બદામ સાથે કરો રસોડામાં રહેલા આ કાળા દાણાનું સેવન, વગર દવાએ માટી જશે શરીરની આ 8 ગંભીર બીમારીઓ…આજીવન સ્વસ્થ રહેવું હોય જરૂર કરો આનું સેવન…

બદામ આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવવા માટે અત્યંત લાભદાયક સૂકો મેવો છે. બદામમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. અને આપણે બદામ ખાતા જ હોઈએ છે તેવી જ રીતે આપણા રસોડામાં રહેલા કાળા મરી પણ એટલા જ ઉપયોગી છે. આપણે બધા બદામ અને કાળા મરીનું સેવન તો કરીએ જ છીએ પરંતુ અલગ અલગ કરીએ છીએ. બંનેનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે ક્યારેય બંનેનું એક સાથે સેવન કર્યું છે? મોટાભાગના લોકો નઈ જાણતા હોય કે બદામ અને કાળા મરીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અદ્ભુત ફાયદા મળે છે. બદામ અને કાળા મરી સાથે ખાવાથી કેવા ફાયદા થાય છે તે અમે આ લેખ દ્વારા જણાવીશું.

બદામમાં સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામીન અને મિનરલ હાજર હોય છે આ ડાયટ્રિફાઇબર, મેગ્નેશિયમ, વિટામિન ઈ, પ્રોટીન, મેંગેનીઝ, કોપર અને ફોસ્ફરસ જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે સાથે જ આમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ પણ હાજર હોય છે. તેવી જ રીતે કાળા મરીની વાત કરીએ તો આ પોષક તત્વોની સાથે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આમાં વિટામીન એ, સી, ફ્લેવોનોઈડ્સ, કેરોટીન ની સાથે બીજા અન્ય એન્ટિઓક્સિડન્ટ પણ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આ પ્રમાણે બદામ અને કાળા મરીનું સાથે સેવન કરવાથી ન માત્ર શરીરને જરૂરી પોષણ મળે છે પરંતુ તેનાથી ગંભીર બીમારીઓને દૂર કરવા અને જોખમ ને ઘટાડવામાં મદદ મળે છે.બદામ અને કાળા મરી ખાવાના ફાયદા:-

1) ઇમ્યુનિટી મજબૂત બને:- બદામ અને કાળા મરી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે જેનાથી આ તમને શરદી, કફ, ખાંસી, તાવ, મોસમી એલર્જી અને વાયરલ સંક્રમણ જેવી સમસ્યાઓથી સુરક્ષિત રાખે છે.

2) પેટ માટે ફાયદાકારક:- બદામમાં ડાયટ્રી ફાઇબર હોય છે જે પેટને સ્વસ્થ અને બહેતર પાચન માટે મદદ કરે છે. સાથે જ કાળા મરીમાં પીપેરીન નામનું યોગિક હોય છે જે પ્રોટીનને તોડીને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. આ કોમ્બિનેશન પાચનને શ્રેષ્ઠ બનાવવાની સાથે આંતરડાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે સ્વસ્થ આંતરડાનો મતલબ છે સ્વસ્થ પેટ.

3) મગજને તંદુરસ્ત રાખે:- બદામને બ્રેન ફૂડ કહેવાય છે, કારણ કે આ મગજને તેજ અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. તેવી જ રીતે કાળા મરીમાં હાજર પીપેરીન ચિંતા અને તણાવ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ કોમ્બિનેશન ડિપ્રેશનથી લડવામાં પણ અસરકારક છે. આ મગજના કાર્યોને શ્રેષ્ઠ બનાવવા અને તેને એક્ટિવ રાખવામાં મદદ કરે છે.

4) બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે:- બદામ અને કાળા મરીનું કોમ્બિનેશન હાઇ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. આ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર કાઢીને સારા કોલેસ્ટ્રોલને વધારો આપવામાં મદદરૂપ થાય છે. જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓના જોખમને દૂર કરવા તથા હૃદયને સ્વસ્થ રાખવામાં અત્યંત લાભદાયક છે.5) વજન નિયંત્રિત રાખે:- આ સંયોજનો ભોજન ને સારી રીતે પચાવવામાં અને મેટાબોલિઝમના રેટને વધારવામાં મદદ કરે છે. સાથે જ બદામ અને કાળા મરીનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે જેનાથી તમે ઓછી કેલેરીનું સેવન કરો છો. અને તમે અનહેલ્દી ફૂડ્સ ખાવાથી બચી જાઓ છો. આ રીતે વજન ઘટાડવા અને શરીરને સ્વસ્થ વજન બનાવી રાખવામાં મદદ કરે છે. 

6) ત્વચા માટે ફાયદાકારક:- બદામમાં વિટામિન ઈ હોય છે અને કાળા મરી વિટામીન સી થી ભરપૂર હોય છે. બંનેમાં એન્ટી ઇન્ફ્લેમેટિક ગુણ અને એન્ટિઓક્સિડન્ટ હાજર હોય છે જેનાથી ત્વચાની અનેક સ્થિતિઓ જેવી કે સોજો,ખીલ, ડાઘ ધબ્બા અને નિર્જીવ ત્વચા વગેરેથી લડવામાં મદદરૂપ થાય છે. આ શરીર માટે એક પ્રાકૃતિક ડિટોકસીફાયર છે, જેનાથી આ તમને સાફ અને ખીલેલી ત્વચા મેળવવામાં મદદ કરે છે. 7) હાડકા મજબૂત બને:- બદામમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જેનાથી આ હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખવામાં અત્યંત ફાયદાકારક છે. જો તમે બદામ અને કાળા મરીને મધમા મેળવીને તેનું સેવન કરો છો તો આ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

8) શરદી અને ઉધરસ નો રામબાણ ઉપાય:- શરદી ઉધરસની સમસ્યામાં બદામ અને કાળા મરીનું સેવન કરવાથી અત્યંત ફાયદો મળે છે. આ લાળના વધુ પડતા ઉત્પાદનને નિયંત્રિત કરવામાં અને બહાર કાઢવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment