જાહેર થયું અગ્નિવીર ભરતીનું જાહેરનામું, 8 પાસ અને 10 પાસ પણ કરી શકશે અરજી, જાણો કેટલી સેલેરી મળશે અને અન્ય લાભો સંપૂર્ણ માહિતી…

ઘણા લોકોનું સપનું હોય છે કે, તે આર્મીમાં પોતાનું યોગદાન આપે. આ માટે તેઓ નાનપણથી મહેનત કરતા હોય છે. આર્મીમાં પણ અનેક પદે ભરતી થતી હોય છે અને યુવાનો પોતાની આવડત અનુસાર જે તે સેનામાં પોતાનું સ્થાન મેળવે છે. આજે અમે તમને આ લેખમાં અગ્નિવીર નામથી નવી સેનાથી ભરતી અંગે જણાવશું. 

ભારત સરકારની મહત્વાકાંક્ષી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રીક્રુટમેન્ટ રેલી નોટીફીકેશન જાહેર કરી છે. જેની અંદર ઉમ્મીદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. ત્યાર પછી ભારતીય સેનાની આધિકારિક વેબસાઈટ joinindianarmy.nic.in પર વિઝીટ કરવાનું છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ 2022 થી શરુ થશે. આ પદો માટે થશે ભરતી : 

  • અગ્નિવીર જનરલ ડ્યુટી 
  • અગ્નિવીર ટેકનીકલ (એવિએશન/એમ્યુનેશન)
  • અગ્નિવીર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ 
  • અગ્નિવીર ટ્રેડસમેન 10 પાસ 
  • અગ્નિવીર ટ્રેડસમેન 8 પાસ 

મેરીટનાં આધારે ભરતી થશે : નોટીફીકેશન અનુસાર ભરતી પૂરી રીતે ઉપલબ્ધ વ્યક્તિઓના આધારે મેરીટ આધારિત થશે. માત્ર ભરતી પ્રક્રિયામાં પાસ થનાર ઉમેદવારને સેનામાં ભરતીનો દાવો કરવાનો કોઈ અધિકાર નથી. એવું પણ કહેવું છે કે, જે ઉમેદવારની પાસે જરૂરી સર્ટીફીકેટ નહિ હોય, તે રીજેક્ટ માટે પોતે જવાબદાર રહેશે. 

આટલી સેલરી હશે : જાહેર નોટીફીકેશન અનુસાર ઉમેદવારોની ભરતી 4 વર્ષો માટે કરવામાં આવશે, આ દરમિયાન પ્રત્યેક વર્ષ 30 દિવસની રજાઓ પણ મળશે, સર્વિસના પહેલા વર્ષે 30,000 વેતન અને ભાડું, બીજા વર્ષે 33,000 વેતન અને ભાડું, ત્રીજા વર્ષે 36, 500 વેતન અને ભાડું તથા છેલ્લા વર્ષે 40,000 વેતન અને ભાડું આપવામાં આવશે.

પદ અનુસાર નિર્ધારિત યોગ્યતા : 1 ) જનરલ ડ્યુટી પદ પર ભરતી માટે ઉમેદવાર 10 ધોરણમાં ન્યુનતમ 45% નંબર સાથે પાસ હોવો જરૂરી છે.
2 ) ટેકનીકલ એવિએશન અને એમ્યુએશન પદ માટે ફીજીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઈંગ્લીશ વિષયમાં 50% નંબર સાથે 12 પાસ હોવું જરૂરી છે.
3 ) ક્લાર્ક/સ્ટોરકીપર પદ માટે ઉમેદવારે પણ કોઈપણ સ્ટ્રીમથી ન્યુનતમ 60% નંબર સાથે 12 પાસ હોવું જરૂરી છે. અંગ્રેજી અને મેથ્સમાં 50% માર્ક હોવા જરૂરી છે.
4 ) ટ્રેડસમેનના પદ પર 10 અને 8 પાસની અલગ અલગ ભરતી કરવામાં આવશે, બધા વિષયોમાં 33% માર્ક હોવા જરૂરી છે.
5 ) બધા પદ માટે નિર્ધારિત ઉંમર 17.5 થી 23 વર્ષ અનિવાર્ય છે. 

પછી સર્વિસ મળશે ? : ચાર વર્ષ સર્વિસ પૂરી થયા બાદ અગ્નિવીરના સેવા નિધિ પેકેજ, અગ્નિવીર સ્કીલ સર્ટીફીકેટ અને 12 પાસની સમકક્ષ યોગ્યતા પ્રમાણપત્ર પણ મળશે. જે ઉમેદવાર 10 પાસ છે તેને 4 વર્ષ પછી 12 પાસ સમકક્ષ પાસ સર્ટીફીકેટ પણ મળશે, જેની પૂરી જાણકારી પછી જાહેર કરવામાં આવશે.

NCC સર્ટીફીકેટ ધારકોને મળશે બોનસ માર્ક : બધા પદ પર ભરતી માટે NCC A સર્ટીફીકેટ ધારકોને 5 માર્ક્સ બોનસ મળશે, NCC B સર્ટીફીકેટ ધારકોને 10 બોનસ અંક મળશે જયારે NCC C સર્ટીફીકેટ ધારકોને 15 બોનસ અંક મળશે. અગ્નિવીર જનરલ ડ્યુટી અને ક્લાર્ક સ્ટોરકીપર પદ માટે NCC C સર્ટીફીકેટ ધારકોને CEE કોમન એન્ટ્રેસ એગ્ઝમથી છૂટ મળે છે. 

આમ જે પણ અગ્નિવીર ભરતી માટે અરજી કરે છે તેના માટે ચાર વર્ષની સર્વિસ સિવાય પછી સર્ટીફીકેટ પણ મળે છે. જે તેને આગળ કામ આવી શકે છે. સેનાની આ ભરતીમાં જે લોકો અરજી કરવા માંગે છે તેમણે જુલાઈ મહિનામાં પોતાની અરજી કરી દેવી. તેમજ મેરીટ આધારે ભરતીનું સિલેકશન કરવામાં આવશે. જે ઉમેદવારને અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની ઈચ્છા છે તેઓ ઉપર આપેલ વેબસાઈટ પર અરજી કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment