કોરોનાએ ચિંતામાં કર્યો ફરી વધારો | 84 દિવસ બાદ ફરી વકર્યો, જાણો ક્યાં છે વધુ કેસો. 

કોવિડ – 19 હવે ફરી દેશમાં હાહાકાર મચાવવા લાગ્યો છે. તેનું સંક્રમણ બેકાબુ થતું જોવા મળી રહ્યું છે.રોજ કોરોના વાયરસના સંક્રમિત દર્દીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ આપણા દેશમાં 24 કલાકમાં લગભગ 25 હજાર કરતા વધુ કેસો સામે આવી ચુક્યા છે. 84 દિવસો બાદ ફરી કોરોનાના દર્દીઓની સંખ્યા 25 હજારનો આંક વટાવી ગયો છે. તેમાં વાત મહારાષ્ટ્રની કરવામાં આવે તો તેમાં સતત બીજા દિવસે 15 હજાર કરતા પણ વધુ કેસો સામે આવ્યા છે.

હાલ આપણા દેશમાં વેક્સીનેશન શરૂ છે, જેમાં કુલ 2.97 કરોડ ડોઝનું વેક્સીનેશન થયું છે. તેમજ છેલ્લા એક દિવસમાં 15.20 લાખ વેક્સીનના ડોઝ સુરક્ષા માટે આપવામાં આવ્યા છે. રવિવારના રોજ કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જરી કરવામાં આવેલ  આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકની અંદર આપણા દેશમાં 25,320 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સિવાય કોરોનાના કારણે  161 દર્દીઓના નિધન પણ થયા છે. તેમજ હવે દેશની અંદર સંક્રમિત સંખ્યા વધીને 1,13,59,048 થઈ ગઈ છે.કોરોના વાયરસની સામે લડીને 1 કરોડ, 9 લાખ, 89 હજાર  897 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. તેમજ 24 કલાકની અંદર 16,637 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ પણ કર્યા છે. હાલમાં 2,10,544 એક્ટિવ કેસો છે. જજો તેનો  મૃત્યુ આંક જોવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ  1,58,607 લોકોના અવસાન કોરોના વાયરસના કારણે થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા રવિવારના રોજ આંકડા જાહેર કર્યા તે અનુસાર, 13 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 22,67,03,641 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમજ શનિવારના રોજ 24 કલાકમાં 8,64,368 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સાથે જ ટેસ્ટિંગનો મોટો આંકડો સામે આવ્યો છે, જેમાં બે મહિનામાં 8 લાખ કરતા વધુ સેમ્પલ ટેસ્ટિંગ કર્યા છે.કોરોના વાયરસના ગુજરાતમાં 24 કલાકની અંદર 775 નવા કેસો નોંધાયા છે. જેમાં 579 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે. 24 કલાકની અંદર રાજ્યમાં કોવિડ – 19 ના કારણે બે દર્દીના અવસાન થયા છે. તેમજ આપણા રાજ્યમાં મૃત્યુઆંક 4422 થયો છે. રાજ્યમાં સજા થયેલા લોકોનો આંકડો 96.89% છે. તેમજ અત્યાર સુધીમાં 19,33,388 વ્યક્તિઓએ કોરોના વેક્સીનના પહેલો ડોઝ અને 4,87,135 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદના 187, સુરત 206 વડોદરા 104, રાજકોટ 77, આણંદ 23, મહેસાણા 21, ભરૂચ 20, ગાંધીનગર, જામનગર, ભાવનગર 16-16, છોટા ઉદેપુર, પંચમહાલ 14-14, પાટણ 13, ખેડા 10 સહીત કુલ 775 કેસો નોંધાયા છે. આજે બોટાદ, ડાંગ આ બે જીલ્લામાં કોરોના એક પણ કેસ સામે નથી આવ્યો.ગુજરાત રાજ્યમાં 24 કલાકની અંદર કોરોના વાયરસથી બે દર્દીના મૃત્યુ થયા છે. તેમાં એક અમદાવાદ અને બીજું સુરતમાં થયું છે. અમદાવાદ 138, સુરત 133, વડોદરા 90, રાજકોટ 79, આણંદ 25, જુનાગઢ 19, પંચમહાલ 16, ગાંધીનગર 9 સહીત  કુલ 579 દર્દીઓએ કોરોના વાયરસને માત આપી છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment