ફક્ત 1 મહિનો આનું સેવન નહિ થવા દે લોહીની કમી. યૌન શક્તિ વધારી અને કેન્સર, હૃદયરોગ જેવી અનેક બીમારીનો કાયમી થઈ જશે ખાત્મો…

દાડમનો સ્વાદ ખુબ જ સારો હોય છે. મોટાભાગના લોકો તેને ખાવાનું પસંદ કરે છે. દાડમ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેને ખાવાથી વિટામીન સી અને કે મળે છે. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટના પણ ઘણા ફાયદાઓ છે. દાડમ એક એવું ફળ છે, જેના બીજ અને છાલમાં ઘણા ગુણો રહેલા છે. દાડમ ખાવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે. તે કેન્સરથી બચાવે છે. ઈમ્યુન સિસ્ટમ બુસ્ટ કરે છે, અને યૌન સંબંધો સારા બનાવે છે.

દાડમના જ્યાં સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા છે તેમ જ સુંદરતા વધારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. દાડમ વધતી ઉંમરના લક્ષણોને ઓછા કરે છે, દરરોજ દાદામનું જ્યુસ પીવાથી ચહેરા પર નિખાર વધે છે. સાથે જ ખીલ, ડાઘની પરેશાની પણ દૂર કરે છે. આ સિવાય તેના ઘણા ફાયદાઓ છે. તો ચાલો જાણીએ દાડમના ફાયદા….

દાડમના સ્વાસ્થ્ય માટે ફાયદાઓ : આ ગુણકારી ફળના અનેક ફાયદાઓ છે અને તે કંઈ બીમારીમાં દર્દીને ઉપયોગી છે તે પણ જાણી લઈએ. આ જાણી લીધા પછી તમારા શરીરની ઘણી પરેશાની ઓછી થઈ જશે. દાડમ અનેક ગુણોનો માલિક છે. તેના સેવનથી ઘણા રોગોથી છુટકારો મેળવી શકાય છે.

લોહી : લોહીનું સ્તર વધારવા માટે ડોક્ટર સૌથી પહેલા દાડમ ખાવાની સલાહ આપે છે. દાડમના બીજ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. તેનાથી રક્ત બને છે, એનિમિક દર્દી માટે દાડમ એ ખુબ જ જરૂરી ખોરાક છે.

બ્લડ શુગર લેવલ : દાડમના રસમાં ફ્રૂક્ટોઝ હોય છે, જેનાથી રક્તનું શુગર લેવલ વધતું નથી. મોટાભાગના ફળ અને તેના રસનું સેવન ડાયાબિટીસ રોગીને ઓછુ કરવાનું કહેવામાં આવે છે. પરંતુ તેઓ દાડમનું સેવન કરી શકે છે.

રક્તચાપને સંતુલન : દાડમનો રસ રક્તના દબાણને બનાવી રાખે છે. જેનાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. તે હૃદયના દર્દીને ખુબ જ લાભ આપે છે. રક્ત વાહિકાઓના સોજા ઓછા કરે છે. આ એક પ્રાકૃતિક એસ્પ્રીનની જેમ કામ કરે છે. દાડમ લોહીને પાતળું રાખે છે અને રક્તના ગઠ્ઠા જામવા નથી દેતું.

કેન્સરના ખતરા : દાડમ શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થને શરીરથી બહાર કરે છે. તેનાથી તે કેન્સર જેવી ઘાતક બીમારી વધવાથી રોકે છે. તેમાં પ્રચુર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે શરીરના ટોક્સિસને બહાર કાઢે છે. તે WBC ને મજબુત બનાવે છે. ઈમ્યુન સિસ્ટમ મજબુત કરે છ અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ રીતે દરરોજ દાડમનું સેવન કરવાથી કેન્સર પીડિત પોતાની બીમારી વધવાની રોકી શકે છે. તે બ્રેસ્ટ કેન્સરમાં વધુ ઉપયોગી છે.

પાચન તંત્ર : પેટ, લીવર, અને હૃદયની ગતિવિધિઓને ઠીક કરવામાં દાડમ ખુબ સહાયક ફળ છે. તેનાથી ભૂખ વધે છે અને તરસ ઓછી લાગે છે. આથી તેને ગરમીઓમાં ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી યુરીન સંબંધી પરેશાની ઠીક થાય છે. તે યુરીનના બહાવને સરળ બનાવે છે. દાડમમાં ફાઈબર વધુ રહેલ છે. જે ઘુલનશીલ અને અઘુલનશીલ બંને પ્રકારના છે. જેનાથી પાચન તંત્ર સારું રહે છે અને તેના આ ગુણોને કારણે વજન ઓછું કરવામાં મદદ કરે છે. કારણ કે તેમાં સેચ્યુરેટેડ એસિડ હોય છે અને કોલેસ્ટ્રોલ નથી હોતું.

ગર્ભવતી મહિલા માટે દાડમ : દાડમ ગર્ભવતી મહિલા માટે ખુબ જ લાભકારી ફળ છે. દાડમમાં વિટામીન અને મિનરલ્સની સાથે ફ્લોરિક એસિડ હોય છે. જે બાળક માટે સારા છે. તે બ્લડ ફ્લોને નિયંત્રિત કરે છે. દાડમમાં પોટેશિયમની માત્રા હોય છે, જે મહિલાઓમાં થતા પગના દુઃખાવાથી રાહત આપે છે. જો ગર્ભવતી મહિલા દાડમ કે દાડમના રસનું સેવન કરે છે તો પ્રી-મેચ્યોર ડિલીવરીનો ખતરો ઓછો રહે છે અને બાળકનું વજન પણ સારું રહે છે.

હૃદય : દાડમ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ખાસ કરીને હૃદય માટે. તે ધમનીઓને સુચારુ રાખવામાં સહાયક છે. તેના પર આવતા સોજા ઓછા કરે છે. રક્ત પ્રવાહને નિયંત્રિત કરે છે, સાથે લોહીના ગઠ્ઠા જામવાથી રોકે છે. તે બધા હૃદય રોગીઓ માટે ખુબ જ જરૂરી છે. દાડમ શરીરના કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે. હાનિકારક કોલેસ્ટ્રોલને લાભકારી કોલેસ્ટ્રોલમાં બદલી નાખે છે. આ રીતે તે રોગીઓ માટે ખુબ સારું છે.

રોગ પ્રતિકારક શક્તિ : દાડમમાં વાયરસ અને બેક્ટેરિયાથી લડવાના ગુણો રહેલા છે. જેનાથી ઇમ્યુનિટી વધે છે. તે મોઢામાં આવતા રોગાણુઓ જેનાથી કેવીટી વધે છે તેને પણ ખત્મ કરે છે. દાડમ એક એવું ફળ છે જે એચઈવી સંકરણને રોકે છે. આ રીતે દાડમ ઈમ્યુન સિસ્ટમ મજબુત બનાવે છે.

હાડકા : દાડમ ઓસ્ટીયોઆર્થરાઈટીસ દર્દીને વિશેષ રૂપે આપવામાં આવે છે. તે કાર્ટીલેજને તોડવામાં મદદ કરે છે. દાડમના રસના સેવનથી સાંધાના દુઃખાવા અને અન્ય હાડકાઓના દુઃખાવામાં રાહત આપે છે. કારણ કે, તે અંદરના અને બહારના સોજા ઓછા કરે છે. દાડમના રસ મગજની બીમારી જેવી કે અલ્જેરિયાના દર્દી માટે ફાયદાકારક છે. દાડમ કિડની માટે એક સારું ફળ છે. તે યુરીન સિસ્ટમને સંતુલિત કરે છે. તે પથરીને પણ નિયંત્રિત કરે છે. સાથે જ તે પુરુષો માટે પણ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી તે પુરુષમાં મૂત્રની સાથે વીર્યની પણ નિકાસી પર નિયંત્રણ કરે છે.

ત્વચા માટે : તે ત્વચાને નમી પ્રદાન કરે છે,  તેનાથી ચહેરા પર કરચલીઓ નથી આવતી પરંતુ તેનો દરરોજ ઉપયોગ કરવો પડે છે. દાડમ ચહેરા પરના ડાઘ, ખીલ અને ડાર્ક સર્કલ દૂર કરે છે. દાડમનો રસ બધા પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે. તે તેલીય ત્વચા માટે ફાયદાકારક છે. ઘણા પ્રકારના ફ્રૂટ ફેશિયલનો ઉપયોગ થાય છે તેમાં દાડમ ખુબ જ ઉપયોગી છે. તે ખીલથી રાહત આપે છે. સાથે જ ત્વચામાં થતા ઇન્ફેકશનથી બચાવે છે. તે સીબમના ઉત્પાદનને નિયંત્રિત કરે છે.

દાડમના વાળ માટે ફાયદાઓ : દાડમનું જ્યુસ પીવાથી તે વાળને મજબુત બનાવે છે. જેનાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. તે ત્વચાની સાથે વાળને પણ નમી પ્રદાન કરે છે. દાડમના બીજના પ્રમુખ ફાયદાઓમાં તે અન્ય તેલની સાથે વાહક રૂપે ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી વાળ લાંબા, શાઈન અને સોફ્ટ બને છે. તે ખરાબ વાળમાં નવી જાન નાખે છે. દાડમ વાળને નમી જ નહિ, પરંતુ તેમાં રહેલ વિટામીન અને મિનરલ વાળને મજબુત બનાવે છે. આમ દાડમ એ વાળને મજબુત કરવાની સાથે ચમક, તેમજ જાડા અને લાંબા બનાવે છે. જે વાળને નવી ઓળખ આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment