આપણને ઘણા પ્રકારના આર્થિક કામો માટે પાનકાર્ડની આવશ્કતા હોય છે. ઘણી વાર એવું થતું હોય છે કે, પાનકાર્ડ ન હોવાથી જરૂરી આર્થિક કામ રુકાવટ આવે છે. અથવા તો તે અટકી જાય છે. જો તમારે પણ તાત્કાલિક પાનકાર્ડની જરૂર પડે અને તમે હજુ સુધી પાનકાર્ડ માટે એપ્લાય કર્યું ન હોય તો ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમ માત્ર થોડી મિનીટોમાં જ ઓનલાઈન ઈ-પાનકાર્ડ બનાવી શકો છો. તેના માટે તમારે લાંબુ આવેદનપત્ર ભરવાની પણ જરૂર નહિ રહે. તમે એક આધાર નંબરના દ્વારા પાનકાર્ડ મેળવી શકો છો. તે અનુસાર Aadhaar આધારિત e-KYC દ્વારા તત્કાલ PAN (Permanent Account Number) જારી થઈ જાય છે.
માન્ય આધારકાર્ડ રાખતા લોકો લોકો આ સુવિધા હેઠળ પોતાનું પાનકાર્ડ દસ મિનીટ કરતા પણ ઓછા સમયમાં બનાવી શકે છે. આ સુવિધા એકદમ મફતમાં જ છે. તમારે ઇન્કમટેક્ષની વેબસાઈટથી પાનકાર્ડ માટે એપ્લાય કરવાનું રહેશે. તમને e-PAN માટે એપ્લાય કરવા માટે માત્ર 12 અંકનો આધાર નંબર નાખવાનો રહેશે. તેના માટે મોબાઈલનો નંબર આધાર નંબર સાથે લિંક હોવો જરૂરી છે. તો ચાલો જાણીએ શું છે તેની પ્રોસેસ.સ્ટેપ : 1: આયકર વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in. પર જાવ.
સ્ટેપ : 2: હવે હોમ પેજ પર ‘Quick Links’ સેક્શનમાં જઈને ‘Instant PAN through Aadhaar’ પર ક્લિક કરો.
સ્ટેપ : 3: ત્યાર બાદ ‘Get New PAN’ ને લિંક પર ક્લિક કરો. તે તમને ઈન્સ્ટન્ટ પાન રિક્વેસ્ટ વેબપેજ પર લઈ જશે.
સ્ટેપ : 4: હવે તમારો આધાર નંબર પ્રવિષ્ટ કરવાનો અને કેપ્ચા કોડ નાખીને કન્ફર્મ કરવાનો.
સ્ટેપ : 5: હવે ‘Generate Aadhar OTP’ પર ક્લિક કરવાનું. તમારા પંજીકૃત મોબાઈલ નંબર પર એક OTP આવશે.
સ્ટેપ : 6: ટેક્સ્ટ બોક્સમાં OTP પ્રવેશ કરીને ‘Validate Aadhaar OTP’ પર ક્લિક કરો. ત્યાર બાદ ‘Continue’ બટન પણ ક્લિક કરવાનું છે.સ્ટેપ : 7: હવે તમે પાન રિક્વેસ્ટ સબમીશન પેજ પર રી-ડાયરેક્ટ થઈ જશો. ત્યાં તમારા આધારની પૂરી ડિટેલને વેરીફાઈ કરવાની રહેશે અને નિયમો અને શરતોને એક્સેપ્ટ કરવાની રહેશે.
સ્ટેપ : 8: ત્યાર બાદ ‘Submit PAN Request’ પર ક્લિક કરો.
સ્ટેપ : 9: ત્યાર બાદ એક એકનોલેજમેંટ નંબર જનરેટ થશે. આ એકનોલેજમેંટને નંબરને નોટ કરી લેવાનો.
આ રીતે કરો પાનકાર્ડ ડાઉનલોડ : તમે ફરી આયકર વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટના હોમપેજ પર ‘Quick Links’ સેક્શનમાં જઈને ‘Instant PAN through Aadhaar’ પર ક્લિક કરો. ત્યાર બાદ તમે ત્યાં ‘ચેક સ્ટેટ્સ\ડાઉનલોડ પાન’ બટન પર ક્લિક કરો. ત્યાં તમે આધાર નંબર અને કેપ્ચા કોડ નાખીને પોતાના પાનકાર્ડનું સ્ટેટ્સ ચેક કરી શકો છો અને તેને ડાઉનલોડ કરી શકો છો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ