વાળની તમામ સમસ્યાઓનું સમાધાન લાવી દેશે ફક્ત આ 1 વસ્તુ, આવી રીતે લગાવી દો… વાળનો બધો મેલ સાફ કરી વાળને બનાવી દેશે એકદમ કાળા, લાંબા અને સિલ્કી…

ઉનાળા માં વાળને ઘણું નુકસાન થાય છે. ધૂળ માટી અને ગરમીના કારણે વાળ ગંદા અને ચિકણા થઈ જાય છે. જેના કારણે વાળ કમજોર બની જાય છે અને સરળતાથી તૂટવા માંડે છે. જો આ દરમિયાન તમે તમારા વાળની દેખભાળ નહીં કરો, વાળ ને ભીના છોડી દો છો અને તાપમાં ઢાંકીને નથી રાખતા તો તેનાથી વાળ ડ્રાય અને નિર્જીવ બની જાય છે.

આ બધા જ કારણોથી વાળ મૂળ માંથી કમજોર બની જાય છે. સાથે જ વાળ બે મોઢા ના અને પાતળા બની જાય છે. પરંતુ જો તમે વાળને મજબૂત બનાવવા ઇચ્છતા હોય તો ગરમી ના દિવસોમાં વાળ પર સફરજનનો સરકો જરૂરથી લગાવો. આનાથી વાળને ઘણા ફાયદા થાય છે. સફરજનના સરકામાં એસિટીક એસિડ અને સાઈટ્રિક એસિડ હોય છે. સાથે જ આમાં વિટામિન બી અને સી પણ ઉપલબ્ધ હોય છે. જે સ્વાસ્થ્યની સાથે સાથે તમારા વાળને પણ કન્ડિશનિંગ કરવામાં મદદ કરી શકે છે. આવો તો વાળમાં કંડિશનિંગ કરવા માટે સફરજનના સરકા ના ફાયદા જોઈશું.

વાળ માટે સફરજનના સરકા ના ફાયદા:-

1) હેરફોલ થી બચાવે:- ગરમીમાં વાળ સૌથી વધુ ખરે છે કારણ કે આ દરમિયાન તમારા વાળ માંથી નીકળતો પરસેવો તેમને કમજોર બનાવી શકે છે. સાથે જ, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો તમારા વાળને નુકશાન પહોંચાડી શકે છે. હેરફોલ ને રોકવા માટે તમે સફરજનના સરકા નો ઉપયોગ કરી શકો છો. સફરજનના સરકામાં એન્ટીબેક્ટેરિયલ ઉપલબ્ધ હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને તમારા વાળ સુંદર દેખાય છે. તેના માટે તમે સફરજનના સરકામાં થોડું પાણીનું પ્રમાણ ઉમેરીને તેને વાળ પર લગાવી શકો છો.

2) ડેન્ડ્રફ દૂર કરે:- વાળમાં ડેન્ડ્રફ ના કારણે પણ અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. એવામાં સફરજનના સરકા નો ઉપયોગ કરીને તમે આનાથી છુટકારો મેળવી શકો છો. આમાંથી ઉપલબ્ધ વિટામિન સી અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ તમારા માટે અત્યંત ફાયદાકારક બની શકે છે. આનાથી સ્કેલ્પમાં હાજર વધારે બેક્ટેરિયા અને એ ગંદકી સાફ થઈ શકે છે. જેનાથી ડેન્ડ્રફ બીજીવાર આવવાની સંભાવના ઓછી રહે છે. તેના માટે તમે સફરજનના સરકામાં એક ચમચી દહી મેળવી શકો છો. આનાથી વાળને ઘણા ફાયદા થશે.

3) વાળના નેચરલ ટેકસ્ચર ને જાળવી રાખે:- ધૂળ, માટી અને પ્રદૂષણના કારણે તમારા વાળનો નેચરલી રંગ ખરાબ બની શકે છે. પરંતુ જો તમે વાળમાં સફરજનના સરકા નો ઉપયોગ કરો છો તો તેનાથી વાળ નો કુદરતી રંગ જળવાઈ રહે છે. સાથે જ આનાથી સ્કૅલ્પ અને વાળ સોફ્ટ બને છે. વાળ ને રેશમી, મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેના માટે તમે મહેંદીમાં સફરજનના સરકાને મેળવીને લગાવી શકો છો. 

4) સ્કેલ્પની ગંદકી દૂર કરે:- સ્કેલ્પ ની ગંદકીના કારણે પણ તમારા વાળ વધારે ખરવા લાગે છે અને આનાથી વાળ મૂળમાંથી કમજોર બની જાય છે. તેના સિવાય વાળ પાતળા અને બે મોઢા ના પણ બની શકે છે. આનાથી ઇન્ફેક્શન અને ગંદકીની આશંકા રહે છે. પરસેવો જો તમારા સ્કેલ્પ માં બેસી જાય તો બીજી અન્ય પ્રકારની સમસ્યાઓ પણ થઈ શકે છે. તેના માટે સફરજનના સરકામાં કેટલાક લીંબુના ટીપા મેળવીને વાળમાં લગાવી શકો છો.

5) વાળનું PH જાળવી રાખે:- વાળને સ્વસ્થ રાખવા માટે તેને યોગ્ય PH સ્તર જાળવી રાખવું અત્યંત જરૂરી છે. સફરજન ના સરકાના એસિટિક પ્રભાવના કારણે આ વાળના PH સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. સ્કેલ્પના રોમછિદ્રોને ખોલવામાં સહાયતા કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment