આ વસ્તુ તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને નહીં બનવા દે.. આજેજ ખાવાનું શરૂ કરો અને હાર્ટ એટેક ને કહો બાય બાય

મિત્રો આજે મોટાભાગના લોકોને આપણે જોઈએ છીએ કે તેઓ કોલેસ્ટ્રોલ થી પીડાતા હોય છે. આથી ઘણા લોકોને એમ પણ થાય છે કે તેણે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. કયું ફળ ખાવાથી તમે હેલ્દી રહી શકો છો અને કયું ફળ તમારા માટે અનહેલ્દી છે. આવા અનેક પ્રશ્ન તમને થતા હશે. તો આજે અમે તમને એવા 4 ફૂડસ વિશે જણાવીશું જે તમે કોલેસ્ટ્રોલ ની તકલીફ માં ખાઈ શકો છો. 

આજના સમયમાં મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલ ની તકલીફ પીડાય છે. કોલેસ્ટ્રોલ ના વધેલા પ્રમાણના કારણે સૌથી વધુ જે બીમારી નો ખતરો રહે છે  તે છે હાર્ટ એટેક. હાર્ટ એટેક સિવાય પણ શરીરને ઘણી સમસ્યા પણ થઈ શકે છે. પણ શરીરમાં કોલેસ્ટ્રોલ નું હોવું પણ જરૂરી માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકાર ના હોય છે. એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ અને એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલ. બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં ઘણી સમસ્યાઓને જન્મ આપે છે. કોલેસ્ટ્રોલ વધવાના ઘણા કારણો હોઈ શકે છે. ઘણી વખત બહારની વસ્તુઓ ખાવી, કસરત ન કરવી, તળેલું તીખું ખાવું, અને અનહેલ્દી લાઈફસ્ટાઈલ તેનું કારણ છે. આ સિવાય વારસાગત, વજન વધારો, અને સ્મોકિંગ પણ તેનું કારણ હોઈ શકે છે. 

કોલેસ્ટ્રોલ કે કંટ્રોલ કરવા માટે તમે પોતાની ડાઈટ માં ઘણા ફૂડ્સ સામલે કરી શકો છો. કોલેસ્ટ્રોલ નેઘરેલું ઉપાયો થી કંટ્રોલ કરી શકાય છે. આવો તમને એવા ફૂડ્સ વિશે જણાવી દઈએ જે તમારા કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવા માં મદદ કરશે. 

લસણ :લસણ ને કોલેસ્ટ્રોલ માટે ખુબ લાભદાયક માનવામાં આવે છે. લસણ માં એલીસીન નામનું તત્વ મળે છે, જે હાર્ટ ના આર્ટીજ્મ ને સાફ કરવાની સાથે બ્લડ પ્રેશર ને પણ નોર્મલ કરવામાં મદદ કરે છે. 

ઓટ્સ :ઓટ્સ ને તંદુરસ્તી માટે ખુબ લાભકારી માનવામાં આવે છે. ઓટ્સ ના સેવનથી કોલેસ્ટ્રોલ નું લેવલ નિયંત્રિત કરી શકાય છે. તેમાં ગ્લુકોન, નામનું તત્વ મળે છે જે આંતરડા ની સફાઈ કરવામાં અને કોલેસ્ટ્રોલ એ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

ડુંગળી :જો કે ડુંગળીનો ઉપયોગ રસોઈને ટેસ્ટી બનાવવા માટે કરવામાં આવે છે. પણ ડુંગળી માત્ર સ્વાદ માટે જ નહિ પણ તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. લાલ ડુંગળી ના સેવન થી કોલેસ્ટ્રોલ નું લેવલ નિયંત્રિત કરી શકાય છે. 

અખરોટ :અખરોટ એક એવું ડ્રાયફ્રૂટ છે જે પોષણ ગુણોથી ભરપુર છે. અખરોટ મગજ માટે સૌથી સારું છે. અખરોટના સેવનથી કોલેસ્ટ્રોલ નું લેવલ નિયંત્રિત કરી શકાય છે. આ સિવાય અખરોટ હાર્ટ માટે પણ લાભકારી છે. 

તો મિત્રો આ હતી કોલેસ્ટ્રોલથી બચવા ની માહિતી.. આ બધી વસ્તુ તમે રોજિંદા જીવનમાં ખાવા નું શરૂ કરો એટલે પછી કોલેસ્ટ્રોલ ક્યારેય નહીં વધે .. પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખજો કે કોલેસ્ટ્રોલ શેનાથી વધે છે? એવા ફૂડ ન ખાતા જે રાતો રાત તમારું કોલેસ્ટ્રોલ વધારી દે.. એ માહિતી તમારે જોઈતી હોય તો કોમેન્ટ માં part – 2 લખજો અમે એના પર આર્ટિકલ બનાવીશું.. જય શ્રી કૃષ્ણ

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment