મિત્રો તમે શિયાળામાં ફ્રુટ તો ખાતા જ હશો. કેમ કે આ ઠંડીની મૌસમના જો તમે પોતાની તંદુરસ્તીનું ધ્યાન નહિ રાખો તો ઘણા રોગો તમને થઈ શકે છે. તેથી જ જે મૌસમાં જે ફળ આવતા હોય તો તે ફળ ખાવા ખુબ જ જરૂરી હોય છે અને ફળો ખાવાથી તમારી તંદુરસ્તી પણ ખુબ સારી રહે છે. ચાલો તો આજે આપણે શિયાળામાં ખવાતા એવા સ્ટાર ફ્રુટ વિશે વાત કરીશું.
મિત્રો તમે સ્ટાર ફ્રુટ જોયું હશે, જે દેખાવમાં સ્ટાર જેવું લાગે છે. આથી જ તેને સ્ટાર ફ્રુટ કહેવામાં આવે છે. જો કે ઘણા લોકો તેને કમરખના નામે પણ ઓળખે છે. જો કે આ ફ્રુટ એ મોટાભાગે ખાટું જ હોય છે. પણ ખુબ પાકી ગયા પછી તે મીઠા થઈ જાય છે. આમ ઘણી વિશેષતા સાથે તેમાં ઘણા પોષક તત્વો પણ રહેલા છે. જે શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સ્ટાર ફ્રુટમાં ઘણા ઔષધીય ગુણ પણ રહેલા છે. તે ઓછી કેલેરીથી યુક્ત પણ ફાઈબરથી ભરપુર છે. તેમાં વસા પણ ઓછું હોય છે. પણ વિટામીન બી, વિટામિન સી, સોડિયમ, પોટેશિયમ, લોહ અને ઘણા મહત્વપૂર્ણ એન્ટીઓક્સીડેટથી ભરપુર છે.
સોજાને ઓછા કરે છે : એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, સ્ટાર ફ્રુટ વિટામિન સીનો એક સારો એવો સ્ત્રોત છે. વિટામિન સી શરીરના વિષાક્ત પદાર્થને બહાર કાઢે છે. તે ત્વચા પરના સોજાને ઓછો કરે છે. આ સિવાય તે ફ્લુ અને સામાન્ય તાવમાં પણ મદદ કરે છે.હૃદયને તંદુરસ્ત રાખે છે : સ્ટાર ફ્રુટની અંદર સોડિયમ અને પોટેશિયમ જેવા ખનીજો ભરપુર માત્રામાં રહેલા છે. જે રક્તચાપને નિયંત્રિત કરે છે. તેમજ તેમાં કેલ્શિયમ પણ હોય છે, જે હૃદય માટે ખુબ ફાયદાકારક છે. શરીરમાં કેલ્શિયમને સંતુલિત માત્રામાં સ્ટોકને કાર્ડીયેક અરેસ્ટ જેવા હૃદય રોગોના જોખમને ઓછું કરે છે.
ડાયાબિટીસ માં ફાયદાકારક છે : સ્ટાર ફ્રુટ એ તમારા રક્ત શર્કરા અને ઇન્શુલીનના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. ફાઈબર યુક્ત ખોરાક ખાવાથી મધુપ્રમેહને રોકી શકાય છે અને આ સ્ટાર ફ્રુટ સક્રિય રીતે મધુમેહના રોગીને ફાયદો કરે છે.પાચનમાં સુધાર લાવે છે : આ ફળમાં ફાઈબર ભરપુર માત્રામાં રહેલ છે. જેનો વધુ એક સ્વાસ્થ્ય લાભ છે. તે તમારા પાચનમાં સુધારો કરી શકે છે. તે તમારી કબજિયાતની સમસ્યા દુર કરે છે. આમ કબજિયાતથી પીડિત લોકોએ તેનું સેવન કરવું જોઈએ.
વાળને ચમકદાર બનાવે છે : વિટામિન બી અને સીની સાથે એન્ટીઓક્સીડેટ હોવાને કારણે તે વધુ સારું પરિણામ આપે છે. આમ તે વાળાને સ્કીન માટે ખુબ સારું છે. તેના સેવનથી વાળ ચમકદાર બને છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ