પ્રેગ્નેન્સીમાં કબજિયાત દૂર કરવા લેવાતા ચૂર્ણ કે દવાઓ કેટલા સુરક્ષિત? જાણો ચૂર્ણ અથવા ગોળી લેવાથી બાળકને થતા નુકસાન વિશે

દરેક મહિલા માટે માતા બનવું કોઈ સપનાથી ઓછું નથી, પરંતુ  પ્રેગનેન્સીમાં શરૂઆતના દિવસોથી જ ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ જાય છે, અને તેમાં કબજિયાત સૌથી સામાન્ય બાબત છે. આ મહિલાઓનું પાચનતંત્ર ખૂબ જ કમજોર થઈ જાય છે અને જેના કારણે પ્રેગનેટ મહિલાઓ ને કબજિયાતની સમસ્યા ઊભી થાય છે. પોતાના ભોજનમાં ફાઇબર અને પાણીની માત્રા વધારીને અથવા થોડું ઘણું એક્ટીવ રહીને કબજિયાતને દૂર કરી શકાય છે. તો બીજી બાજુ ડોક્ટર રેચક દવાઓ એટલે કે પેટ સાફ કરનાર દવાઓ તથા ચૂર્ણ વગેરે લખી આપે છે.

ગર્ભવતી મહિલાઓ આ નાજુક સમયમાં રેચક દવાઓ લેતા પહેલાં એ જાણી લેવું જોઈએ કે આ દવાઓ તેમની માટે સુરક્ષિત છે કે નહીં.

 પ્રેગનેન્સીમાં રેચક દવાઓનું સેવન

રેચક દવાઓ ને લેક્સેટીવ પણ કહેવામાં આવે છે. આ દવાઓ મળને પાતળું કરીને કબજિયાતથી રાહત આપવા માટે મદદ કરે છે. તેમાં અમુક એવા કેમિકલ હોય છે જે મળને પાતળું કરીને શરીરની બહાર કાઢવાનું કામ કરે છે.

ગોળી, કેપ્સ્યુલ, ચૂર્ણ અને લિક્વિડના રૂપે લેક્સેટીવ આવે છે. ખાસ કરીને ડોક્ટર પેટ સાફ કરવા માટે પ્રાકૃતિક ઉપાય અને પ્રોબાયોટિક લેવાની સલાહ આપે છે. પરંતુ જ્યારે આ ઉપાય કામ ન કરે ત્યારે ડોક્ટર હલ્કા લેક્સેટીવ લખીને આપે છે. પ્રેગનેન્સીમાં કબજિયાત દૂર કરવા માટે ઇસબગૂલની ભૂસી લેવી ખૂબ જ સુરક્ષિત રહે છે, આ સમયે દિવેલનું તેલ જેવા રેચક લેવાથી દૂર રહેવું જોઈએ.

આ વાતનું ધ્યાન રાખો કે જીવનશૈલી અને ડાયટમાં બદલાવ કરવો, કબજિયાતથી રાહત મેળવવાનો સૌથી સારો અને અસરદાર ઉપાય છે.

 શું થઈ શકે છે સાઇડ ઇફેક્ટ

કોઈપણ પ્રકારની અન્ય દવાની જેમ જ લેક્સેટીવના પણ સાઇડ ઇફેક્ટ હોય છે. સાઇડ ઇફેક્ટ આ વાત ઉપર નિર્ભર કરે છે કે તમે કયા પ્રકારનું લેક્સેટીવ લઈ રહ્યા છો, તેનાથી થતાં સામાન્ય દુષ્પ્રભાવ માં પેટમાં ખેંચાણ, પેટ ફૂલવું, ડિહાઇડ્રેશન, ચક્કર આવવા અને ડાર્ક રંગનો પેશાબ થવો વગેરે સામેલ છે.

વધુ અથવા લાંબા સમય સુધી લેક્સેટીવ લેવાથી નીચે મુજબ ની સાઇડ ઇફેક્ટ થઈ શકે છે

લેક્સેટીવના કારણે આંતરડાની નળીમાંથી ભોજનની કરવાની ગતિ તીવ્ર થઇ જાય છે. જેનાથી પોષણ શોષવાની ક્ષમતામાં ઉણપ આવી જાય છે.

ત્યાંજ તેના કારણે લોહીમાં મેગ્નેશિયમની ઉણપ આવી જાય છે. તેથી પ્રેગનેન્સીમાં લેક્સેટીવ લેતા પહેલા ડોક્ટરની જરૂર સલાહ લેવી જોઈએ.

શું મિસકેરેજ થઈ શકે છે? લેક્સેટીવના કારણે મિસકેરેજને લઈને પર્યાપ્ત અધ્યયન ઉપસ્થિત નથી. પરંતુ દિવેલ એક પ્રાકૃતિક રેચક છે તેને કારણે ગર્ભસ્થ શિશુ નું મૃત્યુ થઇ શકે છે.

ત્યાં જ જો તમારા મનમાં એ સવાલ આવી રહ્યો છે કે લેક્સેટીવના કારણે ગર્ભમાં  વિકાસ થઈ રહેલા શિશુમાં કોઈ વિકાર તો આવશે નહીં? તો લેક્સેટીવ ના કારણે શિશુના જન્મ માં વિકાર અથવા પ્રેગ્નન્સીમાં કોઈ કોમ્પ્લિકેશન હોવાના કોઈ પુરાવા નથી.

કબજિયાત થાય ત્યારે લેટેકસીવ હંમેશા બીજો વિકલ્પ હોવો જોઈએ એટલે કે બને એટલું તેને લેવાનું ટાળવું જોઈએ. અને તમારે પ્રથમતો તમારી ડાયટમાં જરૂરી બદલાવ કરવા જોઈએ, સાથે હલકી એક્સરસાઇઝ કરવી જોઈએ. જાતે કોઈ દવા લેવી જોઈએ નહીં. નહીં તો કોમ્પ્લીકેશન થઇ શકે છે. હંમેશા ડોક્ટરની સલાહ લઇનેજ પ્રેગ્નન્સીમાં કોઈ પણ દવા લો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment