અફઘાનિસ્તાનની બેખૌફ સોશિયલ મીડિયા સ્ટાર, જેના રાષ્ટ્રપતિ કરતા પણ વધુ છે ફોલોવર્સ. ફોટો જોઈ તમે પણ હલી જશો.

મિત્રો તમે અમેરિકાએ કરેલ અફઘાનિસ્તાન પર હુમલા વિશે જાણતા હશો. અહીંના લોકોની સ્થિતિ ખુબ જ દયાજનક છે. લગભગ લોકોને મોતનો ભય રહે છે. એટલું જ નહિ એક સમયે તો ત્યાં 24 કલાક વિદેશી લોકોનું કર્ફ્યું રહેતું હતું. આમ મોતના ભયમાં રહેવો કોઈ પણ સામાન્ય લોકો માટે ખુબ જ મુશ્કેલી ભર્યું છે.

છેલ્લા થોડા મહિનામાં અફઘાનિસ્તાનમાં પત્રકાર, એક્ટિવિસ્ટ અને રાજનેતાઓ પર જીવલેણ હુમલા થયા છે. હાલમાં જ અફધાનિસ્તાનમાં ત્રણ યુવા મહિલા મીડિયા કર્મચારીઓની ધોળા દિવસે હત્યાનો મામલો પણ સામે આવ્યો છે. પણ આ પછી પણ ઘણા એવા સોશિયલ મીડિયા સ્ટાર્સ છે જે આ દેશના ખતરનાક માહોલમાં પણ પોતાની ઓળખ બનાવવામાં સફળ થઈ રહ્યા છે.આજે અમે તમને એક સોશિયલ મીડિયાની એક સ્ટાર વિશે જણાવશું. તેનું નામ છે આયદા. આયદા સોશિયલ મીડિયા પર દિવસમાં ઘણી વખત પોસ્ટ કરે છે. તેના instagram પર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીથી પણ વધુ ફોલોવર્સ છે. તે પોતાના ફોલોવર્સની સ્ટાઈલથી જોડાયેલ સવાલોના જવાબ આપે છે. અને અફઘાનિસ્તાનના ઘણા ખતરનાક શહેરો ફરતા પણ પોતાની સેલ્ફી પોસ્ટ કરે છે. તે પોતાની સ્ટાઈલ અને પહેરવેશથી અફગાની કલ્ચરને પ્રમોટ કરવા માટે પણ ઓળખાય છે.ઈનસાઈડર વેબસાઈટની સાથે વાતચીત કરતા આયદા કહે છે કે, મારું ધ્યેય છે કે, લોકોને સંભાવનાઓ દેખાડવામાં આવે કે તમે પોતાની જિંદગી જેમ ઈચ્છો તે જીવી શકો છો. જો કે એ પણ સત્ય છે કે અફઘાનિસ્તાનમાં રહેતા તમારા દિલમાં હંમેશા એક ડર બનેલો રહે છે. પણ આપણે હંમેશા નિરાશ-હતાશ થઈને જીવી ન શકીએ. આપણે પોતાની જિંદગી તો જીવવી જ છે.શાદાબ પોતાના કન્ટેન્ટથી માત્ર પોતાનો બિઝનેસ જ પ્રમોટ નથી કરતી પણ અફઘાનિસ્તાનની એક સકારાત્મક ફોટો પણ દુનિયાની સામે રાખે છે. શાદાબ કહે છે કે મને ઘણી વખત મેસેજ આવે છે કે જેમાં લખ્યું હોય છે કે આપણા દેશની સુંદરતા અને શાનદાર કલ્ચરને પોતાની ફોટોથી દેખાડવા બદલ આભાર. આ સત્ય છે કે છેલ્લા ઘણા વર્ષોથી અફઘાનિસ્તાનની તસ્વીર એવી બની ગઈ છે કે અહીં માત્ર યુદ્ધ અને ત્રાસદીથી જોડાયેલ તસ્વીર જ સામે આવે છે.એશિયા ફાઉન્ડેશન 2019 નાં સર્વે ઓફ અફગાન પીપલમાં સામે આવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં માત્ર 14% લોકો ઈન્ટરનેટનો ઉપયોગ ન્યુઝ અને ઇન્ફોર્મેશન માટે કરે છે. જો કે અફઘાનિસ્તાનના યુવાનોમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા ઝડપથી વધી રહી છે. શાદાબ સિવાય ઘણા એવા યુવાનો છે જે યુદ્ધથી ગ્રસ્ત દેશમાં પણ પોતાની ડીઝીટલ ઓળખ બનાવવા માટે લડી રહ્યા છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment