારમાં, ટી.વી.પર, ફસબૂક, ટ્વીટર, વોટસ એપ જેવી તમામ મીડિયા જગતમાં થઇ રહી છે.

હવે પ્રશ્ન એ થાય છે કે શું ધોનીનું પત્તું દિનેશ કાર્તિકને લીધે કપાશે?

દિનેશ કાર્તિક ઇન્ડિયાનો નવો ફિનીશર બનશે?

તો ચાલો જોઈએ તે વિશેના કેટલાક કારણો જેનાથી ખબર પડશે કે ધોનીનું પત્તું કાર્તિક કાપી શકે છે કે નહિ.

 • કોહલી અને રવિ શાસ્ત્રી પહેલેથી જ ધોનીને લઈને ૨૦૧૯ના વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યા છે, એટલે કે ૨૦૧૯માં ધોનીનો વિકેટકીપર તરીકે એક મુખ્ય રોલ રહેશે.
 • પણ હાલમાં કાર્તિકે કરેલી બેટિંગ પરથી કાર્તિકના ચાહકોમાં ખાસ્સો વધારો થઇ ગયો છે.
 • ધોની ટીમ ઇન્ડિયામાં ફિનીશર તરીકે ઓળખાય છે પણ કાર્તિકનું ફિનીશર તરીકેનું નવું રૂપ જોઈ પૂરું ભારત તેનું ફેન બની ગયું છે, કેટલાકે તો ધોનીની જગ્યાએ કાર્તિકને રિપ્લેસ કરવાની વાતો પણ સાંભળી રહી છે.
 • પણ અનુભવની બાબત જોઈએ તો કાર્તિક કરતા ધોનીનું પલડું ભારે જણાય છે. સાથે સાથે ધોની એક બેસ્ટ કેપ્ટન પણ રહી ચુક્યો છે.
 • ધોનીના અનુભવનો પૂરો ફાયદો કોહલી તથા ભારતને વર્લ્ડકપમાં જોવા મળશે તેવી આશા બધાને છે.

ચાલો નીચેની બાબતો દ્વારા જાણીએ કે ૨૦૧૯ના ધોની ની જગ્યા એ કાર્તિક થઇ શકે કે નહિ.

૨૦૧૯માં મુખ્ય વિકેટકીપર તરીકે દીનેશ કાર્તિકને લેવામાં આવે તેવા સંજોગો.

 • ગઈ મેચમાં રમાયેલ કાર્તિકની ઇનિંગની દેશભરમાં ચર્ચા છે, તેના કારણે દિનેશ કાર્તિકના ચાહકોએ કાર્તિકને ટીમમાં લેવાની માંગ ઉઠી છે.
 • ધોનીજો હવે આવનારા સમયમાં આઉટ ઓફ ફોર્મ રહેશે તો કાર્તિક માટે માર્ગ મોકળો થઇ જશે.
 • હવે પછીની મેચોમાં ધોની ફિનીશર તરીકે ઢીલો લાગશે કે વિકેટ કિપર તરીકે પણ ફોર્મ કદાચ ના બતાવે તો દિનેશ કાર્તિકનો ધમાકેદાર પ્રવેશ થઇ શકે છે.
 • કાર્તિકની આમ તો કારકિર્દી નીચલા ઓર્ડરમાં બેટિંગ કરવાની જ રહી છે, જો હવે તે ઉપર ક્રમે આવે અને જોરદાર ફોર્મ બતાવે તો તેનું સ્થાન ટીમમાં નક્કી જ થઇ જાય, પછી ભલે તે બેટ્સમેન તરીકેનું હોય.
 • આવતી IPL ની સીઝનમાં જો કાર્તિક ધમાકેદાર પ્રદર્શન બતાવે તો ઇન્ડિયા ટીમના સિલેક્ટરો પર કાર્તિકને ટીમમાં લેવાનું દબાણ રહેશે.
 • જો બેટિંગની પીચ હોય તો બેટ્સમેન તરીકે કાર્તિકને ટીમમાં પહેલું સ્થાન અપાશે.
 • બેટિંગ ઓર્ડરમાં જો રોહિત, ધવન, મનીષ પાંડે, રાહુલ, કોહલી, ધોની, રહાણેમાંથી કોઈ જો આઉટ ઓફ ફોર્મ હશે તો કાર્તિકની ટીમમાં વાપસી પાક્કી જ સમજો.
 • ધમાકેદાર બેટિંગથી ૨૦૧૯ના વર્લ્ડકપના સિલેકશનમાં ધોની પછીના બીજા વિકેટકીપરમાં સેમસન અને શાહાથી કાર્તિક ઘણો આગળ નીકળી ગયો છે.

૨૦૧૯માં મુખ્ય વિકેટકીપર તરીકે ધોનીને જ લેવામાં આવે તેવા સંજોગો.

 • ધોની તેનું ફોર્મ ૨૦૧૯ના વર્લ્ડકપ સુધી જાળવી રાખે તો મુખ્ય વિકેટકીપર તરીકે ધોની જ રહી શકે છે.
 • ધોની પણ એક સફળ કેપ્ટન રહી ચુક્યો છે, તો પસંદગીકારોનું માનવું એમ છે કે ધોનીની પૂર્વ કેપ્ટન તરીકેની હાજરીથી કોહલી પર વધુ દબાણ આવતું નથી.
 • ધોનીનો અનુભવ પણ કાર્તિક કરતા વધુ છે, એટલે પસંદગીકારો ધોનીની તરફેણમાં વધુ રહે છે.
 • ધોનીને કાર્તિક કરતા વિદેશી ધરતી પર રમવાનો અનુભવ વધુ છે એટલે અનુભવનું પલડું ધોની તરફ ભારે છે.
 • IPL માં ધોની જો ધમાકેદાર પ્રદર્શન કરે તો ધોનીનું નિશ્વિત સ્થાન વધુ નિશ્વિત થઇ જશે.
 • ધોનીએ કેટલીય વખત હારતી ભારતીય ટીમને જીતના દ્વાર સુધી લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, એ આપણે ભૂલવું ના જોઈએ.

હવે બધાની નજર ૨૦૧૯ના વર્લ્ડ કપ પર છે. ત્યાં સુધીમાં હજી ઘણો સમય બાકી છે તો હજુ પણ કેટલાય ફેરફારો ટીમમાં આવશે, પણ કાર્તિકની આ તોફાની બેટિંગ ના લીધે ટીમમાં મહત્વનું સ્થાન ધરાવતા ધોનીનું સ્થાન પણ ડગમગી ગયું છે. આ જોતા જ ખબર પડે કે ક્રિકેટ ખરેખર અનિશ્વિતત્તાનો ખેલ છે.

વાચક મિત્રો, જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો આવા બીજા આર્ટીકલ માટે અમારૂ પેજ “ગુજરાતી ડાયરો” ને લાઇક કરો. અને જો તમને આ માહિતી ખરેખર ગમી હોય તો આર્ટીકલને શેર પણ કરી શકો છો. લેખ વાચવા માટે ધન્યવાદ. facebook.com/gujaratdayro

Leave a Comment