આ સમય હોય છે સ્નાન કરવા માટે સૌથી ઉત્તમ .. જાણો કેવા પાણી થી અને ક્યારે સ્નાન કરવું જોઈએ

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🛀 સ્નાન કરવાનો સમય……. 🛀

🛀 આયુર્વૈદમાં એક ખુબ જ મોટો અધ્યાય છે તેનું નામ છે દિનચર્યા. દિનચર્યા અધ્યાયમાં સવારે ઉઠીને રાત્રે સુતા પહેલા શું શું કરવું જોઈએ તેના બધા નિયમો છે. દિનચર્યા અધ્યાય અનુસાર હંમેશા સ્નાન કરવાનો સૌથી સારો સમય છે સવારનો. તેમાં ઉઠવાનું એ રીતે હોય છે કે આપણે રોજ સવારે 4 : ૩૦ ની આસપાસ ઉઠી જવાનું હોય છે. અને ત્યારે સ્નાનનો સમય છે 6 થી 6 : ૩૦ સુધીનો હોય છે. એટલે આપણે હંમેશા સવારે વહેલા ઉઠીને 6 થી 6 :30 ના સમય દરમિયાન સ્નાન કરી લેવું જોઈએ. આ પ્રયોગ ખરેખર ઉનાળામાં તો સારો રહે છે પરંતુ આપણને એક પ્રશ્ન થાય કે આપણે શિયાળામાં સવારે કેમ આ સમયે સ્નાન કરવું. તો ત્યારે આપણે આપણીં સુવિધા પ્રમાણે કરવું જોઈએ.

🛀 સ્નાન હંમેશા માટે સવારે જ કરવું જોઈએ. તેનાથી શારીરિક અને માનસિક બંને વસ્તુ પર ખુબ જ સારી અસર કરે છે. તે કંઈ રીતે થાય તે આપણે આગળ જાણીશું. આમ તો સાંજે પણ સ્નાન કરવાનું હોય છે પરંતુ તે રોગી લોકો માટે હોય છે. કંઈક એવી ખાસ બીમારીઓ પણ છે જેના માટે સાંજનું સ્નાન ખુબ જ ઉપયોગી હોય છે. પરંતુ સામાન્ય લોકો માટે સવારનું સ્નાન જ ખુબ ફાયદાકારક છે.

🛀 આપણને ઘણી વાર તેવો પ્રશ્ન પણ થતો હોય છે કે ગરમ પાણીથી સ્નાન કરવું કે ઠંડા પાણીથી સ્નાન કરવું.  આયુર્વૈદમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય પણ ગરમ પાણીથી સ્નાન કરવું ન જોઈએ. ગરમ પાણી પીવું જોઈએ. પરંતુ સ્નાનમાં હંમેશા ઠંડુ પાણી જ ઉપયોગમાં લેવું જોઈએ. ઠંડુ એટલે જે સામાન્ય તાપમાન વાળું પાણી હોય તેનાથી જ સ્નાન કરવું જોઈએ. ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે તો આપણા શરીરને તંદુરસ્તી મળે છે.

🛀 જો આપણને કોઈ પણ મોટી મજબૂરી હોય કે જેમ કે આપણને ખુબ જ તાવ આવી ગયો હોય અને આપણે સ્નાન કરવા માંગતા હોઈએ તો ત્યારે જ માત્ર ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જો આપણું શરીર સ્વસ્થ હોય તો ક્યારેય ગરમ પાણીથી  સ્નાન ન કરવું જોઈએ નહીતર બીમારી ન હોય તો પણ આવે છે.

🛀 આયુર્વૈદમાં ખુબ કડકાઈથી એક સૂત્ર લખવામાં આવ્યું છે કે “માથા ઉપર ગરમ પાણી જો નાખવામાં આવે તો તૈયાર રહો 123 રોગ આપણા જીવનમાં પ્રવેશે છે.” તેનાથીં માનસિક રોગ પણ થાય છે અને શારીરિક પણ રોગ આવી શકે છે. એટલા માટે માથા પર ક્યારેય પણ ગરમ પાણી ન નાખવું જોઈએ. આમ તો ગરમ પાણીથી સ્નાન જ ન કરવું જોઈએ. પરંતુ જો આપણું દિલ નથી માનતું, શરીર નથી માનતું  અને ખરાબ આદત પડી ગઈ હોય છે, કે ગરમ પાણીથી સ્નાન કરવા આદત પડી ગઈ હોય તો નક્કી કરવાનું કે ગરમ પાણી આપણા શરીરના કોઈ પણ અંગ પર જાય પરંતુ આપણા મસ્તક પર ન પડવું જોઈએ. મસ્તિષ્ક પર નાખવા માટે ઠંડુ સાધારણ પાણી જ લેવું જોઈએ. અને આંખ પર પણ ક્યારેય ગરમ પાણી ન અડવું જોઈએ.

🛀 જો તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માંગતા હોવ તો સ્નાન હંમેશા ઠંડા પાણીથી જ કરો જીવન ભર તંદુરસ્તી જળવાઈ રહેશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment