આ લાલ પાણીનો એક ગ્લાસ પિય લ્યો, હાઈ બ્લડ પ્રેશર આવી જશે એક જ ઝટકે કંટ્રોલમાં… જાણો શેનું છે આ લાલ પાણી…

આજની ગતિહીન જીવનશૈલી અને ખાણીપીણીના કારણે હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય બીમારી બની ગઈ છે. જો તમે પણ હાઈ બ્લડ પ્રેશરની બીમારી નો શિકાર હોવ તો બીટનો રસ પીને ખૂબ જ જલ્દી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો. હાઈ બ્લડ પ્રેશરને નીચે લાવવા માટે દીપિકા પાદુકોણ નીન્યુટ્રીશિયનીસ્ટ શ્વેતા શાહે ગજબનો ઘરેલુ ઉપચાર બતાવ્યો છે.

ઉંમર અને તણાવ વધવાની સાથે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે પરંતુ હાઈ બીપીની બીમારીને બિલકુલ પણ હલકામાં ન લેવી. કારણ કે આ સાઇલેન્ટ કિલર જેવું કામ કરે છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ ન કરવા પર તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિ ઊભી થઈ શકે છે. જો તમારું બ્લડ પ્રેશર પણ નોર્મલ લેવલથી વધારે રહેતું હોય તો તેનો ઈલાજ જરૂર કરો. એક્સપર્ટ પ્રમાણે બ્લડપ્રેશરનું નોર્મલ લેવલ 80/120 mmHg હોય છે. ડાયટીશિયન શ્વેતા શાહે હાઈ બીપીને નિયંત્રિત કરવા માટે એક અસરકારક ઘરેલુ ઉપચાર જણાવ્યો છે તેમના પ્રમાણે સવારના સમયમાં બીટનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે તમને જણાવીએ કે શ્વેતા શાહ જ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ની ન્યુટ્રીશિયનીસ્ટ છે. તે તેમની પાસે વારંવાર ડાયટિંગ ટિપ્સ લેતી રહે છે.

1) હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે કઈ રીત છે?:- ન્યુટ્રીશિયનીસ્ટ શ્વેતા શાહે જણાવ્યું કે હાઈ બ્લડ પ્રેશરના ઈલાજ માટે દરરોજ બીટનો રસ પીવો જોઈએ. બીટ રૂટનો રસ પીવાથી સિસ્ટોલિક બ્લડપ્રેશર સરેરાશ ચાર-પાંચ પોઇન્ટ નીચે આવી જાય છે. તેમણે 2012 ના એક અભ્યાસ પ્રમાણે હાઈ બીપી ના આ ઘરેલુ ઉપાય વિશે જણાવ્યું.

2) હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં કેવી રીતે મદદ કરે છે બીટ?:- ડાયટીશિયન પ્રમાણે બીટની અંદર કુદરતી નાઇટ્રેટ્સ હોય છે. જે શરીરમાં જઈને નાઈટ્રિક ઓક્સાઇડ માં બદલાઈ જાય છે. તેની મદદથી લોહી ને લઈ જતી નસો રિલેક્સ થઈ જાય છે અને બ્લડ પ્રેશર નોર્મલ બને છે.

3) બીટ નો રસ પીવાનો સાચો સમય કયો છે?:- આમ તો બીટનો રસ ક્યારેય પણ પી શકાય છે. પરંતુ એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે સવારમાં ખાલી પેટે કે બ્રેકફાસ્ટ કરવાના એક કલાક પહેલા બીટનો રસ પીવાથી તેના સંપૂર્ણ ફાયદા પ્રાપ્ત થઈ શકે છે. બીટ નો રસ શરીરને બીજા ઘણા બધા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.

4) બીટ નો રસ પીવાના દરેક ફાયદા કયા છે?:- હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે શું કરવું? તે આપણે જાણી ચૂક્યા છે પરંતુ બીટના રસમાંથી ઘણા બધા અન્ય ફાયદા પણ મેળવી શકાય છે. હેલ્થ લાઈન પ્રમાણે હાઈ બ્લડ પ્રેશર લેવલને નીચે લાવવા માટે બીટનો રસ સ્ટેમીના પણ વધારે છે. જો તમે ડિમેન્શીયા, હૃદય રોગો, સ્થૂળતા, કોલેસ્ટ્રોલ કે લીવરના રોગોથી પરેશાન હોવ તો પણ બીટનો રસ પીવાનું શરૂ કરી દો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment