તમારા બાળકોને રોજ સવારે ખવડાવો આ ટુકડા, શરદી, ઉધરસ અને કબજિયાત મટાડી કેન્સર જેવી બીમારીઓને રાખશે દુર… બાળક બની જશે એકદમ પાવરફુલ…

મિત્રો તમારા માંથી ઘણા લોકોને ચીકુ બહુ જ ભાવતા હશે. જો કે ચીકુ એ ઉનાળાનું ફળ છે. તેનો સ્વાદ પણ મીઠો અને સારો હોય છે. તેના સ્વાસ્થ્યને લગતા લાભ પણ અનેક છે. પણ ઘણી વખત તમને વિચાર આવે કે બાળકોને ચીકુ ખવડાવવા જોઈએ કે નહિ. તો ચાલો તમારા આ સવાલનો જવાબ અમે તમને આપી દઈએ.

હેલ્થ એક્સપર્ટ હેલ્થી રહેવા માટે હંમેશા મોસમી ફળ ખાવાની સલાહ આપતા હોય છે. આ સમયે તરબૂચ, ટેટી, કેરી, લીચી અને ચીકુ માર્કેટમાં વધારે જોવા મળે છે. આ બધા જ ફળ મોટાની સાથે સાથે બાળકો માટે પણ ફાયદાકારક હોય છે, કારણ કે તેમાં પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ બાળકો માટે ચીકુ ખાવાના ફાયદાઓ વિશે. ચીકુ એ બાળકો માટેનું સુપરફૂડ ગણવામાં આવે છે. તમે બાળકોને ચીકુ છાલ કાઢીને બીજ કાઢીને ખવડાવી શકો છો. તેનાથી બાળકને પર્યાપ્ત પોષકતત્વો મળે છે. બાળકોની ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ સુધારો જોવા મળે છે. શું બાળકોને ચીકુ ખવડાવી શકાય છે ? :- ઘણા પેરેન્ટ્સના મનમાં સવાલ હોય છે કે, બાળકોને ચીકુ ખવડાવવા જોઈએ કે નહીં? જો તમારું બાળક 6 મહિનાથી વધુ ઉંમરનું છે તો તેને ચીકુ ખવડાવી શકાય છે. ચીકુમાં ફ્રૂક્ટોઝ અને સુક્રોઝ જેવી પ્રાકૃતિક ખાંડ હોય છે, જે તેના સ્વાદને મીઠો બનાવે છે. નાના બાળકોને નાસ્તામાં ચીકુ ફળ ખવડાવી શકાય છે. બાળકને ચીકુ ખવડાવતા પહેલા તેની છાલ અને બીજ દૂર કરવા. પછી તેને થોડું મેષ કરીને પછી બાળકને ખવડાવવું જોઈએ. તેનાથી બાળક ચીકુ સરળતાથી ખાઈ શકે છે. 

બાળકોને ચીકુ ખવડાવવાના ફાયદા :- પચાવવામાં સરળ :- ચીકુ પચવામાં સરળ હોય છે. બાળકો પણ આ ફળને સરળતાથી પચાવી શકે છે. તે સ્વાદમાં મીઠું હોય છે. તેનાથી બાળકને તરત જ એનર્જી મળે છે. માટે તમે તમારા બાળકને સવારે નાસ્તામાં ચીકુ ખવડાવી શકો છો. તેનાથી બાળક આખો દિવસ એનર્જેટીક બની રહેશે. એંટીઓક્સિડેંટથી ભરપૂર ચીકુ :- ચીકુમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ સારી માત્રામાં હોય છે. આ બધા જ એંટીઓક્સિડેંટ બાળકની પ્રતિરક્ષા સુધારવામાં મદદ કરે છે. સાથે જ શરીરને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી પણ બચાવે છે. એંટીઓક્સિડેંટ કેન્સર કોશિકાઓથી લડવામાં મદદ કરે છે. 

શરદી અને ઉધરસથી બચાવે :- બાળકોની ઇમ્યુનિટી ખૂબ જ નબળી હોય છે, એવામાં તેઓ જલ્દી બીમાર થઈ જાય છે. તેમણે વારંવાર શરદી ઉધરસથી પીડાવું પડતું હોય છે. એવામાં તમે ચાહો તો ચીકુનું સેવન કરી શકો છો. ચીકુમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે. જે બાળકોની પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. બાળકોને એનર્જી આપે છે ચીકુ :- ચીકુમાં કેલ્શિયમ, આયરન, કોપર અને મેગ્નેશિયમ ખૂબ વધુ માત્રામાં જોવા મળે છે. સાથે જ તેમાં નેચરલ શુગર પણ હોય છે. તેનાથી બાળકને તરત જ એનર્જી મળે છે અને બાળકને ઉર્જા અને શક્તિ મળે છે. 

કબજિયાતમાં ફાયદાકારક ચીકુ :- નાના બાળકોને સામાન્ય રીતે કબજિયાતની સમસ્યા થતી હોય છે. કબજિયાત થવાથી બાળકને મળ ત્યાગ કરવામાં મુશ્કેલી પડે છે, તેમને પેટમાં દુખાવો થાય છે. એવામાં ચીકુ ફાયદાકારક થઈ શકે છે. ચીકુ ખાવાથી બાળકને કબજિયાતથી છુટકારો મળી શકે છે. 

તમે તમારા બાળકને ચીકુ મિલ્ક શેક, કસ્ટર્ડ કે આઇસ્ક્રીમના રૂપમાં ખવડાવી શકો છો. તેનાથી બાળકને ચીકુના પોષકતત્વો મળી રહે છે. બાળક શોખથી તેને ખાવાનું પણ પસંદ કરે છે.  આમ તમે ચીકુ બાળકોને આપીને તેને જરૂરી પોષક તત્વો આપી શકો છો. બાળકનો સંપૂર્ણ વિકાસ કરવામાં ચીકુ તમારી મદદ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment