ખુબ જ પવિત્ર માનવામાં આવતા પાંદ માણસ માટે છે અમૃત સમાન. તાવ, મોંના ચાંદા, બવાસીર, સાંધાના દુઃખાવા, હૃદયના રોગો કાયમી કરી દેશે દુર….

ભગવાન શિવજી અને માતા પાર્વતીને ખુબ જ પ્રિય એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં મોટાભાગે ભક્તજનો ભોળાનાથને પ્રસન્ન કરવા માટે બીલીપત્ર અર્પણ કરે છે. તેમાં પણ ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારના દિવસે મોટાભાગના ભક્તજનો બીલીપત્ર અર્પણ કરે છે. પરંતુ જાણીને તમને વિશ્વાસ નહિ આવે કે, બીલીપત્ર માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે જ નહિ, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હિતકારી માનવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર બીલીપત્રના પાનમાં દિવ્ય ઔષધીય ગુણો રહેલા હોય છે. પરંતુ બીલીપત્રની ખાસ વાત તો એ છે કે, તેના પાનને તોડી લીધા બાદ 6 મહિના સુધી રાખી શકાય છે. તેમાંથી ગુણો ઓછા નથી થતા. તો ચાલો જાણીએ આયુર્વેદ અનુસાર બીલીપત્રના પાનના સ્વાસ્થ્ય ફાયદા.

તાવ : તાવ આવે તો બીલીપત્રના પાનને 1 થી 2 ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળો, પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. ત્યાર બાદ એ પાણીને ગાળી લેવાનું અને હુંફાળું તેનું સેવન કરવાનું છે. આ ઉપાય કરવાથી તાવ ઉતરી જશે. તેમજ જો તાવ થોડી થોડી વારે અને ગમે ત્યારે અચાનક આવી જાય એવી સમસ્યા થાય, તો બીલીપત્રના પાનની પેસ્ટ બનાવીને તેની ગોળીઓ બનાવી લેવાની. પછી ગોળ સાથે તેનું સેવન કરવાથી આવા તાવમાં રાહત થઈ જશે.

મોં ના ચાંદા : પેટની ખરાબી હોવાના કારણે ઘણી વાર લોકોને મોં માં ચાંદી પડી જતી હોય છે. તેવામાં જો બીલીપત્રના પાનને મોં માં રાખીને ચાવતા રહો. તેનાથી ચાંદીમાં ખુબ જ રાહત મળશે.

બવાસીર : બીલીપત્રના વૃક્ષના મૂળમાંથી તેનો  માવો કાઢીને પીસી લેવાનો, ત્યાર બાદ બરાબર માત્રામાં મિશ્રી પણ પીસી લેવાની. બંનેને મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લેવાનું. આ ચૂર્ણનું રોજ સવારે અને સાંજે ઠંડા પાણી સાથે સેવન કરવાનું. પરંતુ જો બવાસીરનો દુઃખાવો વધુ થાય છે તો દિવસમાં ત્રણથી ચાર વાર લો. તેનાથી તમારી બવાસીરની સમસ્યા તરત જ ઠીક થઈ જશે.

દસ્ત : બાળકોને ઝાડાની અવારનવાર થઈ જતી હોય છે. પરંતુ આ સમસ્યામાં બીલીપત્રના પાનનો રસ એક ચમચી બાળકને પીવડાવવામાં આવે તો તરત જ રાહત થઈ જશે અને આરામ મળશે.

સાંધાના દુઃખાવા : સાંધાના દુઃખાવા હોય તો બીલીપત્રના પાનને ગરમ કરીને દુઃખાવા વાળી જગ્યા પર બાંધવાથી સોઝો અને દુઃખાવામાં રાહત મળે છે.

માસિક ધર્મની અનિયમિતતા : મહિલાઓમાં માસિક ધર્મની અનિયમિતતા, વધુ માસિક  સ્ત્રાવ તેમજ શ્વેતસ્ત્રાવની સમસ્યામાં બીલીપત્ર અને જીરુંને પીસીને દૂધમાં મિક્સ કરીને પીવાથી લાભ થાય છે.

હૃદય રોગી : હૃદયને લગતી જો કોઈ બીમારી હોય તો, રોજ બીલીપત્રના પાનનો ઉકાળો બનાવીને પીવાથી હૃદય સંબંધી બીમારીઓ દુર થાય છે.

અસ્થમા : અસ્થમા અને અન્ય શ્વાસને લાગતી બીમારીઓ હોય તો તેમાં, બીલીપત્રના પાનનો ઉકાળો પીવો લાભકારક છે.

લંબાઈ વધારવા માટે : જે બાળકોની લંબાઈ વધી નથી રહી, તેમણે ત્રણ બીલીપત્ર અને મરીનો દાણો સવારે ખાલી પેટ ચાવીને ખાવા આપવો જોઈએ. સાથે જ તાડાસન કરાવવું જોઈએ. ઓછી હાઈટ વાળા લોકો માટે આ પ્રયોગ એક આશીર્વાદ સમાન છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment