ઘરની આ ૫ આયુર્વેદિક વસ્તુના આ અલગ પ્રયોગથી, તમારી લાંબા સમયની એસીડીટી જડથી દુર થઇ જશે.

🔥 ૫ પાંચ ઘરની વસ્તુઓના આ પ્રયોગથી એસીડીટીથી છુટકારો મેળવવાના ઉપાયો..🔥 

 

Image Source :
🔥 આજના સમયમાં એસીડીટીની સમસ્યા ઘણાં બધા લોકોમાં જોવા મળે છે. સમસ્યા ત્યારેથાય જ્યારે પેટમાં રહેલો એસિડ ઉપર આવે. તેનાથી ઘણાં લોકોને હૃદયમાં પણ બળતરા થતી હોય છે.
🔥 એસીડીટી એક એવી સ્થિતિ છે. જેમાં પેટના ઉપરના ભાગમાં બળતરા અને દુઃખાવાનો અનુભવ થાય છે. ભૂખ નથી લાગતી, તેમજ ઓડકાર આવવા અને પેટમાં ગેસ થવાની સમસ્યા ઉદ્દભવે છે. સમસ્યા દરમિયાન મોઢામાં એક ખાટો સ્વાદ આવે છે. અને પેટમાં ઘણી હલચલ થાય છે. અને ત્યાર બાદ સામાન્ય રીતે કબજિયાત જેવી સમસ્યા થાય છે.Image Source :
🔥 એસીડીટીના લક્ષણો તેની દવા વિશે આપણને ખબર હોવી જોઈએ. કારણ કે, સમસ્યાનું સંપૂર્ણ રીતે નિદાન કરવું જોઈએ નહિ. કેમ કે તે નાની બીમારી માંથી બીજી મોટી બીમારીમાં પણ પરિવર્તન પામી શકે છે.

 

🤔  એસીડીટી થવાના કારણો 🤔

🔥 આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે પેટમાં રહેલું એસિડ આપણા ઉદરમાંથી મો બાજુ આવે ત્યારે એસીડીટીની સમસ્યા ઉદ્દભવે છે. અને તેવું ત્યારે થાય જ્યારે પેટ દ્વારા વ્યવસ્થિત રૂપે આપણે જમેલું આપણા શરીરમાં પાચન થતું હોય. સમસ્યામાં મુખ્ય કારણ છે વધારે વજન, જમીને તરત સુવું, વધારે પડતું જમવું, તળેલી વસ્તુઓનું વધારે સેવન કરવું, દારૂ પીવો, તેમજ તણાવમાં રહેવું.

Image Source :
🔥 એસીડીટીના કારણે હૃદયમાં પણ બળતરા થવાનું મુખ્ય કારણ છે. તામ્ર ઇસોફેગસનું પેટમાં એસિડ સાથે અથડાવું. દુઃખાવો ઘણી વાર સામાન્યથી વધારે સમય પણ રહી શકે છે.
🔥 ઘણી વાર જમ્યા પછી છાતીમાં દુઃખાવો  થાય છે. તેનું કારણ છે વધારે માત્રામાં ભોજન લેવું . વધારે માત્રામાં ભોજન લેવાથી આપણું પેટ સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે. અને ત્યારે તે ભોજન અવળી ક્રિયા કરે છે. જે ઉદરની અંદર જાય છે પણ પછી તે ઉપરની બાજુ પાછું આવે છે. તેનાથી એસીડીટી અને છાતીમાં દુઃખાવા જવી સમસ્યા થાય છે.Image Source :
🔥 મિત્રો એસીડીટીના કારણે શ્વાસને લગતી પણ ઘણી બીમારીઓ થાય છે. જેમ કે, કફ, ઉધરસ વગેરે દિલમાં જલન થવાથી થાય છે. તેનું કારણ છે કે આપણા પેટનું એસિડ આપણા ફેફસા સુધી પણ પહોંચી ગયું હોય છે.
🔥 એસીડીટી માટે દેશી ઉપચાર 🔥
🌿 તુલસીના પાંદડામાં કુત્રિમ ગુણ રહેલો છે તે એસીડીટીથી તરત રાહત અપાવે છે. ગેસનો સંકેત જણાય તો તુલસીના પાંદ ખાઈ લો અથવા થી 4 તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળીને પીવો તરત એસીડીટીમાં અને ગેસમાં રાહત મળે છે.Image Source :
🤮 એસીડીટી રોકવા માટે જમ્યા બાદ વરયાળી ચાવવી. વરિયાળીમાં ગેસ્ટ્રોઈસ્ટેસ્ટાઇનલ ગુણ રહેલો હોય છે. જે પાચનતંત્રને મજબુત બનાવે છે. અને આપણું પાચનતંત્ર મજબુત હશે તો એસીડીટી નહિ થાય.
🍮 ગોળ પાચન ક્રિયા વધારે  છે અને આપણા પાચનતંત્રને વધારે ક્ષારીય બનાવે છે. પ્રકારે ગોળ પેટની એસીડીટી મટાડે છે.

 

Image Source :
🍮 જમ્યા બાદ ગોળના નાના ટુકડા ચૂસવા. ગોળ પણ શરીરનું તાપમાન જાળવી રાખમાં મદદ કરે છે. તે પેટને ઠંડું રાખે છે અને ગરમી દરમિયાન ગોળનું શરબત પીવાની સલાહ લગભગ ડોકટરો દ્વારા અપાય છે.
🍌  કેળામાં પ્રાકૃતિક એન્ડીસીડ્સ હોય છે. જે એસિડ સામે લડવાનું કામ કરે છે. એસીડીટીથી છુટકારો મેળવવા માટેનો સૌથી સરળ ઉપાય છે. જો એસીડીટીની સમસ્યા વધારે હોય તો તેનાથી છુટકારો મેળવવા રોજ એક કેળું ખાવું જોઈએ.Image Source :
🥛  દૂધ પેટમાં રહેલ ગેસ્ટ્રીક એસિડને સ્થિર કરવામાં લાભદાયી હોય છે. દુધમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. જે પેટમાં થતા એસિડના નિર્માણને  રોકે છે. જ્યારે પણ તમને એસીડીટીનો  અનુભવ થાય ત્યારે તમારે માત્ર એક ગ્લાસ ઠંડુ દૂધ પી લેવું.
🌱 ફુદીનો પણ એસીડીટીથી છુટકારો મેળવવા માટે ઉપયોગી છે. તેના માટે પાણીમાં થોડાક ફુદીના ના પાંદડા ઉકાળો અને જમ્યા બાદ તે એક ગ્લાસ પીલો. તેનાથી ગેસ અને એસીડીટીથી અસર કારક રીતે છુટકારો મેળવી શકાય છે. Image Source :
🥥 નાળીયેર પાણીમાં કાકડી અને તરબુચનો રસ પણ ગેસ અને એસીડીટીમાં રાહત આપે છે.
🥔 આદુ પાચન ક્રિયામાં સુધારો લાવે છે માટે જમવામાં આદુનો ઉપયોગ જરૂર કરવો.
🍋  જો જમ્યા પછી તમને ગેસ કે એસીડીટીની સમસ્યા થતી હોય તો જમવાના થોડા સમય પહેલા લીંબુ પાણી પીલેવું.Image Source :
🍔  વધારે મસાલેદાર ખોરાકનું સેવન અટકાવવું એસીડીટીમાં રાહત આપોઆપ આવી જશે.
🥗 વધારે માત્રામાં ફળ અને લીલા શાકભાજીનો આહારમાં સમાવેશ કરવો.
🤭  જેટલી ભૂખ લાગી હોય તેનાથી વધારે જમવું નહિ.Image Source :
😴  સુતાના થોડા સમય લગભગ 2 કલાક પહેલા ભોજન કરી લેવું. જમ્યા બાદ થોડુક કામ કરી લેવું અથવા તો હલન ચલન કરવું.
🥂  વધારે તણાવ લેવો તેમજ ધુમ્રપાન, દારૂ, વગેરે પીવું. નિયમિત થોડી કસરત કરવાથી પણ એસીડીટીમાં રાહત મળે છે
👨‍🔬 વધારે સમયથી એસીડીટી હોય તો આયુર્વૈદિક ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.Image Source :
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

 

 

 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Leave a Comment