દિવસમાં ત્રણ વખત પીવો આ પાણી, ચરબી, વજન, મૌસમી રોગ અને કિડનીની બીમારીઓ થશે જળમૂળથી સાફ… જાણો પીવાનો સમય…

મિત્રો આપણે જાણીએ છીએ કે જયારે ઋતુ બદલાય છે ત્યારે તેની અસર આપણા શરીર પર થતી હોય છે. આથી ઋતુ મુજબ જો તમે અમુક વસ્તુઓનું સેવન કરો છો તો તમે તંદુરસ્ત રહી શકો છો. આજે અમે તમને એક એવા પાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના સેવનથી તમે ઋતુગત બીમારી, સ્થૂળતા અને કીડનીને લગતી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો. 

ઋતુગત બીમારીમાં થતા વાઇરલ તાવ, શરદી અને ઉધરસથી બચવા માટે ડિટોક્સ પાણી બનાવીને પીવું. આ પાણી ઋતુગત બીમારીથી બચાવે છે. આખા દિવસ દરમિયાન એક એક લિટરની ત્રણ બોટલ પાણીમાં એલોવેરા, કોથમીર, ફૂદીનો, મધ, લીંબુ અને વરિયાળી મિક્સ કરીને ડિટોક્સ પાણી પીવું. તે શરીરમાં વધતી ચરબી દૂર કરીને આખો દિવસ તમને ફ્રેશ અને એનર્જેટીક રાખે છે.સરખી માત્રામાં પાણી પીવાથી મેટાબોલીજ્મ વધે છે. માર્કેટમાં મળતા કેલોરી ડ્રિંકના બદલે ઘરમાં બનેલ જીરા, અજમો, કલોંજી, વરિયાળી અને મેથી દાણાનું પાણી બીમારીઓથી બચાવે છે. તેને દિવસમાં ત્રણ વખત પી શકાય છે. નેચરોપેથી પાસેથી જાણીએ તેને કઈ રીતે તૈયાર કરવું. 

સવારનું પાણી:- સવારની શરૂઆત એંટીબાયોટીક પાણીથી કરવી. તેમાં એક લિટર સામાન્ય પાણીમાં એક ચમચી વરિયાળી, કોથમરી, જીરું અને એલોવેરા મિક્સ કરીને આખી રાત પલાળવા મૂકી રાખવું. સવારે આ ડિટોક્સ પાણીમાં મધ મિક્સ કરીને ઘૂંટો ઘૂંટો કરીને પીવું. તેને પીવાથી કિડનીની સફાઈ થાય છે અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. તેમાં રહેલ એંટીઓક્સિડેંટ એન્ટિબાયોટિકની જેમ કાર્ય કરે છે. જીરાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. તે એન્ટિ ડિપ્રેશનનું કામ કરે છે અને વરિયાળી ડાઇઝેશનમાં સુધારો કરે છે. 

બપોરનું પાણી:- લંચના અડધો કલાક પહેલા એક ગ્લાસ પાણી પી શકાય છે. પરંતુ લંચ પછી લગભગ 45 થી 1 કલાક પછી જ પાણી પીવું જોઈએ. બપોરના પાણીને તૈયાર કરવા માટે એક લિટર પાણીમાં 10 થી 15 ફુદીના, કોથમરી, કાકડી અને એલોવેરાનું એક પીસ નાખીને હેલ્થી પાણી બનાવવું. આ પાણી રાત્રે બનાવીને રાખી શકાય છે અથવા સવારે ફ્રેશ પણ બનાવી શકાય છે. તે પ્રોટીન, મિનરલ્સ અને ફોલિક એસિડની ઉણપ દૂર કરે છે. સાંજનું પાણી:- સાંજના પાણીને બનાવવા માટે એક લિટર પાણીને ઉકાળો અને તેમાં એક થી દોઢ ઇંચ આદુંનો ટુકડો, ત્રણ ચાર લીંબુની છાલ, તુલસીના પાંદડા ઉકાળીને પાણી નોર્મલ થવા દેવું. પાણી નવશેકું થાય ત્યારે તેમાં 1 ચમચી તજ પાવડર મિક્સ કરો. આ પાણીને રાત્રે પીવું. તાવ, શરદી, ઉધરસ કે વાઇરલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ દૂર થાય છે. આમ તમે દિવસ દરમિયાન ત્રણ વખત આ પાણીનું સેવન કરો છો તો તમારું શરીર સ્વસ્થ રહે છે. સાથે તમને અન્ય ખતરનાક બીમારીઓ સામે રક્ષણ મળી રહે છે. તમે લાંબો સમય તંદુરસ્ત રહી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment