આ રીતે બુક કરો તમારું ગેસ સીલીન્ડર ! માત્ર એક જ ક્લિકમાં થશે મળશે 50 રૂપિયાનું કેશબેક… જાણો કેવી રીતે….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ આજકાલ ગેસ સીલીન્ડરના ભાવ પર દિવસે દિવસે વધારો થતો જાય છે. હજી થોડા દિવસો પહેલા જ એક સાથે ગેસ સીલીન્ડર પર રૂપિયા 50 નો વધારો નોંધાયો છે. આમ સામાન્ય લોકોની પરેશાનીમાં વધારો થતો જાય છે. જ્યાં એક બાજુ શાકભાજીના ભાવ આસમાને જતા જાય છે. તો બીજી બાજુ ખાદ્ય તેલના ભાવમાં પણ હમણાં જ વધારો નોંધાયો છે અને હવે લોકોની જીવન જરૂરી એવી ગેસ સીલીન્ડરના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. અમે તમને એક એવી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ,  જેમાં તમને ગેસ સીલીન્ડર રૂપિયા 50 નો ફાયદો થશે. ચાલો તો આ અંગે વધુ જાણી લઈએ.

જેમ અગાઉ વાત કરી તેમ LPG ગેસ સીલીન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા લગભગ દોઢ મહિનામાં ઓઈલ કંપનીઓ દ્વારા ગેસ સીલીન્ડરના ભાવ 150 રૂપિયા જેટલો જબરો ભાવ વધારો કર્યો છે. જ્યારે તાજેતર માં 14.2 કિલો ઘરેલું વપરાશના ગેસ સીલીન્ડરના ભાવમાં રૂપિયા 50 નો વધારો કર્યો છે. આ સિવાય 5 કિલો અને 19 કિલોના સીલીન્ડરમાં પણ વધારો થયો છે.

જ્યારે અમે તમને જણાવી દઈએ કે આમ વધતા જતા ગેસ સીલીન્ડરના ભાવ સામે તમે સીલીન્ડર બુક કરાવી ને 50 ફાયદો કરી શકો છો. જેમાં એક ટ્રીક અપનાવીને સીધા 50 રૂપિયા બચાવી શકો છો. જાણો એ ટ્રીક વિશે. કેવી રીતે સીધો 50 રૂપિયાનો ફાયડો થાય.આમ સસ્તામાં ગેસ સીલીન્ડર મેળવવા માટે તમારે ગેસ સીલીન્ડર બુક કરાવવાની રીત બદલવી પડશે. આ માટે તમે LPG સીલીન્ડર એમેઝોન-પે દ્વારા બુક કરાવો. જેનાથી તમને રૂપિયા 50 નું કેશ બેક મળશે. પણ આમ કરવા માટે તમારે પહેલા એમેઝોન એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. ત્યાર બાદ LPG બુક કરવાના ઓપ્શન પર ક્લિક કરવાથી રૂપિયા 50 ના કેશ બેકનો વિકલ્પ જોવા મળશે. અહીં એજન્સી, સીલીન્ડર કંપની જેવી માહિતી ભરવાની રહેશે અને પેમેન્ટ કર્યા બાદ રૂપિયા 50 નું કેશ બેક મળશે. જ્યારે આ કેશ બેકનો ઉપયોગ તમે ભવિષ્યમાં ગમે ત્યારે કરી શકો છો.

આ માટે તમારે ઓછામાં ઓછી 500 રૂપિયાની ચુકવણી કરવી પડશે. જ્યારે આ ઓફર માત્ર 1 જાન્યુઆરી સુધી જ ચાલુ છે અને આ પછી આ ઓફરનો લાભ મળશે નહિ. આ ઉપરાંત આ ઓફરનો લાભ એવા લોકોને જ મળશે જેઓ પહેલી વખત એમેઝોન-પે દ્વારા LPG ગેસ સીલીન્ડર બુક કરાવતા હોય.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment