આ છે પેટ, પાચન, વજન અને ચામડીના રોગોનો અકસીર ઈલાજ, ગરમીથી બચાવી ઇમ્યુનિટી પાવર કરી દેશે ડબલ… જાણો ઉપયોગની અને ફાયદા…

લીમડો એ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. આથી તમે અમુક સ્વાસ્થ્યની બીમારીમાં તેનું સેવન કરીને સ્વાસ્થ્યને સારું કરી શકો છો.

લીમડાને આયુર્વેદમાં ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તેમાં રહેલ ગુણ શરીર માટે ઘણી રીતે લાભકારી છે. લીમડાનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. લીમડાના પાન, જડ, ફૂલ અને ફળ બધું જ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાના પાનને દરરોજ સેવન કરવાથી લોહી સાફ કરવાથી લઈને સ્કીનને સારી કરવામાં મદદ મળે છે.

તેમાં રહેલ એન્ટી ફંગલ, એન્ટી ઇફ્લેમેટરી અને એન્ટી બેકેરીયલ ગુણ શરીર માટે ખુબ જ ઉપયોગી છે. લીમડાના ફૂલનો ઉપયોગ પણ ઘણી ગંભીર બીમારીઓમાં કરવામાં આવે છે. લીમડાના ફૂલનું શરબત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમને સ્વાસ્થ્ય જાગૃત કરવા અને હેલ્દી રાખવા માટે લીમડો ખુબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ પ્રાકૃતિક એન્ટી સેપ્ટિક શરીરના આંતરિક અંગોને સાફ રાખવા અને હેલ્દી રાખવાનું કામ કરે

લીમડાના ફૂલના શરબતના ફાયદાઓ : લીમડાના ફૂલનો ઉપયોગ દક્ષિણ ભારતમાં ઘણા પ્રકારના વ્યંજન બનાવવામાં કરવામાં આવે છે. હૈદરાબાદમાં સૌથી વધુ લીમડાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું શરબત ઉનાળામાં શરીર માટે ફાયદાકારક છે. હાલમાં જ લીમડાના ફૂલ વિશે મળતી જાણકારી મુજબ લીમડાના ફૂલનું શરબત પેટને સારું અને પાચનતંત્રને મજબુત બનાવવા માટે ખુબ જ ઉપયોગી છે.

પેટ માટે : લીમડાના ફૂલમાં રહેલ ગુણ પેટ માટે સારા છે. તેમાં રહેલ ગુણ પેટને સાફ અને પાચનતંત્રને હેલ્દી રાખવા માટે ઉપયોગી માનવામાં આવે છે. કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યાઓમાં લીમડાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સેવનથી તમે પેટમાં રહેલ કીડાઓની સમસ્યા દુર કરી શકો છો. આમ આ શરબત પૂરી રીતે હેલ્દી માનવામાં આવે છે.

સ્કીનને લગતી સમસ્યાઓ : લીમડાના ફૂલમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરીયલ, અને એન્ટી સેપ્ટિક ગુણ રહેલ છે. સ્કીનને લગતી સમસ્યાઓમાં લીમડાના ફૂલનું શરબત ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી ચહેરા પરના ડાઘ, ખીલ વગેરેની સમસ્યાઓ દુર થાય છે. સ્કીન પર ઇન્ફેકશનની સમસ્યાને દુર કરવા માટે લીમડાના ફૂલનું શરબત પીવું જોઈએ. તેનાથી તમારી સ્કીન ગ્લોઈન્ગ બને છે.

શરીરની ઈમ્યુન સિસ્ટમ : લીમડાના ફૂલમાં રહેલ ગુણ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવન કરવાથી તમારી ઇમ્યુનિટી મજબુત બને છે. આજના સમયમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આ શરબત ખુબ જ ઉપયોગી છે. વાસ્તવમાં શરીરની ઇમ્યુનિટી ખાનપાન અને લાઈફસ્ટાઈલના કારણે પ્રભાવિત થાય છે. આથી શરીરની ઈમ્યુન સિસ્ટમ વધારવા માટે લીમડાના ફૂલનું શરબત પીવું ખુબ જ ફાયદાકારક છે.

ઉનાળામાં સ્વાસ્થ્ય : ઉનાળાના મૌસમમાં તાપમાનના કારણે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થાય છે. આ ઋતુમાં વધતા તાપમાનના કારણે શરીરને બચાવવા માટે તમે લીમડાના ફૂલનું શરબત પિય શકો છો. જુના જમાનામાં લોકો ભયંકર ગરમીથી બચવા માટે અક્સર લીમડાના ફૂલનું શરબત પીતા હતા. તેનો ઉપયોગ ઉનાળામાં લૂ થી બચવા માટે કરી શકાય છે.

વજન : લીમડાના ફૂલથી બનેલ શરબત પીવાથી વજન ઓછું કરવામાં પણ ફાયદો મળે છે. દરરોજ તેનું સેવન કરવાથી તમે સરળતાથી વજન ઓછો કરી શકો છો. લીમડાના ફૂલમાં રહેલ ગુણ વજન ઓછો કરવા અને શરીરને હેલ્દી રાખવામાં મદદ કરે છે.

લીમડાના ફૂલનું શરબત બનાવવાની રીત : લીમડાના ફૂલનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા લીમડાના ફૂલને સાફ કરી લો. ત્યાર પછી એક જગમાં ઠંડુ પાણી લઈને તેમાં ગોળનો પાવડર નાખો. હવે સારી રીતે મિક્સ કરીને એક ગ્લાસમાં કાઢી લો. હવે ગ્લાસમાં એક ચમચી લીમડાના ફૂલ નાખો. ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું અને એક ચપટી મરી પાવડર નાખો. હવે તેમાં એક નાની ચમચી પીસેલું આદુ મિક્સ કરો અને કાચી કેરીના ટુકડા પણ નાખી શકો છો. તેને મિક્સ કરીને થોડી વાર રહેવા દો અને પછી તેનું સેવન કરો.

લીમડાના ફૂલનું શરબત સિવાય લીમડાના ફૂલની ચા પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તમે વજન ઓછો કરવા માટે લીમડાના ફૂલની ચા પિય શકો છો. કોઈ પણ બીમારીમાં લીમડાના ફૂલનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment