કોઈપણ પ્રકારની તકલીફ કે લક્ષણ વગર જ આવી શકે છે અચાનક હાર્ટએટેક, આવા લોકોએ રહેવું સાવધાન… નહિ જઈ શકે છે જીવ…

મિત્રો દેશમાં પાછલા કેટલાક સમયમાં હૃદયના રોગ અને હાર્ટ એટેકના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. હૃદય સંબંધિત સમસ્યાઓ હવે કોઈ ચોક્કસ વય જૂથના લોકો સુધી મર્યાદિત નથી રહી. ડાયાબિટીસ,સ્થૂળતા, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ હૃદય રોગોને આમંત્રણ આપે છે. તેના સિવાય એથેરોસ્ક્લેરોસિસ પણ એક એવીજ સ્થિતિ છે જે લોકોને અચાનક હૃદયરોગના હુમલાનો શિકાર બનાવે છે.

તેમાં હૃદયની ધમનીઓમાં સખતાઈ આવી જાય છે અને તેમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. જે આગળ જઈને હાર્ટ એટેકનું કારણ બને છે. એક સંશોધનમાં જાણવા મળ્યું કે જો તમને એથેરોસ્ક્લેરોસિસની બીમારી હોય તો તમને હાર્ટ એટેક આવવાનું જોખમ આઠ ગણું વધી શકે છે.એથેરોસ્ક્લેરોસિસ કેમ હોય છે ખતરનાક:- એથેરો એટલે ફેટ અને સ્ક્લેરોસિસ એટલે જમા થવું. જો હૃદયની ધમનીઓમાં ફેટ કે કોલેસ્ટ્રોલ જમા થાય છે તો આ સ્થિતિ એથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે. તેમાં ધમનીઓ બ્લોક થઈ જાય છે અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. એથેરોસ્ક્લેરોસિસ લીવરમાં હોય તો ફેટી લીવર ફેલિયર અને કિડનીમાં હોય તો કિડની ફેલિયર કહેવાય છે.

પરંતુ આ બીમારીની સૌથી ડરામણી વાત એ છે કે તેનું લક્ષણ જલ્દી જોવા મળતું નથી અને તેના કારણે મોટાભાગના દર્દીઓને આ બીમારીની જાણકારી જ નથી થઈ શકતી. NHS પ્રમાણે આ સ્થિતિમાં ધીમે ધીમે તમારી ધમનીઓમાં ફેટ જમા થવા લાગે છે, જેનાથી તે સાંકડી થઈ જાય છે અને ત્યારબાદ તેમાં લોહીનો પ્રવાહ મુશ્કેલ બની જાય છે.કોઈ પણ લક્ષણો કે સંકેત આપ્યા વગર જ આ બીમારી આવી જાય છે:- મોટાભાગના લોકોમાં આ બીમારીનું લક્ષણ જોવા નથી મળતું પરંતુ આ હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના લોકોમાં એથેરોસ્ક્લેરોસિસ ની આ બીમારી નાની ઉંમરમાં જ જન્મ લઈ લે છે પરંતુ લાંબા સમય સુધી તેમનામાં ત્યાં સુંધી કોઈપણ લક્ષણ જોવાતું નથી કે જ્યાં સુધી આખરે તેમને હાર્ટ એટેક ન આવી જાય .

સંશોધનમાં મળ્યા આશ્ચર્યજનક તારણ:- સંશોધનકર્તાઓએ 9,000 થી વધારે લોકોનું અધ્યયન કર્યું હતું. જે 40 કે તેનાથી વધારે ઉંમરના હતા. આ લોકો કોઈપણ હૃદયની બીમારીથી પીડિત ન હતા જેના કારણે એ શોધી શકાય છે કે તેમને હાર્ટ એટેક આવી શકે છે. 

અધ્યયન માટે તેમણે કંપ્યૂટેડ ટોમોગ્રાફી એન્જિયોગ્રાફી નો ઉપયોગ કર્યો હતો જેમાં તેમણે તે લોકોને હૃદય અને ધમનીઓના કમ્પ્લીટ એક્સરે કર્યા. આશ્ચર્યની વાત એ હતી કે તેમને 46% લોકોમાં સબક્લિનિકલ કોરોનરી એથેરોસ્ક્લેરોસિસની સ્થિતિ જાણવા મળી. અહીં સબક્લિનિકલનો અર્થ કોઈ બીમારીમાં સ્પષ્ટ લક્ષણોનો દેખાવ ન થવો.એક મહિનાથી નવ વર્ષની વચ્ચે આ સહભાગીઓ પર હાથ ધરવામાં આવેલા સંશોધનમાં, 71 લોકોને હાર્ટ એટેક આવ્યા હતા અને 193 લોકો મૃત્યુ પામ્યા હતા. સંશોધનકર્તાઓએ તારણ કાઢ્યું કે ઓબ્સ્ટ્રક્ટિવ કોરોનરી એથરોસ્ક્લેરોસિસ ધરાવતા લોકો માટે હાર્ટ એટેકનું જોખમ આઠ ગણું વધારે હતું.

એથેરોસ્ક્લેરોસિસ થી બચવા માટે શું કરવું:- ફેટ, કાર્બોહાઈડ્રેડ અને સુગર વાળા ખાદ્ય પદાર્થોનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું. નિયમિત રૂપે વ્યાયામ કરવો. સ્વસ્થ ભોજન કરવું અને વજનને નિયંત્રિત રાખવું. ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર નિયંત્રિત રાખવું. આલ્કોહોલ અને ધુમ્રપાનથી બચવું. જો હૃદયમાં દુખાવો, દબાણ કે વ્યાયામ અથવા ચાલતા ચાલતા હાથ અને પગમાં દુખાવો થાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment