ગર્ભાવાસ્થમાં વિટામીન ડી ની ખામી બાળક અને માતા બંને માટે છે ઘાતક, જાણો તેના લક્ષણો, કારણો અને ઘર બેઠા દુર કરવાના ઉપાયો…

ગર્ભાવસ્થા એક એવો સમય છે જેમાં માતાએ પોતાની સાથે બાળકની પણ સંભાળ લેવી પડે છે. આથી તેણે હંમેશા હેલ્દી ખોરાકનું સેવન કરવું જોઈએ. જો બાળકને પુરતું પોષણ ન મળે તો બાળક અનહેલ્દી આવે છે. આ સમય દરમિયાન વિટામીન ડી યુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ.

ગર્ભાવસ્થામાં મહિલાઓને શારીરિક રૂપથી સ્વસ્થ રહેવા માટે ઘણા પ્રકારના પોષક તત્વો, વિટામીન અને ખનીજ પદાર્થની જરૂર હોય છે. જો વિટામીન વિશે વાત કરવામાં આવે તો મહિલાઓ અક્સર વિટામીન એ, સી યુક્ત વસ્તુઓનું સેવન કરે છે. પરંતુ વિટામીન ડી પણ જરૂરી છે. પ્રેગ્નેન્સીમાં વિટામીન ડી પણ એટલું જ જરૂરી છે, જેટલા અન્ય વિટામિન્સ અને પોષક તત્વો હોય છે. વિટામીન ડી રક્તમાં ફોસ્ફરસ અને કેલ્શિયમનું બેલેન્સ બનાવી રાખે છે. તે કેલ્શિયમને એબ્જોર્બ પણ કરે છે, વિટામીન ડી સ્વસ્થ હાડકાઓ, દાંત રક્તમાં શુગર લેવલને કંટ્રોલ કરે છે. આથી જો ગર્ભાવસ્થામાં તંદુરસ્ત રહેવું છે તો શરીરમાં વિટામીન ડી ની કમી ન થવા દો. કારણ કે તે ઇમ્યુનિટી વધારે છે.

ગર્ભાવસ્થામાં વિટામીન ડી ની કમીના કારણો : જે સ્ત્રી ગર્ભવતી હોય તેના શરીરમાં વિટામીન ડી ની કમી થઈ ગઈ છે, તો તેની પૂર્તિ જલ્દી કરી લેવી જોઈએ. વિટામીન ડીની કમી તમારા હાડકાઓમાં દુખાવા અને કમજોરીનું કારણ બને છે. તેનાથી બાળકને હાડકાઓની મજબૂતી નથી મળતી. વિટામીન ડીની કમીથી બાળકનો વજન પણ પ્રભાવિત થાય છે. ગર્ભવતી મહિલાને બ્લડ પ્રેશરની ફરિયાદ થઈ શકે છે. ગર્ભાવસ્થામાં તડકે ન નીકળવું, બહાર ઓછું જાવું, વિટામીન ડી યુક્ત પ્રદર્થનું ઓછું સેવન કરવું, સનસ્કીનનો વધુ ઉપયોગ કરવો વગેરે કારણોથી શરીરમાં વિટામીન ડી ની કમી થઈ શકે છે.

પ્રેગ્નેન્સીમાં વિટામીન ડી ની કમીના જોખમ : ગર્ભવતી મહિલાને શરીરમાં વિટામીન ડી ની કમી થઈ ગઈ છે, તો તમારે પ્રી-એકલેમપ્સીયા, બેકટેરીયલ વેજીનોસીસ, જેસ્ટેશનલ ડાયાબિટીસ, ગર્ભપાત, પ્રીટર્મ લેબર, ભ્રુણનો વિકાસ યોગ્ય રીતે ન થવાનું જોખમ રહેલું છે.

પ્રેગ્નેન્સીમાં વિટામીન ડી ની કમીના લક્ષણ : સતત હાડકાઓમાં દુખાવો થાવો, સ્નાયુઓમાં દુખાવો, એઠન, થાકનો અનુભવ કરવો, કમજોરી અનુભવવી, મૂળ સ્વીંગ, ચિડીયાપણું જેવા લક્ષણો જોવા મળે છે.

ગર્ભાવસ્થામાં વિટામીન ડી ના ફાયદાઓ : 1 ) પ્રેગ્નેન્સીમાં વિટામીન ડી લેવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબુત બને છે. તેનાથી હાડકાઓ, માંસપેશીઓ અને દાંત મજબુત અને સ્વસ્થ બને છે.
2 ) શરીરમાં વિટામીન ડી ની કમીથી લોહીમાં શર્કરાનું સ્તર વધવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે. વિટામીન ડી યુક્ત ખોરાક લેવાથી ડાયાબિટીસનું જોખમ નથી રહેતું.

3 ) વિટામીન ડી યુક્ત વસ્તુઓનું સેવન કરવાથી પ્રી-એકલેમપ્સીયા એટલે કે હાઈ બ્લડ પ્રેશર થવાનું જોખમ ઓછું થઈ જાય છે. આ પ્રેગ્નેન્સીના 20 અઠવાડિયામાં મહિલાઓમાં વધુ જોવા મળે છે.
4 ) વિટામીન ડી ના સેવનથી બાળકનો વિકાસ પણ યોગ્ય નથી થતો. સમય પૂર્વ જન્મની સંભાવનાઓ ઓછી રહે છે.
5 ) જો તમે પર્યાપ્ત માત્રામાં વિટામીન ડી યુક્ત ખોરાક લો છો તો સર્જરીની જરૂર નથી રહેતી.

વિટામીન ડી ના મુખ્ય સોર્સ : વિટામીન ડી નો મુખ્ય સોર્સ છે સૂર્યપ્રકાશ. ફૂડસ દ્વારા પણ તમે વિટામીન ડી મેળવી શકો છો. આ માટે દૂધ, દહીં, પનીર, ફેટી ફીશ જેમ કે સેલ્મન, ટુના, ચીઝ, અનાજ, સંતરાનું જ્યુસ, વગેરેનું સેવન કરી શકાય છે. સાથે જ વિટામીન ડી ડોક્ટરની સલાહ અનુસાર વસ્તુઓનું સેવન કરી શકો છો. આમ તમે વિટામીન ડી નું સેવન કરીને પોતાનું તેમજ બાળકનું ધ્યાન રાખી શકો છો. આમ વિટામીન ડી ની પ્રેગ્નેન્સી દરમિયાન ખુબ જ જરૂરિયાત રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment