ખોડો થવો, ખરતા વાળ અને સફેદ વાળની સમસ્યા જોરદાર દેશી ઈલાજ, મોંઘા તેલ કે શેમ્પુ વગર જ ચમકવા લાગશે તમારા વાળ…

મિત્રો તમે દેશી ચણાના ફાયદાઓ વિશે તો જાણતા જ હશો, તેમજ ભારતીય ઘરોમાં તેનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. આ ચણામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે તેમજ તેના મુખ્ય બે પ્રકાર છે, દેશી ચણા અને કાબુલી ચણા. દેશી ચણા કાળા હોય છે અને સાઈઝમાં નાના હોય છે. જયારે કાબુલી ચણા થોડા મોટા અને અને સફેદ હોય છે. કાબુલી ચણાને છોલે ચણા પણ કહેવાય છે.

દેશી ચણા આપણા શરીર અને વાળ માટે ખુબ જ સારા છે. કારણ કે તેમાં અનેક પોષક તત્વો રહેલા છે. આજકાલ આપણા વાળ પ્રદુષણ અને કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી વધુ ખરાબ થઈ ગયા છે. આમ વાળની સમસ્યાના નિવારણ માટે દેશી ચણા ખુબ જ લાભકારી અને ગુણકારી છે.

દેશી ચણામાં રહેલ પોષક તત્વ : એવું માનવામાં આવે છે કે, દેશી ચણા અનેક વિટામિન્સ અને ખનિજોનો ભંડાર છે. લગભગ એક કપ દેશી ચણામાં 210 ગ્રામ કેલેરી, 3.70 ગ્રામ ફેટ, 320 ગ્રામ સોડીયમ, 30 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 9.5 ગ્રામ ફાઈબર,  6 ગ્રામ શુગર અને પ્રોટીન 10.5 ગ્રામ મળે છે. આમ વાળને જરૂરી પોષક તત્વો મળી રહે છે તેનાથી વાળની ફોલિકોલ્સ મજબુત રહે છે અને વાળ ઓછા ખરે છે. આ સિવાય જો તમે દેશી ચણાનું સેવન કરો છો તો વાળને સમય પહેલા થતા સફેદ વાળને અટકાવી શકાય છે.

1 ) કાળા ચણા વાળના વિકાસ માટે લાભકારી છે. દેશી ચણામાં રહેલ વિટામીન બી-6 અને ઝીંક તમારા વાળના પોષણ માટે જરૂરી પ્રોટીન પૂરું પાડે છે. આથી જ વાળની મજબૂતી માટે અને વિકાસ માટે દેશી ચણાનું સેવન ખુબ જ સારું માનવામાં આવે છે અને જો તમે તમારા વાળની લંબાઈ વધારવા માંગો છો તો એક વખત દેશી ચણાનું સેવન જરૂરથી કરો.

2 ) કાળા ચણાથી ખરતા વાળથી પણ છુટકારો મળે છે. જો તમારા વાળ પણ ખુબ જ ખરે છે તો દેશી ચણા તે માટેનો ખુબ જ આવશ્યક ખોરાક બની રહે છે. દેશી ચણામાં વિટામીન એ અને ઝીંક હોવાથી તે વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. જો તમારા શરીરમાં કોઈ પણ પોષક તત્વની કમી દેખાય તો વાળ ખરવાનું શરુ થઈ જાય છે. આથી પોતાના ડાયટમાં વિટામીન એ અને ઝીંક યુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આ માટે દેશી ચણા ખુબ જ સારો વિકલ્પ છે.

3 ) ખોડાને દુર કરવામાં પણ કાળા ચણા ખુબ જ મદદ કરે છે. જો તમારા વાળમાં દરેક ઋતુમાં ખોડાની સમસ્યા રહે છે તો તેના ઈલાજ માટે તમે 4 ચમચી દેશી ચણાનો લોટ લો અને તેને દોઢ કપ પાણીમાં સારી રીતે પલાળી દો. તેની પેસ્ટ બનાવી લો અને તે પેસ્ટને પોતાના વાળમાં મસાજ કરો. આ પ્રયોગ તમે અઠવાડિયા બે થી ત્રણ વખત કરી શકો છો. તેનાથી મસાજ કર્યા પછી પાણીથી વાળને ધોઈ નાખો.

4 ) આજકાલ મોટાભાગના લોકોને નાની ઉંમરે સફેદ વાળ થવાની સમસ્યા વધી ગઈ છે. તેનું એક કારણ તમારા શરીરમાં મેગ્નીજની ઉણપ પણ હોય શકે છે. જયારે દેશી ચણામાં મેગ્નીજ અને આયરન વિપુલ પ્રમાણમાં રહેલ છે. મેગ્નીજ વાળને સફેદ થતા અટકાવે છે. આથી જ તમારે દેશી ચણાને પોતાના ડાયટમાં જરૂર સામેલ કરવા જોઈએ.

આમ તમે આ બધા દેશી ચણાના ગુણો જાણીને તમે દેશી ચણાને જરૂરથી પોતાના ડાયટમાં સામેલ કરશો. તમે વાળને લગતી સમસ્યાઓ જ નહિ પણ શરીરની અન્ય બીમારીઓ સામે પણ દેશી ચણાનું સેવન કરીને રક્ષણ મેળવી શકો છો. આમ દેશી ચણાના એ અનેક પોષકતત્વોથી ભરેલ છે.

કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ ? : શાક સિવાય તમે તેને સ્નેક્સ અથવા તો મેવાના રૂપમાં પણ ખાઈ શકો છો. આ માટે દેશી ચણાને આખી રાત પલાળી રાખો, સવારે ખાલી પેટ સેવન કરો, તેનાથી વાળ પણ સ્વસ્થ રહેશે અને આંખની રોશની પણ વધશે.

આ સિવાય તમે દેશી ચણાને બાફીને તેમાં કાળા મરી, સિંધાલુણ મીઠું અને લીંબુ નાખીને ખાઈ શકો છો. બાફેલા દેશી ચણાનું પાણી અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે. જો શાક રૂપે દેશી ચણાને ખાઈ રહ્યા છો તો તેની ગ્રેવીનું વધુ સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment