વાહન ચાલકો માટે સરકારે આપી મોટી ભેટ, આટલા મહિના સુધી ડ્રાયવિંગ લાયસન્સ, RC બુક સહિત ડોક્યુમેન્ટની વેલિડિટી વધારી.

મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા લોકોને ઘણી બાબતોમાં રાહત આપવામાં આવી રહી છે. તો એક એવી જ રાહત સરકાર દ્વારા આપવામાં આવી છે. જેનાથી દરેક સામાન્ય લોકોને લાભ થશે. ચાલો તો જાણીએ સરકાર દ્વારા શું રાહત આપવામાં આવી છે.

જો તમારું ડ્રાયવિંગ લાયસન્સ અને વાહનનું રજીસ્ટ્રેશન એક્સપાયર્ડ થઈ ગયું છે અને તમે તેને અત્યાર સુધી રિન્યુ કરાવી નથી શક્યા તો તમારા માટે એક ખુશખબરી છે. ખરેખર કેન્દ્ર સરકારે કોરોના મહામારીના વધતા કેસને ધ્યાનમાં રાખતા ડ્રાયવિંગ લાયસન્સ, આર.સી. અને પરમિટ જેવા મોટર વાહન દસ્તાવેજોની વૈદ્યતા 30 જુન, 2021 સુધી વધારી દેવામાં આવી છે.સરકારે રાજ્યોને કર્યો આદેશ : સડક પરિવહન મંત્રાલય અને રાજ્યમાર્ગ મંત્રાલયએ રાજ્યો એડવાઇઝરી કરી રહી છે કે, 1 ફેબ્રુઆરી, 2020 ના એકસપાયર થયેલ ફિટનેસ, પરમિટ, ડ્રાયવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન અને અન્ય ડોક્યુમેન્ટ હવે 30 જુન 2021 સુધી વેલીડ છે. મંત્રાલયે એ પણ કહ્યું છે કે, તેનાથી સંબંધિત આ છેલ્લી એડવાઇઝરી છે અને રાજ્ય સરકારે આ એડવાઇઝરીને લાગુ કરી કેમ કે જનતાને કોઈ પ્રકારની પરેશાની ન થાય.

આ પહેલા પણ વધારવામાં આવી છે ડેડલાઈન : આ પહેલા પણ સરકારે 30 માર્ચ 2020, 9 જુન 2020 અને 27 ડિસેમ્બર 2020 ના મોટર વ્હીકલ્સ એક્ટ 1988 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ 1989 થી જોડાયેલા ડોક્યુમેન્ટની વેલિડિટીને વધારી હતી.આ કારણે સરકારે ડેડલાઈન વધારવાનો નિર્ણય લીધો : તમને જણાવી દઈએ કે કોરોના મહામારીને ફેલાતા રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. કેમ કે આ સમયે દેશમાં બધા શહેરોના RTO ઓફિસમાં ડ્રાયવિંગ લાયસન્સ, વાહન નોંધણી અને ફિટનેસ પ્રમાણપત્રના ઘણા બધા મામલા પેન્ડિંગ પડેલા છે.

તેવામાં રાજમાર્ગ મંત્રાલએ લોકોની પરેશાનીને ધ્યાનમાં રાખીને, ડ્રાયવિંગ લાયસન્સ, વાહન નોંધણી અને ફિટનેસ પ્રમાણપત્ર જેવા વાહનમાં મહત્વપૂર્ણ દસ્તાવેજોની વેલિડિટી 30 જુન 2021 સુધી વધારી દીધી છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment