જાણો ભારતીય કરન્સી આગળ પાકિસ્તાનના રૂપિયાની કેટલી વેલ્યુ છે, ત્યાંના 1 લીટર દુધનો ભાવ અને મોંઘવારી જાણી ચોંકી જશો.

પાકિસ્તાનની ખરાબ થતી જતી આર્થિક સ્થિતિ અકસર દરેક દેશ અને દુનિયાના સમાચારનો મહત્વનો ભાગ રહી છે. ત્યાંની મોંઘવારી સાતમાં આકાશે પહોંચી ગઈ છે. 1 લીટર દૂધની કિંમત ત્યાંના 130 થી 140 રૂપિયાની વચ્ચે છે. ત્યાંના લોકો જેટલા રૂપિયામાં એક કપ ચા પીવે છે એટલામાં ભારતમાં નાસ્તો કરી શકાય છે. આ પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાનની નીચે ઉતરતી જતી કરન્સી છે.

પાકિસ્તાનમાં ભારતની જેમ જ 1 રૂપિયો, 2 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, અને 2000 રૂપિયાના સિક્કા અને નોટ ચલણમાં છે. આ સિવાય ત્યાં 1000 રૂપિયા અને 5000 રૂપિયાની નોટ પણ ચલણમાં છે.

ભારતની સામે વેલ્યુ : પાકિસ્તાનની આર્થિક સ્થિતિની જેમ ત્યાની કરન્સીની સ્થિતિ પણ ખરાબ છે. ભારતીય મુદ્રાની તુલનામાં પાકિસ્તાનની મુદ્રાની વેલ્યુ અડધાથી પણ ઓછી છે. એવું કહી શકાય છે કે, પાકિસ્તાનની તુલનામાં ભારતનો રૂપિયો મજબુત છે.

કારણ કે ભારતનો એક રૂપિયો પાકિસ્તાનના 2.29 રૂપિયાની બરાબર છે. જ્યારે ડોલરની તુલનામાં 1 અમેરિકી ડોલરની વેલ્યુ પાકિસ્તાની રૂપિયામાં 168.82 રૂપિયા છે. જયારે ભારતીય મુદ્રામાં 73.72 રૂપિયા બરાબર છે.

આપણા 2000 ના ત્યાં કેટલા રૂપિયા થાય ? : જો આપણે ભારતમાં નોટબંધીના શરુ કરેલ 2000 રૂપિયાની વાત કરીએ તો તે પાકિસ્તાનના 4579.34 રૂપિયા બરાબર છે. એટલે કે આપણી 2000 રૂપિયાની નોટ પાકિસ્તાનના 5000 રૂપિયા બરાબર છે. ભારતીય મુદ્રા પર મહાત્મા ગાંધીની જેમ પાકિસ્તાનની કરન્સી પર મોહમ્મદ અલી ઝીણાની ફોટો હોય છે સાથે જ અન્ય જાણકારીની સાથે સાથે ઉર્દુમાં સૌથી ઉપર સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન લખેલું છે. 

ભારતની જેમ પાકિસ્તાની કરન્સીમાં પણ ઘણા પ્રકારના ફીચર્સ હોય છે. જેમાં વોટરમાર્ક, સિક્યોરીટી થ્રેડ, એન્ટી સ્કેન, અને એન્ટી કોપી વગેરે પણ સામેલ છે. આમ પાકિસ્તાનની કરન્સીની તુલનમાં ભારતની કરન્સીની વેલ્યુ ઘણી વધુ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment