મોટાભાગના લોકો નથી જાણતા ડાયાબિટીસમાં ચીકુ ખાવા જોઈએ કે નહિ, અજાણ હો તો જરૂર વાંચો આ લેખ, નહિ તો પડી જશે લેવાનાદેવા….

મિત્રો ડાયાબિટીસ જીવન શૈલીથી જોડાયેલી બીમારીઓમાં મુખ્ય છે. શુગર કે ડાયાબિટીસના દર્દી દુનિયામાં ઝડપથી વધી રહ્યા છે. તેથી ડાયાબિટીસની સમસ્યામાં દર્દીએ ખાનપાન અને જીવનશૈલી પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ બીમારીમાં અસંતુલિત ખાનપાન હોવાથી દર્દીની સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. આ બીમારીમાં જો થોડી પણ નિષ્કાળજી રાખવામાં આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે.

આ જ કારણ છે કે દર્દી હંમેશા ખાન પાનને લઈને મૂંઝવણમાં રહે છે. ડાયાબિટીસની સમસ્યામાં ડોક્ટર દર્દીને ફળ ખાવાની સલાહ આપે છે. આ બીમારીમાં એવા ફળોનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે જેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો હોય. ડાયાબિટીસમાં ચીકુ ખાવાને લઈને અનેક પ્રકારની વાતો કહેવામાં આવી છે. ઇન્ટરનેટ પર મોટા ભાગે લોકો સર્ચ કરે છે કે ડાયાબિટીસમાં ચીકુ ખાવું જોઈએ કે નહીં? તો મિત્રો આજે આપણે આ લેખમાં વિસ્તારપૂર્વક જાણીશું કે ડાયાબિટીસના દર્દીઓ માટે ચીકુ ફાયદાકારક છે કે નુકસાન દાયક.ડાયાબિટીસમાં ચીકુ ખાવું જોઈએ કે નહીં:- ડાયાબિટીસના દર્દીઓએ એવા ફળોનું સેવન કરવું જોઈએ જેના કારણે શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ ન વધે. આમ તો ચીકુ માં વિટામિન અને મિનરલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે અને તેનું સેવન અનેક પ્રકારની ગંભીર બીમારીઓમાં રામબાણ સ્વરૂપ માનવામાં આવે છે.

પરંતુ આયુર્વેદિક ડોક્ટરનું કહેવું છે કે ડાયાબિટીસમાં ચીકુ ખાવાથી દર્દીઓને અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણકે ચીકુ માં ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ હોય છે તેથી ડાયાબિટીસમાં ચીકુ ખાવાથી દર્દીઓનું બ્લડ શુગર લેવલ વધે છે. ચીકુ માં હાજર શુગરનું પ્રમાણ ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક માનવામાં આવે છે. તેમાં કેલેરીનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે ડાયાબિટીસના દર્દીમાં બ્લડ શુગર લેવલ તો વધે જ છે સાથે વજન પણ વધારે વધી શકે છે.

ડાયાબિટીસમાં ચીકુ ખાવાના નુકસાન:- ડાયાબિટીસમાં લો થી મીડીયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ફળોનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ખાદ્ય પદાર્થ જેનું GI લેવલ વધારે હોય છે તેનું સેવન ડાયાબિટીસમાં ન કરવું જોઈએ. ડાયાબિટીસની સમસ્યામાં ચીકુ ખાવાથી દર્દીને આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.ચીકુ ખાવાથી દર્દીનું બ્લડ શુગર લેવલ ખૂબ વધી શકે છે ચીકુનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ હોવાના કારણે તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ તુરંત જ વધવા લાગે છે. ચીકુ માં કેલેરીનું પ્રમાણ પણ વધારે હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓને તેનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

મિત્રો ડાયાબિટીસની સમસ્યામાં ખાન પાન હંમેશા ડોક્ટરની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ અસંતુલિત ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે ડાયાબિટીસના દર્દીઓની સમસ્યા વધારે વધી શકે છે. એવામાં આવી સમસ્યાઓથી બચવા માટે ડાયાબિટીસના દર્દીઓએ ચીકુ ખાવાથી બચવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment