સાઉથના મશહુર હીરોનું આ કારણે થયું દુઃખદ નિધન, 46 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ… કારણ જાણીને વિશ્વાસ નહિ આવે…

કન્નડ સિનેમાના પાવર સ્ટાર કહેવાતા એક્ટર પુનીત રાજકુમારનું શુક્રવારના રોજ નિધન થઈ ગયું છે. આજે એટલે કે 29 ઓકટોબરના રોજ હાર્ટએટેક આવવાના કારણે તેને બેંગલોરની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેના નિધનની જાણકારી સામે આવી છે. એક્ટરે 46 વર્ષની ઉંમરમાં પોતાના અંતિમ શ્વાસ છોડ્યા છે. તેના નિધન બાદ આખા રાજ્યમાં રજા ઘોષિત કરવામાં આવી હતી. 

પુનીત રાજકુમારને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કર્યાની ખબર સામે આવી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો પહેલા તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો, ત્યાં બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જેને હાર્ટએટેક જણાવવામાં આવ્યો હતો.

પરંતુ હવે ક્રિકેટર વેંકટેશ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે તેમનું નિધન થઈ ગયું. જેમાં ક્રિકેટરે લખ્યું કે, ‘આ ખબર જણાવતા ખુબ જ દુઃખ થઈ રહ્યું છે કે, એક્ટર પુનીત રાજકુમાર હવે નથી રહ્યા. તેના પરિવાર, દોસ્તો અને ફેંસને મારી સંવેદના છે.’ તેની સાથે જ તેના ફેંસને પણ પ્રાર્થના છે કે તેઓ શાંતિ બનાવી રાખે અને તેના પરિવારને સહયોગ કરે. 

એક્ટરના નિધનની જાણકારી મળતાની સાથે જ તેના ચાહકોની ભીડ બેંગ્લોર હોસ્પિટલની બહાર પહોંચી ગઈ હતી. તેને પોતાના ચહિતાની એક ઝલક જોવા રાહ જોઈ રહ્યા હતા. 

એક્ટર પુનીતને ફેંસ તરફથી અપ્પુ બોલાવવામાં આવતા હતા. તેઓ લિજેન્ડ એક્ટર રાજકુમાર અને પર્વથમ્માં ના દીકરા છે. તેમને 29 થી પણ વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કરી હતી. તેઓને બેસ્ટ ચાઈલ્ડ આર્ટીસ્ટથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. તેની એક ફિલ્મનું નામ છે ‘Bettada Hoovu’, જેને 1985 માં રિલીઝ કરવામાં આવી હતી. એટલું જ નહિ તેને કર્ણાટક સ્ટેટ એવોર્ડમાં પણ બેસ્ટ ચાઈલ્ડ એવોર્ડ Chalisuva Modagalu અને Yeradu Nakshatragalu માં પોતાના પરફોર્મન્સ માટે જીત્યો હતો. 

પુનીત દેશભરમાં અપ્પુ ના નામથી 2002 માં ફેમસ થઈ ગયા. તેને આ નામ ફેંસ તરફથી આપવામાં આવ્યું છે. તેને છેલ્લા ફિલ્મ ‘Yuvarathnaa’ માં જોવામાં આવ્યા હતા. આ ફિલ્મને આ વર્ષે રિલીઝ કરવામાં આવી હતી. એક્ટર હોવાની સાથે તેઓ બે દીકરીના પિતા પણ હતા. 1999 માં તેમણે અશ્વિની સાથે લવ મેરેજ કર્યા હતા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment