ગમે ત્યાં મળી જતા આ છોડમાં હરસ-મસાથી લઈને ડાયાબિટીસ જેવા અનેક રોગોમાં છે વરદાન સમાન… જાણો ઉપયોગની રીત અને અદ્દભુત ફાયદા….

આપણી આસપાસ અનેક પ્રકારની વનસ્પતિઓ આવેલી હોય છે અને ઘણી ખરી વનસ્પતિઓના આપણે ફાયદા અને નુકશાન પણ જાણતા નથી હોતા. આવી જ એક વનસ્પતિ થોર છે, જે જોતા જ આપણને તેના કાંટા નજરે ચડી જાય છે. થોર એ રણ પ્રદેશની વનસ્પતિ છે. આ વનસ્પતિ વાડી કે સીમના વિસ્તારમાં પણ જોવા મળે છે. થોર ખુબ જ ઓછા પાણીમાં પણ સરળતાથી અને ઝડપથી ઉગી જાય છે.

કેટલીક જગ્યાએ આપણે જોયું હશે કે, થોરનો ઉપયોગ સજાવટ માટે પણ કરવામાં આવે છે. પરંતુ આ થોર આપણા સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક છે. થોરમાં ઉગતા લાલ રંગના ફળને ફિંડવાના નામથી ઓળખાય છે. એ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આ આપણા શરીરમાં થતી નાની મોટી બીમારીને દૂર કરવામાં અસરકારક હોય છે.થોરને  કેક્ટીસાઇસ છોડના પરિવારનું સભ્ય ગણવામાં આવે છે. આ સૂકા અને ગરમ વાતાવરણમાં પાણીને સાચવી રાખવાની ક્ષમતા રાખે છે. થોર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી સૂર્યપ્રકાશની શક્તિની મદદથી મોટાભાગની જાતોમાં, દાંડી જાડા અને માવાદાર પાંદડાઓ વિકસાવે છે, જ્યારે પાંદડાનો કાંટાદાર વિકાસ થાય છે. તેમાંથી મોટાભાગની જાતનો ઉપયોગ સજાવટ માટે કરવામાં આવે છે.

શરીરમાં હિમોગ્લોબીન વધારવા માટે:- થોરમાં લાભદાયક એવા ઘણા દ્રવ્યો હોય છે. જે આપણા શરીરમાં એક નવું જ લોહી બનાવે છે. જેથી આપણે અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકીએ છીએ. શ્વાસની તકલીફ, પાંડુરોગ, કમળો, કબજિયાત, એસિડિટી, ગેસ જેવી દરેક બીમારીઓને દૂર કરવા માટે થોર અને તેના ફિંડવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેથી આપણે લાલ ફિંડવાનું સેવન કરવું જોઈએ.1) હિમોગ્લોબિન અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે:- થોરના ફિંડવા આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. શરીરમાં હિમોગ્લોબિન વધારવા માટે થોરનું ફળ ખાવું જોઈએ અથવા તેનું જ્યુસ ગરમ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. આ ફળ આપણા શરીરમાં વાઈટ બ્લડ સેલની માત્રા પણ વધારે છે અને જેથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત બને છે.

2) વજન ઘટાડવામાં ઉપયોગી:- વજન વધવાને લઈને મોટાભાગના લોકોની ફરિયાદ રહે છે. જો તમે વજન ઘટાડવાના અનેક પ્રયત્નો કરીને થાકી ગયા હોય તો થોરના ફળનો ઉપયોગ ચાલુ કરી દો. ભૂખ ન હોવા છતાં કોઈને કંઈક ખાવાની ઈચ્છા થતી હોય તો થોરનું ફળ ખુબ સારો વિકલ્પ છે, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ હોવાથી પેટને ભરેલું રાખે છે.3) પેટના રોગો અને ચાંદા માટે ફાયદાકારક:- થોરમાં રહેલા પોષક તત્વો માનસિક તણાવને ઘટાડવામાં અસરકારક હોય છે. તેની સાથે જ તે પેટના રોગોને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો તમને પેટમાં ચાંદા પડી ગયા હોય અને લાંબા સમય સુધી દવા કર્યા છતાં કોઈ ફેર ન પડતો હોય અને ફરી ઉથલો મારતો હોય તો થોરના ફિંડવાને જરૂરથી ઉપયોગમાં લેવું જોઈએ. જેને વારંવાર પેટમાં ચાંદા પડતા હોય તેઓએ થોરના ડીટાના રસનું સેવન કરવું લાભદાયક ગણાય છે.

4) ડાયાબિટીસ માટે ફાયદાકારક:- ડાયાબિટિસ, કેન્સર, વજન ઉતારવાની સાથે-સાથે લિવર માટે પણ થોરના ડિંડાનો રસ અત્યંત ફાયદાકારક છે. લીવર એ શરીરનું મહત્વપૂર્ણ ઓર્ગન છે. જો પિત્તાશયમાં તકલીફ હોય તો ઝાડા અને પેશાબ જેવી બીમારીઓ થતી હોય છે. પિત્તાશય લોહીને ગંઠિત કરવા માટેનું પ્રોટીન પણ તૈયાર કરે છે. આવી સ્થિતિમાં થોરના ડેટાનો રસ, જામ કે જેલી ખાવાથી પિત્તાશયની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે.5) હરસ-મસાની તકલીફ દૂર કરે:- મસા દૂર કરવા માટે તેની પર થોરનું દૂધ લગાવવું જોઈએ. તેથી તેમાંથી તુરંત છુટકારો મળે છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારના ભોજનમાંથી પોષક તત્વો મળી જતા હોય છે પણ શરીરને જરૂરી કેલ્શિયમ પૂર્તિ માત્રામાં મળતું નથી, જેથી દાંત અને હાડકાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં થોરના તાજા ડીંડાના ફળમાં 83 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. એનું સેવન કરવાથી હાડકા અને દાંતને મજબૂતી મળે છે.

6) ચામડી ના રોગો દૂર કરે:- થોરમાં ઉપલબ્ધ એન્ટિઓક્સિડન્ટ શરીરમાં ફ્રી રેડીકલ સેલ્સથી થતા નુકશાનથી બચાવે છે. જેથી એજિંગના લક્ષણોને દૂર કરવામાં સહાયતા મળે છે. આ સન બર્ન, ખીલ-ડાઘ અને ડ્રાઈ સ્કીનના ઈલાજમાં અત્યંત ઉપયોગી છે. તેના ડીંડામાં હાજર વિટામિન સી ત્વચાની ચમકને જાળવી રાખવામાં મદદ કરે છે. થોરમાં ફ્લેવોનોઈડ નામનું તત્વ હોવાથી બ્રેસ્ટ પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયા, ઓવરિન, સર્વાયકલ અને ફેફસાના કેન્સરના જોખમને દૂર કરે છે. થોરમાં રહેલા તત્વો શરીરના ઝેરી તત્વો સામે લડીને શરીરનું રક્ષણ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment