પીવા લાગો આ વસ્તુ, વજન, હાર્ટએટેક, કેન્સરનું જોખમ ઘટાડી વધારી દેશે શરીરમાં હિમોગ્લોબીન, વાયરલ ઇન્ફેકશન સહિત અનેક બીમારીઓથી રાખશે દુર…

તમે કદાચ બદામનું સેવન કરવાથી મળતા ફાયદાઓ વિશે ઘણું સંભાળ્યું હશે. પરંતુ શું તમે તેની ચા ના ફાયદાઓ વિશે ક્યારેય સંભાળ્યું છે? બદામની ચા પણ સ્વાસ્થ્ય માટે એટલી જ ફાયદાકારક છે. આ સિવાય તમને જણાવી દઈએ કે બદામની ચા પીવાથી સ્વાસ્થ્યની સાથે ત્વચાને પણ અનેક ફાયદાઓ મળે છે. બદામની ચા તમને લાંબા સમય સુધી યુવા બનાવી રાખે છે. સાથે જ મૌસમી બીમારીઓ, વાયરલ, અને ઇન્ફેકશનથી પણ દુર રાખે છે. તેના સેવનથી તમને સંપૂર્ણ સ્વાસ્થ્ય લાભ મળે છે.

જો તમે નિયમિત રૂપે બદામની ચા પીશો તો તમે જલ્દી બીમાર થવાથી બચી શકશો. સાથે તે ક્રોનિક બીમારીઓ, સોજાની સમસ્યાથી પણ રાહત મળે છે. શરીરને ડીટોકસીફાઈ કરવા માટે બદામની ચાનું સેવન કરી શકાય છે.

બદામની ચા ના પોષક તત્વો : મોનોઅનસેચુરેટેડ ફેટ, પોલીઅનસેચુરેટેડ ફેટ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફાઈબર, વિટામીન બી, વિટામીન ઈ, કેલ્શિયમ, ઝીંક, મેગ્નીજ, ફોસ્ફરસ. બદામની ચા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર હોય છે. તેના પોષક તત્વોને મેળવવા માટે તમે તેનું સેવન દરરોજ કરી શકો છો. તેનું સેવન ઠંડુ અથવા ગરમ બંને રીતે કરી શકાય છે. બદામની ચા માં એન્ટી ઓક્સીડેન્ટ અને ફાઈટોસ્ટેરોલ પણ હોય છે.

આ રીતે બનાવો બદામની ચા : બદામની ચા બનાવવી સરળ છે. તેને તમે ઘરે પણ બનાવી શકો છો પણ તેને બનાવવામાં થોડો સમય લાગે છે. તે સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે. બદામની ચા બનાવવા માટે બદામ અને પાણીની જરૂર પડે છે. જાણી લો તેને બનાવવાની રીત.

રીત : બદામની ચા બનાવવા માટે સૌથી પહેલા બદામને 2 થી 3 કલાક અગાઉ પલાળી દો. ત્યાર પછી આ બદામને પાણીમાંથી કાઢીને 15 થી 20 મિનીટ માટે ગરમ પાણીમાં પલાળો. બદામને પીસીને તેનો પાવડર બનાવી લો. તેમાં પાણી નાખીને પેસ્ટ બનાવી લો. ત્યાર પછી આ પેસ્ટને પાણીમાં 5 થી 7 મિનીટ ઉકાળો. તમે તેને ગરમ પણ પીય શકો છો અને ફ્રીજમાં રાખીને ઠંડુ પણ પીય શકો છો.

બદામની ચા ના ફાયદા : 1 ) સમય સમય પર શરીરને ડીટોક્સ કરવું ખુબ જરૂરી છે. તેનાથી શરીરમાં જામેલ ગંદકી સરળતાથી મળની સાથે નીકળી જાય છે. તમે શરીરને ડીટોકસીફાઈ કરવા માટે પણ બદામની ચા પી શકો છો. વાસ્તવમાં બદામની ચા પીવાથી લીવર યોગ્ય રીતે કામ કરવામાં સક્ષમ બને છે અને શરીરની ગંદકી દુર કરવામાં સહાયક બને છે.

2 ) બદામની ચા પીવાથી તમારા શરીરનું મેટાબોલીઝ્મ મજબુત બને છે. તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. અને જો શરીરનું મેટાબોલીઝ્મ યોગ્ય રીતે કામ કરે છે તો વજન ઓછું કરવામાં મદદ મળે છે.

3 ) તમારું હિમોગ્લોબીન ઓછું છે અને તમે શારીરિક રીતે કમજોર છો તો આ સ્થિતિમાં તમારે બદામની ચાનું સેવન કરવું જોઈએ. વાસ્તવમાં બદામમાં આયરન વિપુલ પ્રમાણમાં રહેલ છે. આથી તેને પીવાથી લોહીની ઉણપ નથી રહેતી અને જો તમે તેને ગોળની સાથે ખાશો તો તેના ગુણમાં વધારો થઈ જશે.

4 ) જો તમારા ચહેરા પણ કરચલીઓ અથવા એન્ટી એન્જીંગની સમસ્યા છે તો તમે આ સ્થિતિમાં બદામની ચાનું સેવન કરો. બદામની ચા એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામીન ઈ થી ભરપુર છે. જે ત્વચા માટે ફાયદાકારક છે. આ ચાને પીવાથી ત્વચા પર થનાર ફ્રી રેડિકલ્સને કારણે ચહેરા પર કરચલીઓ પડે છે, તેનાથી છુટકારો મળે છે. તેમજ આ ચાને પીવાથી તમે સદા યુવા રહો છો.

5 ) બદામની ચા ગઠીયા રોગને પણ દુર કરે છે. તેના સેવનથી તંત્રિકા તંત્રને આરામ મળે છે, જેનાથી ગઠીયાના લક્ષણોમાં કમી જોવા મળે છે.
6 ) જો બદામની ચાને નિયમિત રૂપે પીવામાં આવે તો હાર્ટ એટેકની સમસ્યાને નિવારી શકાય છે. બદામની ચા હાર્ટએટેકના જોખમને ઓછું કરે છે. આ સિવાય તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. બદામની ચા તમારા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે. તેમજ હાર્ટએટેક અને સ્ટ્રોકના જોખમને ઓછું કરે છે.

7 ) બદામમાં એન્ટી ઓક્સીડેન્ટ વિપુલ પ્રમાણમાં રહેલ છે. તે ઓક્સીડેટીવ ડેમેજને ઓછું કરે છે. સાથે નિયમિત રૂપે તેનું સેવન કરવામાં આવે તો કેન્સરના જોખમને ઘણા અંશે ઓછું કરી શકાય છે.

8 ) બદામ એ વિટામીન ઈ નો સારો સ્ત્રોત છે, આથી તેની ચામાં પણ વિટામીન ઈ ભરપુર માત્રામાં રહેલ છે. જો બદામની ચા દરરોજ પીવામાં આવે તો શરીરમાં વિટામીન ઈ ની કમી પૂરી કરી શકાય છે. વિટામીન ઈ સ્કીન સિવાય સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારી છે. વિટામીન ઈ ત્વચાની બધી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં તમારી મદદ કરે છે. આથી બદામની ચા નું સેવન તમારા માટે ખુબ જ ગુણકારી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment