રામ મંદિરના ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું આ સંબોધન | કહી સંઘર્ષની વાત

રામ મંદિરને લઇને સમગ્ર દેશમાં આનંદની લહેર ઉઠી છે. તે જ રીતે જે લોકો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તેવું ઇચ્છતા હતા, ઘણા લોકોએ આ મંદિરના નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો. તે સફળ હવે પૂર્ણ થયો છે. અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. અહીં વડાપ્રધાન સહિત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સંઘ પ્રમુખ મોહન ભાગવત હાજર રહ્યાં હતા. 

શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રમુખ મોહન ભાગવતે પણ ભૂમિપૂજનમાં ભાગ લીધા બાદ સંબોધન કર્યું હતું. તે દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, આજે આખો દેશમાં આનંદ છવાયેલો છે. આજે આપણી પ્રતિજ્ઞા પૂરી થાય છે. આ સમય દરમિયાન રામ મંદિર માટે બલિદાન આપનારા સંઘના લોકોને યાદ કર્યા અને તેમના યોગદાનની પ્રશંસા કરી.

આ પ્રસંગે મોહન ભાગવતે ભારતની પ્રાચીન પરંપરા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, `આપણો દેશ ‘વસુધૈવ કુટુંબકમ્’ એટલે કે વિશ્વ આપણા માટે એક પરિવાર છે. અમે દરેકને સાથે રાખવામાં વિશ્વાસ રાખીએ છીએ.’ ભાગવતે કહ્યું કે, `આજે નવા ભારતની નવી શરૂઆત છે.’

મંદિર માટે અનેક લોકોએ આપ્યું બલિદાન: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પર પોતાના સંબોધનમાં ભાગવતે કહ્યું કે, આ આનંદની ક્ષણ છે. તેમણે કહ્યું કે,`ઘણી રીતે આપણે પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ મને યાદ છે ત્યારે આપણા સંઘના સંઘચાલક બાલા સાહેબ દેવરાસજીએ આગળ પગલું ભરતા પહેલા આ વાતની યાદ અપાવી હતી.’ તેમણે કહ્યું કે,` 30 વર્ષ કામ કરવું પડશે, ત્યારે આ કામ પૂર્ણ થશે. આજે અમે તે સંકલ્પ પૂરો કર્યો. તમે આ સંકલ્પની પરિપૂર્ણતાનો આનંદ માણી રહ્યા છો. તેમણે એમ પણ કહ્યું કે, ઘણા લોકોએ રામ મંદિર માટે બલિદાન આપ્યું છે અને તે અહીં એક સૂક્ષ્મ સ્વરૂપમાં હાજર છે.’

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, `હવે અમારે અયોધ્યાની સજાવટ કરવી છે, જો આપણે આખા વિશ્વને સુખ અને શાંતિ આપે તેવા ભારતનું નિર્માણ કરી શકીએ તો આપણે લડવૈયા બનવું પડશે. આ મંદિર પૂર્ણ થતાં પહેલાં, અમારું મન એક મંદિર તરીકે તૈયાર હોવું જોઈએ, તે વધુ જરૂરી છે.’ ભાગવતે કહ્યું કે,`રામ આપણા હૃદયમાં પણ વસવા જોઈએ.’

Leave a Comment