આ મામુલી ઔષધી શરીર માટે છે સોના કરતા પણ કિંમતી, કેન્સર, કબજિયાત અને માઈગ્રેન દુર કરી, પેટ અને સાંધાના દુખાવા કરી દેશે ગાયબ…

મિત્રો તમે હળદરના કેટલાક ફાયદાઓ વિશે જાણતા હશો. તેનાથી તમારું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે. હળદર એ અનેક રોગોનો ઈલાજ કરી શકે છે. તેના સેવનથી તમારા હાડકાઓ મજબુત રહેવાની સાથે તમને અન્ય સ્વાસ્થ્ય લગતી બીમારીઓ પણ ઓછી થાય છે. 

દરેક લોકો રસોડામાં ઉપયોગમાં લેવાતી હળદરના ઔષધીય ગુણો વિશે જાણે છે. આપણા વડીલોના સમયમાં દરેક શુભ કાર્યમાં, મસાલાઓમાં અને એટલે સુધી કે કોઈ ઈજા થવા પર, દુખાવો થવા પર તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ શું તમે જાણો છો કે હળદર બે પ્રકારની હોય છે. એક પીળી હળદર, અને બીજી કાળી હળદર, પીળી હળદર વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ.

આજે અમે તમને કાળી હળદરના ઔષધીય ગુણો વિશે જણાવીશું. પીળી હળદરની તુલનામાં કાળી હળદર અલગ હોય છે. પોતાના વધુ એન્ટી ઓક્સીડેંટ ગુણોને કારણે તેનો ઉપયોગ ઘણી ગંભીર બીમારીઓને ઠીક કરવામાં માટે કરવામાં આવે છે.ન્યુટ્રીશિયન ના જણાવ્યા અનુસાર કાળી હળદર અનેક ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. આ સિવાય હળદર એ ઈમ્યુંનીટી વધારવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે. પણ કાળી હળદર ના ફાયદાઓ અલગ જ છે. હળદરનો રંગ જેટલો વધુ ઘાટો હોય છે, શરીર ને તેના વધુ ફાયદાઓ થાય છે. જો આપણે એન્ટી ઇફ્લેમેટરી ના ગુણોની વાત કરીએ તો તે આપણી પીળી હળદરમાં પણ હોય છે, પણ કાળી હળદર તેનાથી વધુ ઇજને જલ્દી ઠીક કરવામાં પાવરફુલ માનવામાં આવે છે. તેમાં કરક્યુંમીન નું પ્રમાણ પીળી હળદરની તુલનામાં વધુ હોય છે. 

કેન્સરના ઇલાજમાં ઉપયોગમાં લેવાય છે:- ન્યુટ્રીશિયન ના જણાવ્યા અનુસાર કાળી હળદર ઈમ્યુંનીટી ને બુસ્ટ કરે છે. જો આપણે તેને કાળા મરી સાથે લઈએ છીએ તો તેની ગુણવતામાં વધારો થઇ જાય છે. અને તે કેન્સરના ઇલાજમાં પણ ખુબ જ કામ આવે છે. કેન્સરના ઈલાજ વખતે એવું કહેવામાં આવે છે કે જો કાળી હળદર ને પોતાની ડાયટમાં સામેલ કરવામાં આવે તો તે આપણી ઈમ્યુનીટી ને બુસ્ટ કરે છે. પીળી હળદરની તુલનામાં કાળી હળદર શેલ્ફ લાઈફ ઓછી કરે છે. અને 3-4 મહિનામાં એકસપાયર થઇ જાય છે. આથી જ તે પીળી હળદરની તુલનામાં વધુ મોઘી હોય છે. કાળી હળદરના અન્ય ફાયદાઓ:-

  • કાળી હળદરમાં એન્ટી ઓક્સીડેંટ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે. જેના કારણે આ શરીરમાં થનાર કોઈપણ પ્રકારના સોજાને ઠીક કરવામાં મદદ કરી શકે છે. કાળી હળદર ઇન્ફેકશન થી બચવામાં સહાયક છે. 
  • જે લોકોને માઈગ્રેન નો દુખાવો રહે છે અથવા ગેસ્ટ્રીક ની ફરિયાદ રહે છે તેમણે કાળી હળદરનો પાવડર પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. આ સિવાય કાળી હળદરની પેસ્ટને માથા પર લગાવવાથી પણ માઈગ્રેનના દુખાવાથી રાહત મળે છે.
  • કાળી હળદર તમારા ડાઈટેશન સિસ્ટમને પણ સ્વસ્થ રાખવામાં ખુબ જ મદદ કરે છે. કબજિયાત, દસ્ત, અથવા પેટના દુખાવાને દુર કરવા માટે તેનું સેવન ખુબ જ પ્રભાવી માનવામાં આવે છે. 
  • બ્લીડીંગ ને રોકવા માટે કાળી હળદરનો લેપ લગાવવાથી ઘણો ફાયદો થાય છે. કોઈ ઈજા અથવા મચકોડ ને ઠીક કરવા માટે તેનો લેપ લગાવવામાં આવે છે. 
  • કાળી હળદર સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. તેની જડનો ગઠીયા, અસ્થમા, વાઈ આવવી જેવા રોગો ને દુર કરવામાં ઉપયોગ થાય છે. 

આમ કાળી હળદર તમારા અનેક રોગોને જડમૂળ થી દુર કરવામાં મદદ કરે છે. તેનું પાણી. લેપ વગેરેનો ઉપયોગ તમે કરી શકો છો. કેન્સરના ઇલાજમાં પણ તે અસરકારક માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment