વિરાટ કોહલી અને ઉર્વશી રૌતેલા પીવે છે આટલું મોંઘું પાણી, પાણીની ખાસિયત અને ભાવ ઉડાવી દેશે હોંશ…

મિત્રો દરેક લોકો પોતાની ઈમ્યુન સિસ્ટમ બુસ્ટ કરવા માટે કોઈને કોઈ એવું ડ્રીંક લે છે જે તેને એક અલગ જ શક્તિ પ્રદાન કરે છે. આમ કરવાથી તમને આખા દિવસમાં થતા થાકમાં રાહત મળે છે. તેમજ તમારી એનર્જી બની રહે છે. આ વિશે ખાસ કરીને એવા લોકો જે સોશિયલ મીડિયા સાથે તેમજ રમત ગમત સાથે જોડાયેલ હોય છે. તેઓ પોતાને ફીટ રાખવા માટે એવી વસ્તુઓ જે પોતાના ડાયટમાં સામેલ કરે છે જે તેમને દરેક પળે એનર્જી આપે છે. આજે આપણે એક એવા ડ્રીંક વિશે જાણીશું જેને તમને ‘બ્લેક વોટર’ કહી શકો છો. જે એક એનર્જીક ડ્રીંક છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

ઉર્વશી રૌતેલા હાલ પોતાની અપકમિંગ વેબ સીરિઝ ઇન્સ્પેક્ટર અવિનાશની શૂટિંગ કરી રહી છે. તેમાં તે રણદીપ હુડ્ડાના અપોઝિટ રોલમાં નજર આવશે. તે પોલીસ ઓફિસર અવિનાશ મિશ્રાની રીયલ લાઈફ સ્ટોરી છે.એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી હતી. તે પોતાની તમિલ ફિલ્મની શૂટિંગ કરીને દિલ્હીથી પાછી આવી હતી. આ દરમિયાન ઉર્વશી બ્લેક જીન્સ, ટેંક ટોપ, ક્રોપ બ્લેજરમાં નજર આવી હતી. આ સાથે જ જે વસ્તુ સૌથી વધુ ચર્ચામાં રહી છે તે છે તેની વોટર બોટલ.

શું છે પાણીની ખાસિયત અને કિંમત ? : ઉર્વશીના હાથમાં બ્લેક વોટરની બોટલ હતી. જે પ્રીમિયમ alkaline વોટર છે, જેને Fulvic Trace થી ઇન્ફ્યુજ કરવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી પણ આ જ બ્લેક વોટર પીવે છે. આ પાણી હાઈડ્રેટેડમાં મદદ કરે છે. અને પીએચને હાઈ રાખે છે. ઈમ્યુનિટી વધારવા અને ફીટ રહેવા માટે સેલિબ્રીટી આ પાણી પીતા હોય છે. આ પાણીની કિંમત 200 રૂપિયા લીટર છે.પાણીનો રંગ કેમ હોય છે કાળો ? : મની કંટ્રોલથી વાતચીત દરમિયાન AV Organics ના ફાઉન્ડર એમ.ડી. આકાશ વાઘેલા એ જણાવ્યું છે કે, આ પાણીની ક્વોલીટીને સારી બનાવવા માટે જે મિનરલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, તે રંગમાં કાળો હોય છે. 70% મીનરલ્સ પાણીમાં ઇન્ફ્યુજ કરવામાં આવે છે, જેના કારણે પાણીનો કલર બ્લેક થઈ જાય છે.

આ છે ઉર્વશી રૌતેલાના પ્રોજેક્ટ્સ : આ સિવાય વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો ઉર્વશી રૌતેલા હાલમાં પોતાની અપકમિંગ વેબ સીરિઝ ઇન્સ્પેક્ટર અવિનાશનું શુટિંગ કરી રહી છે. તેમાં તે રણદીપ હુડ્ડાના અપોઝિટ રોલમાં જોવા મળશે. આ પોલીસ ઓફિસર અવિનાશ મિશ્રાની રીયલ લાઈફ સ્ટોરી છે. ફિલ્મને નીરજ પાઠક ડાયરેક્ટ કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર ઉર્વશી એ જીયઓ સ્ટુડિયો સાથે ત્રણ ફિલ્મ સાઈન કરી છે.ઉર્વશી ઇન્ટરનેશનલ પ્રોજેક્ટનો પણ એક ભાગ છે. તે ઇજિપ્તીયન સુપરસ્ટાર Mohamad Ramadan સાથે જોવા મળશે. આ સિવાય તે બાઈલીન્ગુઅલ મુવી બ્લેક રોજમાં પણ જોવા મળશે. ઉર્વશી મ્યુઝિક વિડીયો ‘वो चांद कहां से लाओगी’  માં નજર આવશે. તેમાં તેણે ટીવી એક્ટર મોહસીન ખાનના અપોઝિટ કામ કર્યું છે. ઉર્વશીને ફિલ્મ વર્જિન ભાનુપ્રિયામાં જોવા મળી હતી.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment