ઋતુમાં બદલાવ આવતા જ શરદી-ઉધરસ ની સમસ્યા થવા લાગે છે. આમ તો ઉધરસ એક સામાન્ય સમસ્યા છે પરંતુ તેનાથી તમે કોઈ સાધારણ કામ કરવામાં પણ ઘણી મુશ્કેલી અનુભવો છો. ઉધરસ માંથી જલ્દી રાહત મેળવવા માટે અમે અહીંયા ખૂબ જ અસરકારક ઉપચાર લઈને આવ્યા છીએ જેને અપનાવીને તમે ઉધરસ માંથી જલ્દી છૂટકારો મેળવી શકશો.
શિયાળાની ઋતુમાં ઇમ્યુનિટી સિસ્ટમ કમજોર થવાના કારણે શરીરની સંક્રમણ અને બીમારીઓથી લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આજ કારણ છે કે આ દિવસોમાં લોકો શરદી, ઉધરસ, કફ, તાવ,ગળામાં ખરાશ, ટોન્સિલ્સ, નાક દદડવું અને ફલૂ જેવા વિવિધ લક્ષણોથી પીડાય છે.
શિયાળાની ઋતુમાં ઠંડી હવાઓના કારણે ધૂળ, માટી અને પ્રદૂષણના કારણે ઉધરસનું સૌથી વધારે જોખમ રહે છે. આમ તો ઉધરસ એક સામાન્ય સમસ્યા છે પરંતુ સામાન્ય કામ કરવામાં પણ મુશ્કેલી અનુભવાય છે. સમસ્યા ત્યારે વધારે થાય છે જ્યારે કોઈને સૂકી ઉધરસ થાય છે. જેથી કરીને ઊંઘવામાં પણ ખૂબ જ તકલીફ થાય છે.ઉધરસ નો ઈલાજ શું છે?:- મેડિકલમાં ઉધરસના ઈલાજ માટે અનેક પ્રકારની દવાઓ અને સીરપ હાજર છે. પરંતુ લાંબા સમય સુધી દરેક વાર દવાઓનો ઉપયોગ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આયુર્વેદિક ડોક્ટરે ઉધરસ ના ઈલાજ માટે એક રામબાણ આયુર્વેદિક ઉપચાર જણાવ્યો છે. જેનાથી તમે કોઈપણ પ્રકારની આડઅસર વગર રાહત મેળવી શકો છો.
1) ઉધરસ નો રામબાણ ઈલાજ છે આમળા:- આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ઉધરસના ઈલાજ માટે આમળાને એક શ્રેષ્ઠ આયુર્વેદિક જડીબુટ્ટી માનવામાં આવે છે. તેઓ જણાવે છે કે ઉધરસ થી જલ્દી રાહત મેળવવા માટે તમે એક ચમચી આમળાના રસને અડધી ચમચી મધ સાથે મેળવીને લઈ શકો છો. 2) દિવસમાં બેથી ત્રણ વાર લો આમળાનો રસ:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ઉધરસ ને જડમુળ થી દુર કરવા માટે તમારે આમળાના રસમાં અડધી ચમચી મધને મેળવીને દિવસમાં બે થી ત્રણ વાર સેવન કરવું જોઈએ.
3) એસીડીટી માં ફાયદાકારક:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આમળા માત્ર ઉધરસનો જ ઈલાજ નથી કરતા પરંતુ તેમાં હાઇપર એસિડિટી ના લક્ષણોને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે. આ સમસ્યાથી બચવા માટે તમારે આમળાનો રસ એક ચમચી અને અડધી ચમચી સાકર ની સાથે ભોજન કરતા પહેલા લેવું જોઈએ.4) વાળને ખરતા અટકાવે:- ડોક્ટરે જણાવ્યું કે આમળા એક શક્તિશાળી જડીબુટ્ટી છે અને વિવિધ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. જો તમને પણ વાળ ખરવાની સમસ્યા થતી હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે આમળાના રસ ને સાકર સાથે મેળવીને સેવન કરવું જોઈએ.
5) આમળા ખાવાની બેસ્ટ રીત:- તમે આમળાની જગ્યાએ આમળાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. અડધી ચમચી આમળાનો પાવડર, ઘી અડધી ચમચી અને અડધી ચમચી સાકર .આ ત્રણેય ને સરસ રીતે મેળવી લો. આનું દિવસમાં બે વાર ખાલી પેટે સેવન કરવું. સારું પરિણામ જોવા માટે 4 થી 12 અઠવાડિયા સુધી તેનું સેવન ચાલુ રાખો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી