ખરતા વાળ અટકાવી બનાવી દેશે એકદમ કાળા, જાડા, લાંબા અને મજબૂત, વાળની તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે આ છોડ…

મિત્રો આપણે ત્યાં અનેક ઔષધિઓ નું મહત્વ બતાવવામાં આવ્યું છે. તેમજ આ ઔષધિનું સેવન કરવાથી તમારું શરીર પણ તંદુરસ્ત રહે છે સાથે તમને અનેક ચમત્કારિક ફાયદાઓ પણ કરે છે. આથી તેનું સેવન એ તમારા શરીર માટે ખુબ લાભદાયી છે. ચાલો તો આજે આપણે બ્રાહ્મી ના આવા જ ગજબના ફાયદાઓ વિશે જાણીશું.

બ્રાહ્મી એક એવો છોડ છે જેના મૂળ, પાન અને ફૂલ ઔષધિય ગુણોથી ભરપૂર છે. બ્રાહ્મીનું સેવન પણ કરી શકાય છે અને તેના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે. તેમાં એંટીઓક્સિડેંટ હોય છે જે વાળ માટે ફાયદાકારક છે. બ્રાહ્મીના તેલનો ઉપયોગ કરવાથી મગજ શાંત રહે છે, ખોડો દૂર થાય છે, ખજવાળ આવતી બંધ થાય છે અને ટાલ પડતી પણ અટકે છે. તો બ્રાહ્મીના ફાયદાઓ વિષે જાણીએ.

આયુર્વેદ સદીઓથી ઘણા રોગોના ઉપચાર માટે જાણીતું છે અને આજે પણ તે કામ ચાલુ છે. રોગોની સાથે જ તે લાંબા, જાડા અને ચમકદાર વાળ માટે પણ આયુર્વેદ પ્રભાવશાળી સાબિત થાય છે. બ્રાહ્મી ‘કૃપાની ઔષધિ’ તરીકે પણ ઓળખાય છે, તે એક ચમત્કારિક ઘટક છે, આનો ઉપયોગ, વાળ માટે આશ્ચર્યજનક પરિણામ આપે છે.

તેના મૂળ, પાંદડા અને ફૂલો સહિતનો આખો છોડ જ ઔષધિથી ભરેલો છે. બ્રાહ્મી સ્વાસ્થયના લાભો માટે અનન્ય ફાયદાઓથી ભરેલું છે. પરતું વાળ માટે પણ તેના આ ગુણ ફાયદા પહોચાડે છે. આને તમે પાવડર અથવા તેલના રૂપમાં પણ વાપરી શકો છે. આનો રોજ ઉપયોગ કરવાથી વાળ મજબૂત, જાડા અને સુંદર થઈ જાય છે. બ્રાહ્મી વાળના એંકંદર સ્વાસ્થયને પ્રોસાહન આપે છે, તેથી વાળ લાંબા અને જાડા બને છે.

આવો, જાણો બ્રાહ્મીના વાળ માટેના 7 અદ્ભુત ફાયદાઓ : બે મુખા વાળ – જો તમે બ્રાહ્મીના તેલનો ઉપયોગ વાળ પર કરો છો, તો તે માથા પર એક કુદરતી સુરક્ષાત્મક કવચ બની જાય છે, જે વાળને બે મુખા થતાં અટકાવે છે અને વાળને લાંબા કરે છે. જો માથાની ત્વચા સુકાય જતી હોય અથવા ખજવાળ આવતી હોય, તેમજ જો ખોડો થતો હોય તો તેને પણ અટકાવે છે.

ટાલ : ગુણોથી ભરપૂર આ ઔષધિ વાળને પોષણ આપે છે, જે વાળને મજબૂત બનાવે છે. આનો રોજ ઉપયોગ કરવાથી વાળના મૂળને ભરપૂર પોષણ મળે છે. બ્રાહ્મીમાં બાયોકેમિકલ્સ કમ્પાઉન્ડ હોય છે જેના કારણે ટાલ પડવાનું પણ અટકાવે છે. 

ખોડાથી છૂટકારો: બ્રાહ્મી માથાની ત્વચાને પોષણ આપે છે અને તેને સ્વસ્થ બનાવે છે. તે માથામાં જરૂરી ભેજ પણ આપે છે, જેથી ખોડાની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ જાય છે.

ખરતા વાળ : બ્રાહ્મી તેલ શુષ્ક ખોપરી ઉપરની ચામડીને ચમક આપવાનું કામ કરે છે અને વાળ ખરતા અટકાવે છે. તેમાં હાજર એંટીઓક્સિડેંટ માથાની ઉપરની ચામડીને તો જુવાન બનાવે જ છે, પરંતુ તંદુરસ્ત વાળ બનાવવામાં પણ પ્રોત્સાહન આપે છે.

માથાની ઉપરની ચામડીને સાફ કરે છે: બ્રાહ્મી માથા પરની ચામડીને તો સાફ કરે જ છે, પણ ચામડીમાં રહેલી કોઈપણ સમસ્યાથી છુટકારો આપે છે.

તણાવ: બ્રાહ્મીનું તેલ તમને શાંતિ પણ આપે છે. આ તેલનું માલિશ વાળમાં કરવાથી તણાવથી શાંતિ માળે છે અને વાળને પોષણ મળે છે.

વાળના સ્વાસ્થયને પ્રોત્સાહન આપે છે:બ્રાહ્મીનું સેવન અથવા તો બ્રાહ્મીનું તેલ વાળમાં લગાવવાથી મગજને શાંતિ મળે છે, જે બેચેની અથવા તાણ જેવી સમસ્યાથી મુક્તિ આપે છે. તણાવ ઓછો થવાથી તમારા વાળ સ્વસ્થ અને સુંદર બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment