અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 જાન્યુઆરી 2021 ના રોજ પોતાની દીકરીનું સ્વાગત આ દુનિયામાં કર્યું હતું. હવે અનુષ્કાએ દીકરીના પહેલા ફોટોને શેર કરતા ફેંસને બાળકીનું નામ જણાવ્યું હતું. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, તેણે અને વિરાટ કોહલીએ પોતાની બેબી ગર્લનું નામ વામિકા રાખ્યું છે.
અનુષ્કા શર્માએ પોતાની દીકરીનો પહેલો ફોટો શેર કરતા લખ્યું કે, “અમે પ્યાર, આભારની સાથે પોતાની જિંદગી જીતી આવ્યા છીએ, પરંતુ આ નાની વામિકાએ તેને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધી છે. આંસુ, હંસી, ખુશીઓ, ચિંતા… ક્યારેક ક્યારેક આ ભાવનાઓઅમુક મિનીટોની અંદર જ મહેસુસ થઈ જાય છે. નીંદ ઉડી ગઈ છે, પરંતુ અમારું દિલ ભરેલું છે. તમારી શુભકામનાઓ, પ્રાર્થનાઓ અને સારી એનર્જી માટે શુક્રિયા.”
વિરાટ કોહલીએ દીકરીના આગમનનું કર્યું હતું એલાન : અનુષ્કા શર્માની આ પોસ્ટ પર ફેંસથી લઈને સેલેબ્સ સુધીના લોકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. બાળકી વામિકાની સાથે સાથે કપલને પણ દુવાઓ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરીનો જન્મ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. વિરાટ કોહલીએ આ ખુશખબરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને શેર કરી હતી. ક્રિકેટરની આ પોસ્ટ પર ફેંસ અને સેલેબ્સ તરફથી ખુબ જ બધાઈઓ પણ મળી હતી.
વિરાટ કોહલીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “અમે બંનેને આ વાત જણાવતા ખુબ જ ખુશી થઈ રહી છે કે, આજે બપોરે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલશુભકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને દીકરી બંને બિલકુલ ઠીક છે. આ અમારું સૌભાગ્ય છે કે, અમે આ જિંદગીના ચેપ્ટરનો અનુભવ કરવા મળ્યો. અમે જાણીએ છીએ કે, તમે જરૂર સમજશો કે આ સમયે આપણે બધાને થોડી પ્રાઈવસી જોઈશે.” (આ પોસ્ટ વિરાટ કોહલીએ દીકરાના જન્મ વખતે લખી હતી.)
2017 માં વિરાટે અને અનુષ્કાએ કર્યા હતા લગ્ન : લગભગ લોકો જાણતા હશે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણા વર્ષોથી ડેટિંગ કરતા હતા. 11 ડિસેમ્બર, 2017 ના રોજ ઈટલીમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. પ્રાઇવેટ સેરેમનીમાં થયેલ આ લગ્ન વિશે ખુબ જ ચર્ચાઓ થઈ હતી. ઓગસ્ટ 2020 ના વિરાટ અને અનુષ્કાએ એલાન કર્યું હતું કે તેઓ જલ્દી માતા-પિતા બનવાના છે. 11 જાન્યુઆરી, 2021 ના રોજ નાની વામિકાને અનુષ્કાએ જન્મ આપ્યો હતો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ